Tue Oct 13 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ: 20 Sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-09-20 07:42:00
Author: Mumbai Samachar Team
બ્રેકિંગ ન્યૂઝ: 20 Sep 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-09-20 22:14:40

કેરલમની કોટ્ટપ્પુઝા નદીમાં અચાનક પૂર, એક નું મોત સાત લોકો તણાયાની આશંકા

કેરલમના પૂક્કોટટુપદમમાં કોટ્ટપ્પુઝા નદીમાં અચાનક આવેલા પૂરમાં એક વ્યકિતનું મોત થયું છે. જ્યારે એક પ્રવાસી સહિત સાત લોકો તણાયા હોવાની માહિતી સાંપડી છે.

2026-09-20 21:24:27

છત્તીસગઢના બસ્તરમાંથી નક્સલીઓના ગુપ્ત સ્થળોથી મળ્યું 8 કિલો સોનું

છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બસ્તરમાં દરમિયાન સુરક્ષા દળોને નોંધપાત્ર સફળતા મળી છે. પોલીસના જણાવ્યા અનુસાર છેલ્લા બે વર્ષમાં નક્સલીઓના ગુપ્ત સ્થાનો અને જમીનની અંદર બનાવેલા સ્થળોમાંથી આઠ કિલો સોનું મળી આવ્યું છે. જેમાં મોટી માત્રાના સોનાના બિસ્કિટ મળી આવ્યા છે. આ ઉપરાંત એકે-47 જેવા હથિયારો પણ જપ્ત કરાયા છે.

2026-09-20 20:40:13

ટાટા સન્સના ચેરમેન એન. ચંદ્રશેખરનની પુનઃનિમણૂક મુદ્દે વિવાદ વકર્યો

ટાટા સન્સના ચેરમેન તરીકે એન. ચંદ્રશેખરનની પુનઃનિમણૂક મુદ્દે વિવાદ વકર્યો છે. જેમાં હવે ટાટા ટ્રસ્ટસ દ્વારા આ નિમણૂકને પડકારવામાં આવી છે. તેમજ કહ્યું છે કે આમાં  કંપનીના 'આર્ટિકલ્સ ઓફ એસોસિએશનનો ભંગ થયો છે. જેમાં  બંને નોમિની ડિરેક્ટરોનું સમર્થન અનિવાર્ય હતું.

2026-09-20 19:35:01

દિલ્હી SIR પ્રક્રિયામાં એલ.કે.અડવાણી, કેજરીવાલ અને કપિલ સિબ્બલને પણ નોટિસ

દેશની રાજધાની દિલ્હીમાં SIR પ્રક્રિયા અંતર્ગત ચાલી રહી છે. જેમાં ચૂંટણી પંચ દ્વારા વિગતોમાં  વિસંગતતાઓના લીધે સીનિયર રાજકારણીઓને નોટિસ આપવામાં આવી છે. દિલ્હીમાં કુલ 33 લાખ મતદારોને નોટિસ આપવામાં આવી છે. જેમાં પૂર્વ નાયબ વડાપ્રધાન એલ.કે. અડવાણી, દિલ્હીના પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલના નામ પણ છે.

2026-09-20 18:22:37

ઉત્તર કોરિયાએ 450 કિલોમીટર સુધી હુમલો કરતી મિસાઇલનું પરીક્ષણ કર્યું

અમેરિકાની ધમકીનો જવાબ આપવા અને પરમાણુ ક્ષમતા વિકસાવવા માટે ઉત્તર કોરિયાએ સમુદ્રમાં 450 કિલોમીટર સુધી હુમલો કરી શકે તેવી  મિસાઇલનું પરીક્ષણ કર્યું છે. જેના પગલે દક્ષિણ કોરિયાની ચિંતામાં વધારો થયો છે. તેમજ દક્ષિણ કોરિયાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદને આ મિસાઇલ પરીક્ષણોના મુદ્દા પર ધ્યાન આપવા અપીલ કરી છે.

2026-09-20 17:10:26

યોગી આદિત્યનાથે હામિદ અન્સારી અને  રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા,

ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે પૂર્વ રાષ્ટ્રપતિ હામિદ અન્સારીના નિવેદન અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પીએમ મોદીની કરેલી મિમિક્રી મુદ્દે આકરી ટિપ્પણી કરી છે. તેમણે હામિદ અન્સારીના નિવેદન અંગે જણાવ્યું જે બંધારણીય પદ પર રહીને આવા નિવેદન ના આપવા જોઇએ. તેમજ રાહુલ ગાંધીએ પીએમ મોદીની કરેલી મિમિક્રી અંગે જણાવ્યું કે માતૃ શકિતનું સન્માન થવું જોઇએ.

2026-09-20 16:35:19

પશ્ચિમ બંગાળમાં કુડમી આંદોલન સબંધી તમામ જૂના કેસો પરત  ખેંચવાની જાહેરાત

પશ્ચિમ બંગાળના સીએમ સુવેન્દુ અધિકારીએ કુડમી( કુડમી મહતો) સમુદાયના આંદોલન સંબંધિત તમામ જૂના કેસો પાછા ખેંચવાની જાહેરાત કરી છે. તેમજ સમુદાયના વિકાસ માટે રૂપિયા 50 કરોડની ફાળવણીની કરવાની જાહેરાત કરી છે.

2026-09-20 16:03:59

દિલ્હીના અલીપુરમાં  નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી, 6 લોકો  દટાયા હોવાની આશંકા

દિલ્હીના અલીપુર વિસ્તારમાં એક નિર્માણાધીન બિલ્ડિંગ ધરાશાયી થયાની માહિતી મળી છે. આ બિલ્ડિંગમાં કાર્ય ચાલી રહ્યું હતું. જેના  પગલે 6 લોકો કાટમાળમાં દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે, દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.

2026-09-20 15:09:49

યુક્રેને રશિયાની રાજધાની મોસ્કો પર 1000 ડ્રોનથી હુમલો કર્યો

રશિયા અને યુક્રેન વચ્ચે સતત યુદ્ધ ચાલી રહ્યું છે. જેમાં યુક્રેને રશિયા પર 1000 થી વધુ ડ્રોનથી હુમલો કર્યો છે. આ અંગે મળતી માહિતી મુજબ ડ્રોન હુમલાનો ટાર્ગેટ મોસ્કો હતું. જે રશિયાની રાજધાની પર થયેલા અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો ગણવામાં આવે છે.

2026-09-20 12:56:04

શેફાલીની ઇનિંગ્સના છેલ્લા બૉલે પ્રથમ સેન્ચુરી, ભારત જીતવાની તૈયારીમાં

જાપાનના નાગોયામાં એશિયન ગેમ્સની ટી-20 ટૂર્નામેન્ટમાં ભારતે બાંગ્લાદેશને જીતવા માટે 196 રનનો તોતિંગ લક્ષ્યાંક આપ્યો ત્યાર પછી બાંગ્લાદેશે નવ ઓવરમાં ફક્ત 48 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. એ પહેલાં, ભારતની ઇનિંગ્સના છેલ્લા બૉલ પર શેફાલી વર્મા (100 અણનમ, 49 બૉલ નવ છગ્ગા, ત્રણ ચોગ્ગા)એ આંતરરાષ્ટ્રીય ટી-20 ફોર્મેટમાં સેન્ચુરી પૂરી કરી હતી. બીજી ઓપનર સ્મૃતિ મંધાનાએ 37 રન અને કેપ્ટન હરમનપ્રીત કૌરે 40 રન બનાવ્યા હતા.

2026-09-20 11:46:05

મહીસાગર જિલ્લામાં નાયબ કલેક્ટરે સરપ્રાઈઝ ચેકિંગ કરીને ચોર પકડી

મહીસાગર જિલ્લામાં નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ નાણા સોનેલા વિસ્તારમાં આવેલા અર્બુદા બંગ્લોઝ ખાતે આકસ્મિક સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. આ તપાસ કરતા રૂ.12 લાખથી વધુની સ્ટેમ્પ ડ્યુટીની ગેરરીતિ પકડી પાડી હતી. મળી આવેલા દસ્તાવેજોમાં મિલકતોને બિનખેતી રહેઠાણના ખુલ્લા પ્લોટ તરીકે દર્શાવવામાં આવી હોવા છતાં સ્થળ પર બે માળનું બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. જેની સામે નાયબ ક્લેક્ટર કાયદેસરની કાર્યવાહી કરી છે. આ ઉપરાંત અમુક ગંભીર વિસંગતતા સામે આવી છે અને તંત્ર દ્વારા નોટિસો ફટકારી કાયદેસરની કાર્યવાહી કરાતા બિલ્ડરોની સામે પગલાં લેવાયા છે.

2026-09-20 09:49:30

સુરતમાં પાંડેસરા GIDCમાં ડાઈંગ મિલમાં આગ લાગી, કરોડોનો માલ સામાન બળીને ખાખ

સુરતમાં પાંડેસરા GIDCમાં ડાઈંગ મિલમાં આગ લાગી હોવાના સમાચાર મળી રહ્યા છે, જ્યાં કરોડોનો માલ સામાન બળીને ખાખ થઈ ગયો છે. પ્રિયાંશી ડાઈંગ મિલના સેન્ટર મશીનમાં આગ લાગી હોવાનું જાણવા મળે છે. સદનસીબે કર્મચારીઓએ સમયસૂચકતા વાપરીને જીવ બચાવીને બહાર દોડી ગયા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

2026-09-20 07:42:56

ભારદવી પૂનમના મેળાનો આજથી પ્રારંભ

ભાદરવી પૂનમના મેળાનો આજથી શુભારંભ થયો છે. આ મેળો 26 સપ્ટેમ્બર સુધી ચાલશે, પદયાત્રા કરીને અંબાજી સુધી જનારા ભક્તો માટે છેક અંબાજી સુધી તમામ પ્રકારની સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષાથી લઈને રોકાણ સુધીના આયોજન કરવામાં આવ્યા છે. આ માટે બનાસકાઠા જિલ્લા કલેક્ટર અને પોલીસ તંત્રએ ગઈકાલે તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો.  પોલીસે 63 સહાયતા કેન્દ્ર શરૂ કર્યા. જ્યારે સમગ્ર રૂટ પર મેડિકલ ટીમ પણ સેવા આપશે.