દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
લખનઊએ નિર્ધારિત 19 ઓવરમાં ત્રણ વિકેટે 209 રન બનાવ્યા, માર્શના 111
લખનઊમાં બેંગ્લૂરુ સામે લખનઊએ પ્રથમ બૅટિંગ મળ્યા બાદ વરસાદના વિઘ્નો વચ્ચે નિર્ધારિત થયેલી 19 ઓવરમાં ત્રણ વિકેટે 209 રન બનાવીને રજત પાટીદારની ટીમને 210 રનનો લક્ષ્યાંક આપ્યો છે. બેંગ્લૂરુએ 11.00 જેટલા રેટથી રન બનાવવા પડશે. 209 રનના ટીમ સ્કોરમાં મિચલ માર્શ (111 રન, 56 બૉલ, નવ સિક્સર, નવ ફોર)નું સૌથી મોટું યોગદાન હતું. નિકોલસ પૂરન 38 રન કરીને આઉટ થયા બાદ કૅપ્ટન રિષભ પંત 32 રને અણનમ રહ્યો હતો. એ પહેલાં, અર્શિન કુલકર્ણી (17 રન) અને માર્શ વચ્ચે 95 રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી. લખનઊએ પ્લે-ઑફની આશા જીવંત રાખવા આ મૅચ જીતવી જ પડશે.

બેંગ્લૂરુએ ફીલ્ડિંગ પસંદ કરી, લખનઊની ટીમમાં ત્રણ ફેરફાર
લખનઊમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી)એ ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી છે. લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)ના કૅપ્ટન રિષભ પંતે સિક્કો ઉછાળ્યો હતો અને આરસીબીના કૅપ્ટન રજત પાટીદારે ટૉસ જીતીને એલએસજીને પ્રથમ બૅટિંગનો મોકો આપ્યો હતો. લખનઊની ટીમમાં ત્રણ ફેરફાર કરાયા છે. ઈજાગ્રસ્ત જૉશ ઇંગ્લિસના સ્થાને અર્શિન કુલકર્ણી રમશે. મોહસિન ખાન પણ ઈજાને કારણે નહીં રમે અને તેના સ્થાને મોટા ભાગે મયંક યાદવ ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમશે. એમ. સિદ્ધાર્થના સ્થાને શાહબાઝ અહમદને ઇલેવનમાં સમાવાયો છે. આવેશ ખાન પણ લખનઊની ટીમમાં નથી. બેંગ્લૂરુની ટીમમાં કોઈ ફેરફાર નથી થયો.
અમદાવાદમાં AMC દ્વારા બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરાયું
અમદાવાદમાં ગરમી વધતા AMC દ્વારા બરફની ફેક્ટરીઓમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં વધતી ગરમીને ધ્યાનમાં રાખીને બરફની ફેક્ટરીઓમાં ઉપયોગમાં લેવાતા પાણીની ગુણવત્તા અંગે ખાસ તપાસ કરવામાં આવી રહી છે. ચેકિંગ દરમિયાન ક્લોરીન લેવલ, સ્વચ્છતા અને દૈનિક હાઇજિન પ્રક્રિયાની પણ વિગતવાર ચકાસણી કરવામાં આવી છે.
જાલંધરમાં એપીજે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
પંજાબના જાલંધરમાં ફરી એકવાર સુરક્ષા વ્યવસ્થાને લઈને મોટું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મહાવીર માર્ગ પર આવેલી એપીજે સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળ્યા બાદ સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો હતો. એટલું જ નહીં, આ ધમકી વિતેલા દિવસોમાં બીએસએફ હેડક્વાર્ટરની બહાર થયેલા વિસ્ફોટ અને આજે મુખ્ય પ્રધાન ભગવંત માનના જાલંધર પ્રવાસની વચ્ચે આપવમાં આવી છે.
પીએમ મોદીએ X પરનો પોતાનો પ્રોફાઇલ ફોટો બદલ્યો
નવી દિલ્હીઃ આજે 7 મે ની તારીખ સમગ્ર ભારતના લોકો માટે ખૂબ જ ખાસ છે. કારણ કે, આજ દિવસે ભારતે પહલગામ આંતકવાદી હુમલાનો બદલો લીધો હતો. ભારતે પાકિસ્તાનમાં જઈને ત્યારે બેઠેલા આંતકીઓને ઠાર કર્યાં હતા. ભારતે આ કાર્યવાહીને ઓપરેશન સિંદૂર નામ આપ્યું હતું. આ દિવેસ પીએમ મોદીએ એક્સ પર પોતાની ડીપી બદલી છે. પીએમ મોદીએ ડીપીમાં ઓપરેશન સિંદૂરના લોગો વાળો ફોટો લગાવ્યો છે
.
તમિલનાડુમાં કોની સરકાર બનશે? ગઠબંધન માટે બેઠકો શરૂ
ચેન્નાઈઃ ચૂંટણી પરિણામો પછી રાજકીય સમીકરણો ઝડપથી બદલાતા દેખાય છે. અભિનેતા વિજયની પાર્ટી, ટીવીકે અંગે અટકળો ચાલી રહી છે, જ્યારે ડીએમકે અને એઆઈએડીએમકે બંને પોતાના સ્તરે નવા જોડાણો બનાવવા અને સમર્થન મેળવવામાં સક્રિય રીતે રોકાયેલા છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે આગામી દિવસોમાં તમિલનાડુના રાજકારણમાં નોંધપાત્ર ફેરફારો થઈ શકે છે.
બિહારમાં આજે કેબિનેટનું થશે વિસ્તરણ
મુખ્ય પ્રધાન સમ્રાટ ચૌધરીના નેતૃત્વવાળી NDA સરકારના કેબિનેટનું આજે વિસ્તરણ થશે. કુલ 28 પ્રધાન શપથ લે તેવી શક્યતા છે. પૂર્વ મુખ્ય પ્રધાનનીતીશ કુમારના પુત્ર નિશાંત કુમાર પણ સમ્રાટ પ્રધાનમંડળમાં સામેલ થઈ રહ્યા છે. શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન, ગૃહપ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જે.પી. નડ્ડા ઉપરાંત કેટલાક રાજ્યોના પ્રધાનો અને બિહાર સાથે જોડાયેલા કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાન, રાજીવ રંજન સિંહ ઉર્ફે લલન સિંહ, જીતનરામ માંઝી, રાલોમોના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહા વગેરે પણ ઉપસ્થિત રહેશે.