Fri May 01 2026

Logo

આવતીકાલથી ભારતમાં ઐતિહાસિક વસ્તી ગણતરીનો પ્રારંભ: પહેલીવાર જાતિ આધારિત ગણતરી

2026-03-31 15:54:02
Author: Savan Zalariya
Article Image

નવી દિલ્હી: ભારતમાં છેલ્લે વસ્તી ગણતરી વર્ષ 2011માં કરવામાં આવી હતી, એ સમયે ભારતની વસ્તી આશરે 1.21 અબજ નોંધાઈ હતી. કોવિડ પાનડેમિકને કારણે વર્ષ 2021માં નિર્ધારિત વસ્તી ગણતરી મુલતવી રાખવામાં આવી હતી, ત્યાર બાદથી વસ્તી ગણતરીની કાર્યવાહી શરુ થઇ શકી ન હતી. હવે આવતીકાલે બુધવારથી નવી વસ્તી ગણતરી શરૂ શરૂઆત કરવામાં આવશે,  હાલમાં ભારતની વસ્તી 1.4 અબજથી વધુ હોવાનો અંદાજ છે.

વસ્તી ગણતરીની આ કવાયત ઐતિહાસિક રહેશે. વસ્તી ગણતરી માટે દેશભરમાં ત્રીસ લાખથી વધુ કર્મચારીઓ કામે લાગશે. ઝડપી વસ્તી વૃદ્ધિના દબાણને કારણે અગાઉથી જ રહેઠાણની અછતથી અને ખાદ્ય પુરવઠાની અછત જેવી સમસ્યાઓ સામે ઝઝૂમી રહેલા દેશ માટે આ વસ્તી ગણતરી મહત્વની રહેશે, આ વસ્તી ગણતરી નીતિગત નિર્ણયો લેવા માટે મદદરૂપ સાબિત થશે. વસ્તી ગણતરી દરમિયાન જે  ડેટા એકત્રિત કરવામાં આવશે તેની મદદથી સંસાધનોની ફાળવણી અને કલ્યાણકારી યોજનાઓ ડિઝાઇન કરવામાં મદદ મળશે.સંયુક્ત રાષ્ટ્રના અંદાજો સહિત અન્ય એજન્સીઓના અંદાજો સૂચવે છે કે ચીનને પાછળ છોડીને ભારત વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની ગયો છે.

બે તબક્કામાં યોજાશે વસ્તી ગણતરી:
આ વસ્તી ગણતરી બે તબક્કામાં યોજવામાં આવશે, જેમાં પરંપરાગત પદ્ધતિઓ અને ડિજિટલ ડિવાઈસનો સમાવેશ થશે.વસ્તી ગણતરીનો પહેલો તબ્બક્કો આવતી કાલે બુધવારથી શરૂ થશે અને સપ્ટેમ્બર મહિના સુધી ચાલશે. આ તબક્કા દરમિયાન રહેઠાણની સ્થિતિ અને મૂળભૂત સુવિધાઓની ઉપલબ્ધતા પર ધ્યાન આપવામાં આવશે. ગણતરી કરતા કર્મચારીઓ ઘરે ઘરે જશે, જ્યારે એક એપ્લિકેશન મારફતે રહેવાસીઓની વિગતો ઑનલાઇન સબમિટ કરવામાં આવશે. આ પ્લેટફોર્મ સેટેલાઇટ ઈમેજ પણ સપોર્ટ કરે છે અને કુલ 16 ભાષાઓમાં ઉપલબ્ધ છે. બીજા તબક્કામાં વસ્તી-વિશિષ્ટ ડેટા એકત્રિત કરવામાં આવશે, જેમાં વસ્તી વિષયક, સામાજિક અને આર્થિક માહિતી એકત્રિત કરવામાં આવશે.

પહેલીવાર વસ્તી આધારિત ગણતરી;:
આ વખતની વસ્તી ગણતરી એટલા માટે ખાસ રહેશે કેમ કે આ વખતે જાતિ આધારિત ડેટા એકત્રિત કરવામાં આવશે, આ મુદ્દો રાજકીય રીતે ખુબજ માહ્ત્વનો રહ્યો છે.દાયકાઓથી અલગ્લગ નીતિઓ છતાં જાતિ અસર શિક્ષણ, નોકરીઓ અને સંસાધનોની પહોંચ પર પડે છે. 2011 માં હાથ ધરવામાં આવેલા જાતિ સર્વેક્ષણને ક્યારેય જાહેર કરવામાં આવ્યો ન હતો.