Tue Jul 21 2026

Logo

'ધ ઓડિસી'નો ભારતમાં દબદબો; ભારતીય બોક્સ ઓફિસ પર માત્ર 3 દિવસમાં છાપ્યાં આટલા કરોડ રૂપિયા...

2026-07-20 09:10:00
Author: Vimal Prajapati
Article Image

મુંબઈઃ ભારતીય લોકો બોલિવુડ અને સાઉથની ફિલ્મો સાથે હોલિવુડની ફિલ્મોને પણ એટલી જ પસંદ કરે છે. ઘણી એવી હોલિવુડ ફિલ્મો છે, જેણે ભારતીય દર્શકોને મોટી સંખ્યામાં થિયેટર સુધી લાવ્યાં છે. અત્યારે બોક્સ ઓફિસ પર Christopher Nolanની ફિલ્મ ‘ધ ઓડિસી’ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મને ભારતીયોએ ખૂબ જ પસંદ કરી છે. બોક્સ ઓફિસ પર સારી એવી કમાણી કરી રહી છે, રિપોર્ટ્સ પ્રમાણે આ ફિલ્મે પહેલા જ દિવસે 17.40 કરોડની કમાણી સાથે ઓપનિંગ કર્યું હતું. 

Christopher Nolan ની ફિલ્મ ‘ધ ઓડિસી’ ભારતમાં 17 જુલાઈએ રિલીઝ થઈ હતી. પહેલા દિવસે આ ફિલ્મે 17.40 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મ 2026ની સૌથી વધારે ઓપનિંગ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ પહેલા ‘ઓપેનહાઈમર’એ 14.50 કરોડની કમાણી સાથે ઓપનિંગ કર્યું હતું, તેનો રેકોર્ડ પણ ‘ધ ઓડિસી’એ તોડી નાખ્યો છે.  આ ફિલ્મના કલાકારોની વાત કરીએ તો, તેમાં મેટ ડેમન, ટોમ હોલેન્ડ, એન હેથવે, રોબર્ટ પેટિન્સન અને ઝેન્ડાયા જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે.

પહેલા દિવસે રૂપિયા 17.40 કરોડની કમાણી કરી

નોલાનની 'ધ ઓડિસી'ના ભારતીય બોક્સ ઓફિસ પર્ફોર્મન્સની વાત કરીએ તો, તે ખરેખર શાનદાર રહ્યું છે. ફિલ્મે તેના પહેલા દિવસે, 17 જુલાઈએ રૂપિયા 17.40 કરોડની શરૂઆત કરી હતી. બીજા દિવસે 18 જુલાઈએ આ ફિલ્મે રૂપિયા 22 કરોડની કમાણી કરી હતી, અને ત્રીજા દિવસે પણ તેણે અદ્ભુત કામ કર્યું છે. રવિવાર મેટ ડેમન અભિનીત આ ફિલ્મે રૂપિયા 21.90 કરોડની કમાણી કરીને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. આ સાથે આ ફિલ્મે ભારતમાં રૂપિયા 61.30 કરોડનું કલેક્શન અને રૂપિયા 73.19 કરોડનું ગ્રોસ કલેક્શન કરી લીધું છે. 

અજય દેવગણની કોમેડી ફિલ્મને પણ પાછળ છોડી

‘ધ ઓડિસી’ ફિલ્મે બોલિવુડની ફિલ્મોને પણ હંફાવી દીધી છે. અજય દેવગણની કોમેડી ફિલ્મ ‘ધમાલ 4’, આલિયા ભટ્ટની સ્પાય-થ્રિલર ફિલ્મ ‘આલ્ફા’ અને હોલિવુડની હોરર ફિલ્મ ‘એવિલ ડેડ બર્ન’ જેવી ફિલ્મો વચ્ચે, આ ફિલ્મ ભારતમાં મજબૂત સ્થાન મેળવવામાં સફળ રહી છે. 'ધ ઓડિસી'એ તેના પહેલા બે દિવસ દરમિયાન ભારતીય બોક્સ ઓફિસ પર પ્રભુત્વ મેળવ્યું હતું, અને ત્રીજા દિવસે પણ એટલું જ પ્રભાવશાળી પ્રદર્શન જોવા મળ્યું હતું. ત્રીજા દિવસે - તેના પહેલા રવિવારે - ફિલ્મે રૂપિયા 21.90 કરોડની કમાણી કરીને અનેક રેકોર્ડ તોડી નાખ્યાં છે.