દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
IPL મેચો પર ઓનલાઈન સટ્ટાબાજી રેકેટનો પર્દાફાશ, 3 કરોડથી વધુની રકમ જપ્ત
દેશભરના ચાલી રહેલી IPL ક્રિકેટ મેચના ઉત્સાહ વચ્ચે કાનપુર પોલીસે ત્રણ કરોડ રૂપિયાના ઓનલાઈન સટ્ટાબાજી રેકેટનો પર્દાફાશ કર્યો છે. આ સંયુક્ત ઓપરેશનમાં પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી હતી.તેમની
પાસેથી 3 કરોડથી વધુની રકમ જપ્ત કરી છે.
મમતા બેનર્જીને સુપ્રીમ કોર્ટની ફટકાર, કહ્યું મુખ્યમંત્રી લોકશાહીને જોખમમાં મૂકી રહ્યા છે
પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન 23 એપ્રિલે થવાનું છે. જોકે, મતદાનના એક દિવસ પહેલા જ સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રી મમતા બેનર્જીને ઠપકો આપ્યો છે. તેમજ સુપ્રીમ કોર્ટે તો ત્યાં સુધી કહ્યું કે મુખ્યમંત્રી લોકશાહીને જોખમમાં મૂકી રહ્યા છે.
ગુજરાત આવી રહેલા જહાજ પર ઈરાનનો હુમલો
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધવિરામ માટે મંત્રણા કરવાના અહેવાલો વચ્ચે હોર્મુઝ તંગ માહોલનું નિર્માણ થઈ રહ્યું છે. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સે બે જહાજ પર હુમલો કરીને કબજો કર્યો છે, જેને ઈરાન લઈ ગયા છે, જેમાંથી એક ગુજરાતના મુન્દ્રા પોર્ટ આવી રહ્યું હતું. જહાજોના માલિક સાથે કોઈ સંપર્ક કરી શક્યા નથી, જેમાંથી એક જહાજ દુબઈથી મુન્દ્રા પોર્ટ આવી રહ્યું હતું.
અમેરિકા ઈરાનની મધ્યસ્થીમાં પાકિસ્તાન ફસાયું, ઇરાને લગાવ્યો બેવડી નીતિનો આરોપ
મિડલ ઈસ્ટમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. જેમાં હવે બંને દેશો તરફથી સામસામે આક્ષેપો તીવ્ર બની રહ્યા છે. આ બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણાની મધ્યસ્થી પાકિસ્તાન કરી રહ્યું છે. જેના પગલે પાકિસ્તાન મુશ્કેલીમાં મુકાયું છે. ઇરાને હવે પાકિસ્તાનની ભૂમિકા પર સવાલ ઉઠાવ્યા છે. તેમજ બેવડી નીતિ અપનાવવાનો પણ આરોપ મૂક્યો છે.
સાંસદ અનુરાગ ઠાકુરના મમતા બેનર્જી પર આકરા પ્રહારો, કહ્યું ભ્રમ ના ફેલાવો
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે આવતીકાલે મતદાન છે. તેવા સમયે બંગાળમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ સાંસદ અનુરાગ ઠાકરના માછલી અને ભાત આરોગવા મુદ્દે ટીએમસી અને આમ આદમી પાર્ટીએ ટિપ્પણી કરી છે. જેનો અનુરાગ ઠાકુરે જવાબ આપ્યો છે. તેમજ મમતા બેનર્જી પર આકરા પ્રહાર પણ કર્યા છે.
લુફ્થાન્સા એરલાઈન્સે ફ્યુલ બચાવવા 20,000 ફ્લાઈટ્સ રદ કરી
યુરોપની મોટી એરલાઇન કંપની લુફ્થાન્સા એજીએ તેના સમર શિડ્યુલમાંથી ટૂંકા અંતરની 20,000 ફ્લાઇટ્સ રદ કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ આ પગલું જેટ ફ્યુઅલના ભાવમાં થયેલા તોતિંગ વધારાને કારણે ઉઠાવ્યું છે. કંપનીના જણાવ્યા અનુસાર, ફ્લાઇટ્સમાં આ ઘટાડાથી કુલ ઉપલબ્ધ સીટ ક્ષમતામાં લગભગ 1 ટકાનો ઘટાડો થશે અને આશરે 40,000 ટન જેટ ઈંધણની બચત થશે.
માંડવીયા અને રૂપાલા સુરતમાં સભા ગજવશે
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થવાને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે. કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવીયા અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલા સુરતના પાટીદાર પ્રભાવિત વિસ્તારોમાં પ્રચાર કરશે. માંડવીયા મોટા વરાછાના શિવધારા ચોકમાં સભા સંબોધશે. જ્યારે રૂપાલા ધરમનગર રોડ સ્થિતિ જલક્રાંતિ મેદાનમાં બે અલગ અલગ સભા સંબોધશે.
અમદાવાદના લાંભામાં નામ લીધા વગર વિપક્ષ પર વરસ્યા હર્ષ સંઘવી
રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ગઈકાલે અમદાવાદના લાંભા વિસ્તારમાં જાહેર સભા દરમિયાન હર્ષ સંઘવીએ વિપક્ષ પર નામ લીધા વગર તીખા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે તોડફોડ કરતી ગેંગ કોની સાથે સંકળાયેલી છે તે લોકો પોતે તપાસી લે અને આવી ટોળકી ભાજપનો વિરોધ કરે તે સ્વાભાવિક છે. તેમણે વધુમાં ઉમેર્યું કે જો ભાજપના ઉમેદવારો કોર્પોરેટર બનશે તો આવી ટોળકીનો ધંધો બંધ થઈ જશે. હર્ષ સંઘવીએ જનતાને આ ટોળકીનો હિસાબ કરવાની અપીલ કરી અને જણાવ્યું કે જો તમારું ઘર સલામત રાખવું હોય અને આવી ટોળકી તોડફોડ કરવા ન આવે, તો ભાજપના ઉમેદવારોને મત આપવો જરૂરી છે.
ટ્રમ્પે ઈરાન સાથે સીઝફાયર લંબાવવાની કરી જાહેરાત
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે સીઝફાયર લંબાવવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે આ પગલું વર્તમાન સીઝફાયર પૂર્ણ થવાના થોડા કલાકો પહેલા પાકિસ્તાનની વિનંતી પર ઉઠાવ્યું છે. તેમણે કહ્યું કે તેઓ ઈરાન તરફથી કોઈ પ્રસ્તાવ ન મળે ત્યાં સુધી યુદ્ધવિરામ આગળ વધારી રહ્યા છે. આનાથી યુદ્ધ હાલ પૂરતું ટળી ગયું છે.