દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
શેફાલીની વિકેટ હૉન્ગ કૉન્ગની ભારતીય મૂળની બોલરે લીધી
દુબઈના મહિલાઓ માટેના ટી-20 એશિયા કપમાં હૉન્ગ કૉન્ગે બૅટિંગ આપ્યા બાદ ભારતે ખૂબ જ સારી શરૂઆત કરી હતી, પણ વાઇસ-કૅપ્ટન સ્મૃતિ મંધાના અને પાછલી મૅચની સ્ટાર શેફાલી વર્મા વચ્ચેની ઓપનિંગ પાર્ટનરશિપ 74 રન પર પહોંચી ત્યારે ભારતીય મૂળની બોલર રુચિતા વેન્કટેશે શેફાલીને લૉન્ગ-ઑન પર લૅમ્પલૉગ નામની ફીલ્ડરના હાથમાં કૅચઆઉટ કરાવી હતી. થાઇલૅન્ડ સામે મૅચ-વિનિંગ 64 રન બનાવનાર શેફાલીએ આ મૅચમાં 17 બૉલમાં બે છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 28 રન બનાવી શકી હતી. 10મી ઓવરને અંતે ભારતનો સ્કોર એક વિકેટે 85 રન હતો. સ્મૃતિ હાફ સેન્ચુરીથી બે જ ડગલાં દૂર હતી. તેની સાથે પ્રતીકા રાવલ પાંચ રન પર રમી રહી હતી.

મહારાષ્ટ્રમાં સરકારી કચેરીઓમાં હેલ્ધી ફૂડ અનિવાર્ય
મહારાષ્ટ્રના જાહેર આરોગ્ય વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ બહાર પાડવામાં આવ્યો છે, જે મુજબ રાજ્યની સરકારી કેન્ટીનો, સત્તાવાર બેઠકો અને કાર્યક્રમોમાં હવે પ્રોસેસ્ડ ફૂડ અને વધુ સાકર-તેલવાળા આહારને બદલે પૌષ્ટિક ખાદ્યપદાર્થો અને પીણાં પીરસવામાં આવશે, જેમાં હેલ્ધી ફૂડ પીરસવાનું જરુરી રહેશે, એમ પરિપત્રમાં જણાવ્યું છે.
જાણીતા સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન
જાણીતા ગુજરાતી સંગીતકાર ગૌરાંગ વ્યાસનું નિધન થયું છે. અમદાવાદમાં મોડી રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.100થી વધારે ગુજરાતી ફિલ્મોમાં સંગીત પીરસનાર સંગીતકારે એકથી એક ચડિયાતા ગીત આપીને ગુજરાતી ગીતને સંગીતના કચકડે મઢી દીધા. એમના અવસાનના સમાચારથી ગુજરાતી ફિલ્મ સંગીત અને ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકોમાં શોકની લાગણી છે.