Thu Jun 18 2026

Logo

અમેરિકાએ હાથ ઊંચા કરતા હવે ચીન હોર્મુઝ મુદ્દે નીવેડો લાવવાના મૂડમાં

Chongqing   2026-04-02 22:57:16
Author: Mumbai Samachar Team
Article Image

દુબઈઃ હોર્મુઝમાંથી જહાજને પસાર કરાવવા માટે હવે ચીન એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. ખાસ કરીને ક્રૂડ અને ગેસને લઈને ચીને સક્રિયતા દેખાડી છે. ચીનના વિદેશ મંત્રાલય તરફથી હોર્મુઝ જળમાર્ગમાં ઊભી થયેલી સ્થિતિનો નીવેડો કાઢવા હવે ચીન અખાતી દેશ સાથે વાતચીત કરી રહ્યો છે. હોર્મુઝ ક્રીક બંધ થતા દુનિયાના અનેક દેશને નુકસાન થઈ રહ્યું છે. અખાતી દેશ સહિત એશિયાના અનેક દેશમાં ઊર્જા સંકટ ગંભીર બની રહ્યું છે. 

શું કહ્યું વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ?
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હોર્મુઝમાં બની રહેલા હાલાત પર મૌન સેવી લેતા હવે ચીન સક્રિય થયો છે. ચીન હોર્મુઝ જળમાર્ગમાં ફરી નિયમિતતા અને પ્રતિબંધ દૂર થાય એ માટે તમામ પક્ષો સાથે વાતચીત કરી રહ્યો છે. ચીનનું એવું કહેવું છે કે, દરેક દેશે આ દિશામાં કામ કરવું જોઈએ અને હોર્મુઝમાં ઊભી થયેલી મુશ્કેલીઓનો નીવેડો લાવવો જોઈએ. ચીન વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું કે, એમે એવુ માનીએ છીએ કે, હોર્મુઝ જળમાર્ગ અને એની આસપાસના સમુદ્રી વિસ્તારમાં શાંતિ અને સ્થિરતા જરૂરી છે. આંતરરાષ્ટ્રીય સમુદાયો સાથે આ વિશે વાતચીત કરવી જોઈએ. તમામ દેશે આ દિશામાં કામ કરવું જોઈએ. 

જવાબદારી અમેરિકાની નથી
ચીન તમામ અખાતી દેશ સાથે વાતચીત કરીને સંપર્કમાં છે. હોર્મુઝ જળમાર્ગમાં જહાજનું અટકી જવું એ પાછળનું ખરૂ કારણ અમેરિકા, ઈઝરાયલ તરફથી ઈરાન સામે ગેરકાયદેસર રીતે કરેલી સૈન્ય કાર્યવાહી છે. આ વિસ્તારમાં સુરક્ષાની વ્યવસ્થા જ દુશ્મનીને જાકારો આપશે. સૈન્ય શક્તિ દેખાડીને આ મુદ્દાનો ઉકેલ નહીં મળે. સંઘર્ષ કોઈ પણના પક્ષમાં આગળ વધે એ કોઈના હિતમાં નથી. ચીન અને પાકિસ્તાન 5 મુદ્દાઓ પર સહમત થયા હતા, જેમાં યુદ્ધની સ્થિતિમાં શાંતિ વાર્તા માટે દેશ સહમત થાય એ પ્રાધાન્ય છે. હવે ચીન પણ હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે જહાજ પસાર થાય અને સુરક્ષાની ગેરેન્ટી મળે એવી માગ કરી રહ્યો છે. આ પહેલા ટ્રમ્પે એવું કહ્યું હતું કે, હોર્મુઝને સુરક્ષિત રાખવાની જવાબદારી અમેરિકાની નથી.