Fri Sep 11 2026

Logo

IDFC First-AU Small Finance બેંક ફ્રોડ કેસમાં CBIના દરોડા, ₹661 Cr ના ગોટાળામાં ચંદીગઢથી દિલ્હી સુધી રેડ

2026-06-07 15:29:00
Author: Mumbai Samachar Team
IDFC First-AU Small Finance બેંક ફ્રોડ કેસમાં CBIના દરોડા, ₹661 Cr ના ગોટાળામાં ચંદીગઢથી દિલ્હી સુધી રેડ

ChatGTP Ai Generated Image


નવી દિલ્હીઃ આઈડીએફસી ફર્સ્ટ બેંક-એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક ફ્રોડ કેસમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. સીબીઆઈ (CBI) એ હરિયાણા સરકારના વિભાગો અને ચંદીગઢ પ્રશાસન પાસેથી સરકારી ફંડની હેરાફેરી સાથે જોડાયેલા રુ.661 કરોડના કૌભાંડના સંદર્ભમાં ચંદીગઢ, પંચકુલા અને દિલ્હી-NCRમાં છ સ્થળોએ દરોડા પાડીને તપાસ હાથ ધરી છે. આ રુ.661 કરોડનું કૌભાંડ IDFC ફર્સ્ટ બેંક-એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક ફ્રોડ કેસ સાથે જોડાયેલું છે.

સરકારી અધિકારીઓની મિલીભગત (સાઠગાંઠ)?

મીડિયા અહેવાલો અનુસાર, આ કૌભાંડથી હરિયાણા સરકારના આઠ વિભાગો અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢના બે વિભાગો (મ્યુનિસિપલ કોર્પોરેશન ચંદીગઢ અને ચંદીગઢ રિન્યુએબલ એનર્જી એન્ડ સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રમોશન સોસાયટી) પ્રભાવિત થયા છે.

આ દરોડા દરમિયાન એવા પુરાવા મળ્યા છે જે દર્શાવે છે કે સરકારી અધિકારીઓએ બેંક અધિકારીઓ સાથે મળીને બેંક ખાતા ખોલવામાં, ફંડ ટ્રાન્સફર કરવામાં અને પછીથી તેને બીજી જગ્યાએ મોકલવામાં મદદ કરી હતી.

પૈસા કોને મળ્યા?

સીબીઆઈ (CBI) એ આક્ષેપ કર્યો છે કે વિપમ કન્સલ્ટન્સી પ્રાઇવેટ લિમિટેડને તેના બેંક ખાતામાં ગુના સાથે જોડાયેલી રકમ મળી હતી, જેને પાછળથી તેના ડાયરેક્ટરના પર્સનલ (અંગત) ખાતામાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. સીબીઆઈએ દરોડા દરમિયાન વાંધાજનક દસ્તાવેજો, ડિજિટલ ડિવાઇસ (સાધનો), પ્રોપર્ટીના દસ્તાવેજો અને અન્ય સંબંધિત સામગ્રી જપ્ત કરી છે.

આ તપાસ હરિયાણા સ્ટેટ વિજિલન્સ એન્ડ એન્ટી-કરપ્શન બ્યુરો પાસેથી લેવામાં આવેલા એક કેસ અને ચંદીગઢમાં ઇકોનોમિક ઓફેન્સ વિંગ પોલીસ સ્ટેશન દ્વારા મૂળ રૂપે નોંધવામાં આવેલા બે કેસ સાથે જોડાયેલી છે. એજન્સીએ જણાવ્યું કે આ કેસો કથિત ગુનાહિત કાવતરું, સરકારી ફંડનો દુરુપયોગ અને બેંક અધિકારીઓ તથા સરકારી અધિકારીઓની મિલીભગતથી આચરવામાં આવેલા ગુનાઓ સાથે જોડાયેલા છે.

સીબીઆઈએ દાખલ કરી ચાર્જશીટ 

સીબીઆઈ (CBI) એ જણાવ્યું કે તેણે પંચકુલાની એક સ્પેશિયલ (ખાસ) કોર્ટમાં ચાર્જશીટ પહેલેથી જ દાખલ કરી દીધી છે, જેમાં હરિયાણા પાવર જનરેશન કોર્પોરેશન લિમિટેડ અને હરિયાણા સ્કૂલ શિક્ષા પરિયોજના પરિષદના સરકારી અધિકારીઓની ભૂમિકાની વિગતો આપવામાં આવી છે.