બિકાનેર: ભારત અને અમેરિકી સૈન્ય દળો વચ્ચે બુધવારથી રાજસ્થાનના બિકાનેરમાં યુદ્ધ અભ્યાસનો પ્રારંભ થયો છે. મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ ખાતે ભારતીય સેનાના AH-64E અપાચે હેલિકોપ્ટર ભારતીય તથા અમેરિકી સૈનિકોની સાથે સંકલિત ઓપરેશનલ કવાયતમાં ભાગ લઈ રહ્યા છે. આ યુદ્ધાભ્યાસ નો એક વિડીયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં અપાચે એટેક હેલિકોપ્ટર દ્વારા હવામાંથી જમીન પર લક્ષ્ય પર સચોટ નિશાન લગાવવામાં આવી રહ્યું છે.
હેલિકોપ્ટર દ્વારા જમીન પરના લક્ષ્યો નિશાન બનાવાયા
ભારત અને અમેરિકા વચ્ચેના સૈન્ય અભ્યાસનો એક વીડિયો પ્રકાશમાંઆવ્યો છે. જેમાં હેલિકોપ્ટર દ્વારા જમીન પરના લક્ષ્યો નિશાન બનાવવામાં આવતા હતા. જ્યારે અન્ય એક વીડિયોમાં બે હેલિકોપ્ટર ઝડપથી આગળ વધીને લક્ષ્ય તરફ જઈ રહ્યા છે. આ અભ્યાસનો વધુ એક વીડિયો પણ છે જેમાં હેલિકોપ્ટરથી જમીન પરના લક્ષ્ય પર એટેક કરવામાં આવી રહ્યો છે.
🚁 अपाचे इन एक्शन | युद्ध अभ्यास 2026 🇮🇳🇺🇸
— Rohit (@Rohit6156585804) September 23, 2026
महाजन फील्ड फायरिंग रेंज में भारतीय सेना के AH-64E अपाचे हेलीकॉप्टरों ने भारत-अमेरिका संयुक्त सैन्य अभ्यास में हिस्सा लिया।#YudhAbhyas2026 #IndiaUS #IndianArmy #USArmy #Apache pic.twitter.com/iAVdWrWtcb
લશ્કરી કવાયત આયોજન અને યુદ્ધક્ષેત્રે પરસ્પર સંકલનમાં મદદરૂપ
આ લશ્કરી કવાયતો સંયુક્ત મિશનના આયોજન અને યુદ્ધક્ષેત્રે પરસ્પર સંકલન સાધવામાં મદદરૂપ થાય છે. તેમાં સંકલિત હિલચાલ અને સચોટ હુમલા પાર પાડવા જેવી કુશળતાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અપાચે હેલિકોપ્ટરનો ઉપયોગ સૈનિકોને વાસ્તવિક ઓપરેશનલ વાતાવરણમાં ભૂમિદળ અને એટેક એવિએશન વચ્ચે બહેતર સંકલનનો અભ્યાસ કરવાની તક પૂરી પાડે છે.