દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
દિલ્હીમાં ત્રીસ ઝુંપડીઓ બળીને રાખ, પોલીસે 12 લોકોના જીવ બચાવ્યા
દિલ્હીમાં માર્ચ માસમાં લાગેલી ભયાનક આગની દુર્ઘટના લોકો હજુ ભૂલી શકયા નથી. ત્યારે આજે તકીયા કાલે ખામાં લાગેલી આગમાં ત્રીસ ઝુંપડીઓ બળીને રાખ થઈ છે. આ દુર્ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી હતી. જયારે પોલીસે ઘટના સ્થળે પહોંચીને 12 લોકોના જીવ બચાવ્યા હતા.
રાજેશ એક્સપોર્ટ્સ પર EDના દરોડા
સોનાની નિકાસ કરતી જાણીતી કંપની રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડ મોટી કાનૂની મુશ્કેલીમાં ફસાઈ છે. કંપનીએ પોતાની ₹ 15.15 લાખ કરોડની નિકાસ ખોટી રીતે દર્શાવી હતી, જેના કારણે પ્રમોટર રાજેશ મહેતા પર શેરબજારમાં ટ્રેડિંગનો પ્રતિબંધ મુકાયો હતો. હવે આ મામલે EDએ ફેમા હેઠળ બેંગ્લુરુ અને મુંબઈમાં દરોડા પાડીને તપાસ તેજ કરી છે.
પાકિસ્તાની પ્રધાનની યુદ્ધ અંગે ભારતે આપ્યો જડબાતોડ જવાબ
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે ભારતને સિંધુ જળ સંધિના મુદ્દે લશ્કરી કાર્યવાહી અને યુદ્ધની ધમકી આપી હતી. તેના જવાબમાં ભારતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા કહ્યું કે પાકિસ્તાન પોતાની આંતરિક નિષ્ફળતાઓ અને PoKમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો પરથી ધ્યાન હટાવવા આવા નિવેદનો કરી રહ્યું છે.
સ્ટેટ ઓફ હોર્મુઝ બંને તરફથી ખૂલ્યું, 11 ભારતીય જહાજ પસાર થયા
મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી શાંતિ મંત્રણા બાદ સ્ટેટ ઓફ હોર્મુઝ બંને તરફથી ખૂલ્યું છે. તેમજ સ્ટેટ ઓફ હોર્મુઝમાંથી જહાજોની અવર જવર સરળ બની છે. જ્યારે ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે 11 ભારતીય જહાજ પસાર કરી ચૂક્યા છે. જેમાંથી ત્રણ મોટા ક્રૂડ ટેન્કર સામેલ છે. જ્યારે 10 ભારતીય જહાજ હજુ પસાર થવાની રાહ જોઇ રહ્યા છે.
બાબા મહાકાલની જેમ જ મધ્ય પ્રદેશના તમામ મંદિરો બનશે ડિજિટલ અને હાઇ-ટેક
મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં બાબા મહાકાલનું મંદિર સંપૂર્ણપણે ડિજિટલ અને હાઇ-ટેક બની ગયું છે. ત્યારે હવે મધ્ય પ્રદેશના અન્ય મંદિરોને પણ મહાકાલની જેમ જ ડિજિટલ અને હાઇ-ટેક બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. આ મોડેલને અનુસરીને મધ્યપ્રદેશ સરકારે હવે રાજ્યના દરેક મંદિરને ડિજિટલાઇઝ કરવાની યોજના બનાવી છે.
ગુજરાતના સુરતમાં વૃદ્ઘ દંપતિએ વહીવટીતંત્રના હેરાનગતિના પગલે ઈચ્છા મૃત્યુની માંગ કરી
ગુજરાતના સુરતમાં એક વૃદ્ઘ દંપતિએ વહીવટીતંત્રના હેરાનગતિથી પરેશાન થઈને કલેકટર પાસે ઈચ્છા મૃત્યુની માંગ કરી છે. તેમના પરિવારના નવ લોકોના મૃત્યુ બાદ જીવન જીવતા આ દંપતિનો આરોપ છે કે તેમની 12 દુકાનોને વગર નોટિસે વારંવાર સીલ કરી દેવામાં આવે છે. તેમજ નાણાં પણ માંગવામાં આવે છે. હાઇકોર્ટે આ અંગે રાહત આપી હોવા છતાં દુકાનોને સીલ મારી દેવામાં આવે છે. જેના લીધે તે સંપૂર્ણ રીતે તૂટી ગયા છે.
નીતીશ રેડ્ડીને ઈજા, આગામી ટ્વિન ટૂરની બહાર થયો
ભારતીય ઓલરાઉન્ડર નીતીશકુમાર રેડ્ડીને ડાબી સાથળમાં ગંભીર ઈજા હોવાથી તે આયર્લેન્ડ અને ઇંગ્લૅન્ડ ખાતેના આગામી બે પ્રવાસે નહીં જાય. હાર્દિક પંડ્યા પણ ઈજાને કારણે આ ટ્વિન ટૂરમાં નથી જવાનો. નીતિશ રેડ્ડીને તાજેતરમાં અફઘાનિસ્તાન સામેની વન-ડે દરમ્યાન સાથળમાં દુખાવો શરૂ થયો હતો.
જો ઈરાન કરારથી પાછળ હટશે, તો જે કરવું પડશે તે હું કરીશ', ટ્રમ્પની ખુલ્લી ચેતવણી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જો ઈરાન અમેરિકા સાથે થયેલા પોતાના કરારનું પાલન નહીં કરે, તો તેઓ કડક પગલાં લેશે. ટ્રમ્પે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું કે, જો ઈરાન પોતાના કરારનું પાલન નહીં કરે અથવા તો તેનું વર્તન યોગ્ય નહીં રહે, તો મારે જે કરવું પડશે તે હું ચોક્કસ કરીશ.