Fri Jun 19 2026

Logo

કોલ ઇન્ડિયાએ ઉત્તર ગુજરાતમાં 100 મેગાવોટનો સૌર ઉર્જા પ્લાન્ટ શરૂ કર્યો

2026-05-05 17:47:49
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ રાજ્ય માલિકીની કોલ ઇન્ડિયા લિમિટેડ (સીઆઈએલ)એ મંગળવારે ડીસા તાલુકાના ભદ્રમાલી ગામમાં 100 મેગાવોટના સૌર ઉર્જા પ્રોજેક્ટ શરૂ થયાની જાહેરાત કરી હતી. 

બીએસઈને આપેલી રેગ્યુલેટરી ફાઇલિંગમાં, સીઆઈએલએ જણાવ્યું હતું કે તેને 31 માર્ચ, 2026 થી અમલમાં આવતા ગુજરાતમાં 100 મેગાવોટના સૌર ઉર્જા પ્લાન્ટ માટે ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી તરફથી કમિશનિંગ પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે.

કોલસા મંત્રાલય હેઠળની એક મહારત્ન જાહેર ક્ષેત્રની કંપની, સીઆઈએલ, રિન્યુએબલ એનર્જી ક્ષેત્ર પર સતત ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કંપની હાલમાં ભારતના સ્થાનિક કોલસા ઉત્પાદનમાં 80 ટકાથી વધુનું યોગદાન આપે છે.

ડિસેમ્બરમાં, ભારતના કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ (કેગ) એ સીઆઈએલના 3,000 મેગાવોટ સૌર ક્ષમતાના લક્ષ્યાંકને પૂરો કરવામાં થયેલા  વિલંબનો ઉલ્લેખ કર્યો હતો અને નોંધ્યું હતું કે ડિસેમ્બર 2024 સુધીમાં ફક્ત 122.492 મેગાવોટ, જે લક્ષ્યના લગભગ 4.08 ટકા છે, તે જ ઈન્સ્ટોલ થયું છે.