હોલિવુડ ફિલ્મમેકર ક્રિસ્ટોફર નોલન છેલ્લા કેટલાક સમયથી ખુબ ચર્ચામાં છે. તે ફિલ્મ 'દ ઓડિસી'ના કારણે હેડલાઈન્સમાં છવાયા છે. એવું જાણવા મળ્યું છે કે તેમની આ ફિલ્મ અત્યાર સુધીની સૌથી મોટા બજેટની ફિલ્મ છે. જોકે, આ પહેલા તે 'ઓપન હાઇમર' જેવી ફિલ્મોને લઈને તે ચર્ચામાં રહ્યા છે. આ ફિલ્મે પણ ખૂબ કમાણી કરી હતી. તો જાણીએ આ દિગ્ગ્જ હોલિવૂડના નિર્માતા ક્રિસ્ટોફર નોલન વિશે ચર્ચાએ પણ જોર પકડ્યું છે.
ક્રિસ્ટોફર નોલન કોણ છે?
ક્રિસ્ટોફર નોલન અમેરિકી ફિલ્મોના નિર્માતા અને ડાઈરેકટર છે. તેમનો જન્મ જુલાઈ, 1970માં થયો હતો. તેઓ સ્ક્રીન પર મુશ્કેલ વાર્તાઓ દેખાડવા માટેની ઓળખ ધરાવે છે. તેમની ગણતરી ઇન્ડસ્ટ્રીના દિગ્ગ્જ ફિલ્મમેકર્સમાં થાય છે. જે મોટા બજેટની ફિલ્મો બનાવવા માટે પ્રખ્યાત છે, જેવી રીતે સાઉથમાં એસ એસ રાજામૌલી છે. તેઓ પોતાના કરિયરમાં 'ઓપન હાઇમર' જેવી ઉત્તમ અને હિટ ફિલ્મો આપી ચૂક્યા છે.
ક્રિસ્ટોફર નોલનની કારકિર્દી
નોલને ફિલ્મ મેકિંગમાં પોતાની કારકિર્દી ખૂબ જ નાની ઉંમરમાં શરૂ કરી હતી. તેમણે યુનિવર્સિટી કોલેજ લંડનમાંથી અંગ્રેજી સાહિત્યમાં અભ્યાસ દરમિયાન પોતાની પ્રથમ શોર્ટ ફિલ્મ બનાવી હતી. ત્યાર બાદ પણ આ સિલસિલો શરૂ રહ્યો હતો. ત્યાર બાદ નોલને ડિરેક્ટર તરીકે વર્ષ 1998માં 'ફોલોઇંગ' ફિલ્મ સાથે પોતાના કરીઅરની શરૂઆત કરી હતી. તેમની અન્ય ફિલ્મ 'મેમેન્ટો'થી તેમણે વિશ્વભરમાં નામના મેળવી હતી. આ ફિલ્મને ઓરિજિનલ સ્ક્રીનપ્લે કેટેગરીમાં એકેડમી એવોર્ડ્સમાં નોમિનેશન પણ મળ્યું હતું.
નોલનને મળ્યા આ એવોર્ડ્સ
ક્રિસ્ટોફર નોલને પોતાના કરિયરમાં ઘણા એવોર્ડ્સ જીત્યા છે. તેઓ 8 વાર એકેડમી એવોર્ડ્સ માટે નોમિનેટ થયા હતા, પરંતુ 2 વાર જ જીત્યા હતા. બે બ્રિટિશ ફિલ્મ એવોર્ડ જીત્યા, એક ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ મળ્યો હતો. એટલું જ નહીં, પણ તેઓ 2011થી 2014 સુધી ફોર્બ્સના સૌથી વધારે ઇન્કમ અને પોપ્યુલર સેલિબ્રિટી 100ની યાદીમાં સામેલ થયા હતા. તે સાથે વર્ષ 2019માં તેઓને તેમના યોગદાન માટે 'કમાન્ડર ઓફ ધ ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર' તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતા.
ક્રિસ્ટોફર નોલનની ફિલ્મો
નોલનની સૌથી ચર્ચિત ફિલ્મ 'ઓપનહાઈમર' રહી હતી, જે તેમની 12મી ફિલ્મ હતી. આ ફિલ્મથી તેમણે સૌ કોઈને ચોંકાવી દીધા હતા. જો કે નોલન આ પહેલા 2005માં 'બેટમેન બિગિન્સ', 2008 માં 'ધ ડાર્ક નાઈટ' અને 2012 માં 'ધ ડાર્ક નાઈટ રાઈઝેઝ' જેવી ફિલ્મો પણ આપી ચુક્યા છે, જેને તેમને બોક્સ ઓફિસના કિંગ બનાવી દીધા હતા.
'દ ઓડિસી'ની કહાની
જો ક્રિસ્ટોફર નોલનની અપકમિંગ ફિલ્મ વિષે ચર્ચા કરીએ તો આ ફિલ્મ એક માઈથોલોજિકલ ફિલ્મ છે, જેમાં હૈ ટેક ઓક્ટેન એક્શન સિક્વન્સ જોવા મળશે. આ ફિલ્મ હોમરની ફેમસ પ્રાચીન ગ્રીક કવિતા પર આધારિત છે. આ ફિલ્મમાં ટ્રોયની ઐતિહાસિક ભયાનક લડાઈને બતાવવામાં આવી છે.
કેટલા સમયથી કામ કરે છે નોલન?
ક્રિસ્ટોફર નોલન પોતાની ફિલ્મ 'ઓપનહાઇમર' બનાવ્યા બાદ ડિપ્રેશનના શિકાર બની ગયા હતા. આ ખુલાસો તેમણે પોતે કર્યો હતો. જયારે તેમની ફિલ્મ 2023માં રિલીઝ થઈ હતી. પરમાણુ યુદ્ધ અને મનુષ્યોના વિનાશ વિષે સતત બે વર્ષ સુધી વિચારવું તેમના માટે એક તણાવ બની ગયો હતો. તે સમયે તેમના માટે કોઈ હોરરથી ઓછો નહોતો. આ તણાવને દૂર કરવા માટે તેમણે 'ધ ઓડિસી' જેવી પૌરાણિક ફિલ્મ બનવવાનો નિર્ણય કર્યો હતો.
'ધ ઓડિસી' ક્યારે રિલીઝ થશે?
આ ફિલ્મ આ મહિનાના અંતમાં સિનેમાઘરોમાં મોટા પડદે પ્રસ્તુત થશે. રિપોર્ટ્સ મુજબ આ ફિલ્મનું બજેટ લગભગ 2000 કરોડ રૂપિયા જેટલું બતાવવામાં આવી રહ્યું છે. આ ફિલ્મને ભારતમાં 16 જુલાઈ, 2026 અને અમેરિકા અને યુકેમાં 17 જુલાઈ, 2026એ રિલીઝ કરવામાં આવશે.
નોલનની ટોપ 10 ફિલ્મ
1. 'ધ ડાર્ક નાઈટ (2008) - IMDb રેટિંગ 9.1
2. ઇન્સેપ્શન (2010) IMDb રેટિંગ 8.8
3. ઇન્ટરસ્ટેલર (2014) IMDb રેટિંગ 8.7
4. ધ પ્રેસ્ટિજ (2006) IMDb રેટિંગ 8.5
5. ધ ડાર્ક નાઈટ રાઇઝ (2012) IMDb રેટિંગ 8.4