Thu Sep 10 2026

Logo

રાજ્યમાંથી લુપ્તપ્રાય થયેલા ચિત્તાને  કચ્છમાં ક્યાં વસાવવામાં આવશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ

2026-03-18 14:00:00
Author: Mayur Patel
રાજ્યમાંથી લુપ્તપ્રાય થયેલા ચિત્તાને  કચ્છમાં ક્યાં વસાવવામાં આવશે? વિધાનસભામાં સરકારે આપ્યો જવાબ

 

ગાંધીનગરઃ ગુજરાતમાં હાલ સિંહ, દીપડા, વાઘની હાજરી છે. ટૂંક સમયમાં રાજ્યમાં ચિત્તા પણ જોવા મળશે. ગુજરાત વિધાનસભામાં રાજ્યમાં લુપ્તપ્રાય ચિત્તાના પુનઃસ્થાપનનો પ્રશ્ન પૂછાયો હતો.

કોણે પૂછ્યો પ્રશ્ન

વાઘોડીયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘલેાએ પૂછ્યું કે, 31-12-2025ની સ્થિતિએ રાજ્યમાં લુપ્તપ્રાય ચિત્તાને પુનઃસ્થાપન કરવાની કોઈ કામગીરી ચાલે છે કે કેમ, કઈ જગ્યાએ ચિત્તાને પુનઃ સ્થાપન કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તેમજ શું કામગીરી હાથ ધરવામાં આવી છે?

જેનો જવાબ આપતાં વન પ્રધાને કહ્યું, કચ્છ જિલ્લાના બન્ની ગ્રાસલેન્ડ વિસ્તારમાં ચિત્તાને પુનઃસ્થાપન કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.   કચ્છ જિલ્લાના લુણા-ભગાડિયા ઘાસિયા વિસ્તારમાં કુલ 618 હેક્ટરમાં ચિત્તા માટે કન્ઝર્વેશન બ્રિડીંગ સેન્ટર બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.