Tue Jul 28 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 2 May 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-05-02 08:30:00
Author: Mumbai samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-05-02 22:35:04

પશ્ચિમ બંગાળની ફાલતા બેઠકનું મતદાન રદ, 21 મેના રોજ ફરી મતદાન

પશ્ચિમ બંગાળમાં  ફાલતા વિધાનસભા બેઠક મુદ્દે ચાલી રહેલા વિવાદ મુદ્દે ચૂંટણી પંચે મોટો નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે આ વિધાનસભા બેઠક માટે મતદાન રદ કર્યું છે. તેમજ  તમામ 285 મતદાન મથકો પર 21 મેના રોજ ફરીથી મતદાનનો આદેશ આપ્યો છે.  આ બેઠકના પરિણામો 24 મેના રોજ જાહેર કરવામાં આવશે.

2026-05-02 20:55:33

દિલ્હીના સફદરજંગમાં ન્યાયાધીશે આત્મહત્યા કરી

દિલ્હીમાં એક ન્યાયાધીશે આત્મહત્યા કરી લીધી છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સફદરજંગ વિસ્તારના રહેવાસી ન્યાયાધીશે પોતાના ઘરે ફાંસી લગાવીને પોતાનું જીવન ટુકાવ્યું હતું. મૃતક ન્યાયાધીશની ઓળખ અમન કુમાર શર્મા તરીકે થઈ છે. તેમની ઉંમર 35 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે.

2026-05-02 20:00:09

રાહુલ ગાંધીને સુલતાનપુર માનહાનિ કેસમાં રાહત, વોઇસ સેમ્પલની અરજી ફગાવી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સુલતાનપુર માનહાનિ કેસમાં રાહત મળી છે. જેમાં એમપી- એમએલએ કોર્ટે રાહુલ ગાંધીના વોઇસ સેમ્પલની તપાસ કરવાની અરજી ફગાવી દીધી છે. જેના લીધે આ કેસમાં હવે તેમના વોઇસ સેમ્પલ લેવામાં નહિ આવે.

2026-05-02 18:43:07

પશ્ચિમ બંગાળમાં  મતગણતરી માટે ચૂંટણી પંચ સજ્જ, 242  નવા નિરીક્ષકો તૈનાત

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી  4 મેના રોજ હાથ ધરાશે. જેની માટે ચૂંટણી પંચે વ્યાપક વ્યવસ્થા કરી છે. જેના પગલે ચૂંટણી પંચે 242  નવા નિરીક્ષકોને તૈનાત કરવામાં આવ્યા છે. જેમાં 165  મતગણતરી નિરીક્ષકો અને 77  પોલીસ નિરીક્ષકોનો સમાવેશ થાય છે.

2026-05-02 17:05:15

વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી શરૂ કરશે મોદી તત્વ નામનો નવો કોર્સ

ગુજરાતની વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી એક નવો અભ્યાસક્રમ શરૂ કરશે. આ યુનિવર્સિટીમાં સમાજશાસ્ત્રના અભ્યાસક્રમમાં મોદી તત્વ નામનું નવું મોડયુલ સામેલ કર્યું છે. આ અભ્યાસક્રમમાં  રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના ઇતિહાસ અને સામાજિક યોગદાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જેના થકી વિદ્યાર્થીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  નેતૃત્વ અને સમાજ પર તેની અસરનો વૈજ્ઞાનિક અભ્યાસ કરશે.

2026-05-02 16:06:06

છત્તીસગઢના કાંકેરમાં નક્સલ વિરોધી અભિયાનમાં આઇઇડી બ્લાસ્ટ, ત્રણ જવાન ઘાયલ

દેશભરના નક્સલ વિરોધી અભિયાન સતત ચાલી રહ્યું છે. જેમાં છત્તીસગઢના કાંકેર જિલ્લામાં નક્સલ વિરોધી કાર્યવાહી દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં આઇઇડી નિષ્ક્રિય કરવાનો પ્રયાસ કરતી વખતે વિસ્ફોટમાં ડીઆરજીના ત્રણ જવાનો ઘાયલ થયા છે. જ્યારે ઘાયલ જવાનોને તાત્કાલિક જંગલની બહાર કાઢીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

2026-05-02 15:30:04

પશ્ચિમ બંગાળ ચૂંટણીની મતગણતરી પૂર્વે ફાલ્ટામાં વિવાદ, ભારે સુરક્ષાદળ તૈનાત

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીની મતગણતરી પૂર્વે રાજકીય ધમાસાણ શરૂ થયું છે. જેમાં દક્ષિણ- 24 પરગણા જિલ્લાના ફાલ્ટામાં સ્થાનિક લોકોએ વિરોધ પ્રદર્શન કરતા તણાવ વધ્યો છે. જેમાં લોકોએ આરોપ લગાવ્યો હતો કે  તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો તેમને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જેના પગલે આ વિસ્તારમાં કડક સુરક્ષા બંદોબસ્ત 
 

2026-05-02 14:15:43

પશ્ચિમ બંગાળ પુનમતદાન: બપોરે 1 વાગ્યા સુધી કેટલું થયું વોટિંગ

પશ્ચિમ બંગાળના બે મતવિસ્તારોના 15 મતદાન મથકો પર પુનઃમતદાન થઈ રહ્યું છે. 29 એપ્રિલના રોજ રાજ્ય વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા દરમિયાન મતોમાં ગેરરીતિની અનેક ફરિયાદો મળી હતી. જે બાદ આજે પુનઃમતદાન થઈ રહ્યું છે.  બપોરે 1 વાગ્યા સુધી ડાયમંડ હાર્બરમાં 54.9 ટકા અને મગરાહટ પશ્ચિમમાં 54.9 ટકા મતદાન નોંધાયું છે.

2026-05-02 11:15:35

વડોદરાની ગોત્રી હોસ્પિટલની બેદરકારી ફરી આવી સામે

વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ફરી એકવાર ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો હતો. હોસ્પિટલમાં એક દર્દીને ભૂલથી અન્ય દર્દીના બ્લડ ગ્રુપની લોહીની બોટલ ચડાવી દેવામાં આવી હતી. તરત જ ભૂલનો ખ્યાલ આવતા જરૂરી સારવાર આપવામાં આવી હતી. જેના કારણે દર્દીનો જીવ બચી ગયો હતો.  એક સાથે બે દર્દીઓ માટે લોહી મગાવવામાં આવ્યું હતું, જેના કારણે આ ગડબડ સર્જાઈ હોવાનું માનવામાં આવે છે.

2026-05-02 09:56:12

ટ્રમ્પ સરકારે જર્મનીમાંથી 5,000 સૈનિકો પાછા ખેંચવાનો લીધો નિર્ણય


અમેરિકી સંરક્ષણ વિભાગ 'પેન્ટાગોન' દ્વારા જર્મનીમાંથી પોતાના 5,000 સૈનિકોને પાછા બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે ઈરાન સામે યુદ્ધ કરવા બદલ અમેરિકાની આકરી ટીકા કરી હતી અને તેની રણનીતિ પર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે ઈરાન સામે અમેરિકાએ અપમાનનો સામનો કરવો પડ્યો છે. જે બાદ અમેરિકાએ આ પગલું ભર્યું છે.

2026-05-02 08:31:22

પશ્ચિમ બંગાળમાં 15 મતદાન મથકો પર પુનઃમતદાન

પશ્ચિમ બંગાળના બે મતવિસ્તારોના 15 મતદાન મથકો પર પુનઃમતદાન શરૂ થઈ ગયું છે, લોકો મોટી સંખ્યામાં મતદાન મથકો પર પહોંચવા લાગ્યા છે. 29 એપ્રિલના રોજ રાજ્ય વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કા દરમિયાન મતોમાં ગેરરીતિની અનેક ફરિયાદો મળી હતી. જે બાદ આજે પુનઃમતદાન થઈ રહ્યું છે.

2026-05-02 08:31:12

અમદાવાદમાં આજે ભાજપની સેન્સ પ્રક્રિયા

આજે અમદાવાદમાં ભાજપની સેન્સ પ્રક્રિયા યોજાશે. જેમાં પ્રધાન ઋષિકેશ પટેલ  ઉપસ્થિતિ રહેશે. મેયર, ડે મેયર , પક્ષ નેતા , દંડક માટે  સેન્સ લેવાશે. સાંસદ, ધારાસભ્ય, સંગઠન હોદ્દેદારો માટે સેન્સ લેવાયા બાદ શહેર પ્રમુખ સાથે  સંકલન થશે.સંકલન બાદ દરેક હોદ્દા માટે 3 નામની પેનલ તૈયાર થશે. જે બાદપાર્લામેન્ટ્રી બોર્ડમાં નામો પર આખરી મહોર લાગશે.