નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈથી દુનિયાભરના દેશમાં ઊર્જાને લઈને ચિંતાનો માહોલ વધી રહ્યો છે. ભારતમાં LPG ગેસ અને કમર્શિયલ સિલિન્ડરનું જે સંકટ ઊભું થયું છે એના કારણે અનેક રસોડા-ભંડારા તાળા લાગવાની કગાર પર છે. દેશના મહાનગરની રોસ્ટોરાંની સ્થિતિ વેન્ટિલેટર પર રહેલા દર્દી જેવી થઈ ચૂકી છે, બીજી તરફ રેસ્ટોરાંના મેનુમાંથી ગરમાગરમ ઢોસા, પૂરી સબ્જી અને ચા ગાયબ થઈ ચૂક્યા છે. બેંગ્લુરૂમાં કોઈપણ રેસ્ટોરાંમાં સવારનો નાસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે, જ્યારે સાંજના સમયે જે હાજર હશે એ મળશે એવા બોર્ડ લાગ્યા છે.
યુદ્ધની અસર કિચન સુધી
મુંબઈ, બેંગ્લુરૂ, ચેન્નઈ, હૈદરાબાદ અને દિલ્હી જેવા મહાનગરમાં મોટી સંખ્યામાં રહેલી રેસ્ટોરાં ચેઈન પર માઠી અસર થઈ છે. અનેક રેસ્ટોરાંના મેનુમાં રાતોરાત ફેરફાર કરવામાં આવ્યા છે. આ મહાગર કમર્શિયલ ગેસ સિલિન્ડરની કટોકટીનો સામનો કરી રહ્યા છે. પરિણામ એ આવ્યું છે કે, મેનુંમાં વાનગી ઓછી કરવી પડી રહી છે. મુંબઈની રેસ્ટરોરાંના માલિકે જણાવ્યું હતું કે, હાલમાં જે ગેસ છે એ બચાવવા માટે મેનુ ઘટાડી દીધું છે. એ જ વાનગી બનાવીએ છે છીએ જેમાં ગેસની જરૂર ઓછી પડે. અથવા ઓછા તાપમાં એ પાકી જાય. જેથી ગેસનો હાલનો જે સ્ટોક છે એને લાંબા સમય સુધી ઘટાડી શકાય.
ગરમાગરમ વાનગી બંધ
હૈદરાબાદ, ચેન્નઈ, બેંગ્લુરૂ અને સિંકદરાબાદના વિસ્તારમાં ગરમાગરમ ઢોસાની વાનગી સાઉથમાં પ્રવાસ કરનારા લોકોની પહેલી પસંદ હોય છે. હાલ સ્થિતિ એવી છે કે, સાઉથની જાણીતી રેસ્ટોરાં ચેઈનમાં પણ ઢોસા મેનુમાંથી ગાયબ છે. નવી દિલ્હી તરફ જતા હાઈવે પર આવેલા એક ધાબાના માલિકે ત્યાં સુધી કહ્યું હતું કે,અમે એક સમયે ઘણી પનીરની વાનગીઓ બનાવતા, હાલ માત્ર દાળભાત જે મેનુમાં રાખ્યા છે. ગુજરાત રાજ્યની અનેક મોટી કંપનીઓમાં ચાલતી કેન્ટિનમાં કાપ મૂકાયો છે. ચાયના બદલે લિંબુપાણી મેનુમાં ઉમેરાયું છે, ગરમ સૂપના બદલે તૈયાર છાછ ફ્રિજ કરવામાં આવી રહી છે.
હોસ્ટેલ, કેન્ટિન અને પીજીના હાલ
હૈદરાબાદ, મુંબઈ, ચેન્નઈ જેવા સાઉથના શહેરમાં હોસ્ટેલ અને પીજીમાં મોટી સંખ્યામાં લોકોનું જમવાનું તૈયાર થતું હોય છે. અહીં રાજમા અને છોલે યુવાનોના ફેવરિટ હોય છે જે છેલ્લા કેટલાય દિવસોથી બન્યા જ નથી.સમગ્ર હૈદરાબાદની કેન્ટિન, ચૈન્નઈમાં આવેલા પીજી અને કંપનીઓની કેન્ટિનમાંથી ચા અને પૂરી સબ્જી ગાયબ છે. બીજી તરફ દિલ્હી જેવા મહાનગરમાં આવેલી કેન્ટિન અને પીજીમાંથી મેઈનકોર્સ જ ગાયબ છે. સેન્ડવીચ, દાબેલી, બ્રેડ અને બર્ન જેવા ફાસ્ટફૂડના સહારે કેન્ટિન ચાલે છે.
અસલી કારણ આ છે
ઈરાન ઈઝરાયલના યુદ્ધના કારણે હોર્મુઝ ક્રિકમાં અનેક જહાંજ અટવાયા છે. ઊર્જાથી લઈને ગેસ જેવા મહત્ત્વના અને જીવનજરૂરી સામાનની સપ્લાય ખોરવાઈ ગઈ છે. બીજી તરફ સામાન સાથે પરિવહન ખર્ચ વધ્યો છે. પશ્ચિમ એશિયાના જે દેશમાં ઈરાન સિવાય ક્રૂડ ઓઈલનું ઉત્પાદન થાય છે એ ઉત્પાદનને પણ માઠી અસર થઈ છે. ભારતમાં મોટાભાગનો LPG ગેસ આ પશ્ચિમ એશિયાથી આવે છે. આ કારણે અનેક રસોડા સુધી પાઈપલાઈનમાં ગેસ નથી.
ફૂડ ડિલેવરી અને રેસ્ટોરાંને તાળા
આ યુદ્ધ જો લાંબા સમય સુધી ચાલું રહ્યું તો મહાનગરમાં આવેલી મોટી સંખ્યામાં રેસ્ટોરાને તાળા લાગે એવા અણસાર છે. પૂણેથી એક માર્કેટ નિષ્ણાંતે ત્યાં સુધી કહ્યું કે, આનાથી ટુરિઝમ ઉપર પણ માઠી અસર થઈ શકે છે. કારણ કે જે પ્રવાસીઓ હોટેલ બૂક કરાવે છે ત્યાં એક સમયે સારૂ જમવાનું મળી રહે એવો આગ્રહ રાખે છે. હવે જ્યાં ગેસ નહીં હોય ત્યારે પ્રવાસીઓને જમવાનું શું આપવું એ પ્રશ્ન ઊભો થશે? ધર્મશાળા હોટેલ એસો.ના પ્રમુખે પોતાની વાત મૂકતા કહ્યું કે, હવે આની અસર એડવાન્સ બુકિંગ પર દેખાઈ રહી છે. આવનારા સમયમાં વેકેશન શરૂ થશે જેની તુલનામાં અત્યારે માગ ઘટી રહી છે. ફૂડ ડિલેવરી કરતા પ્લેટફોર્મ પરથી કેટલાક મેનું બંધ કરાયા છે. આનાથી ઘરે પહોંચનારૂ ફૂડ બંધ થયું છે.