ગાંધીનગર: ગુજરાતમાં ખેડૂતો માટે ડિજિટલ વ્યવસ્થા ઉભી કરવામાં આવી રહી છે. જેમાં રાજયમાં અત્યાર સુધીમાં 63.35 લાખથી વધુ ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રીમાં નોંધણી કરાવી દીધી છે. આ પદ્ધતિ દ્વારા ખેડૂતોનાં જમીનનાં દસ્તાવેજોને ડિજિટલ વ્યવસ્થા સાથે સાંકળવાની પ્રક્રિયા સતત આગળ વધી રહી છે.
સેવાઓનો લાભ વધુ સરળતાથી મળશે
મહેસૂલ વિભાગનાં અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ એસ. રવિ એ જણાવ્યું કે, "આ વ્યવસ્થામાં ખેડૂતની આધાર આધારિત ઓળખને જમીનના રેકોર્ડ સાથે જોડવામાં આવે છે. ફાર્મર રજીસ્ટ્રી થકી ખેડૂતોને યુનિક ફાર્મર આઈડી આપવામાં આવે છે. આ ડિજિટલ ઓળખ દ્વારા ખેડૂતો હવે વિવિધ સરકારી કૃષિ યોજનાઓ અને સેવાઓનો લાભ વધુ સરળતાથી, ઝડપથી અને પારદર્શક રીતે મેળવી શકશે.
દસ્તાવેજો વારંવાર રજૂ કરવા પડતા હતા
કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું કે, છેલ્લા ઘણા વર્ષોથી વિવિધ સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોને પોતાની વ્યક્તિગત વિગતો, જમીન સંબંધિત માહિતી અને પાત્રતા અંગેના દસ્તાવેજો વારંવાર રજૂ કરવા પડતા હતા અને તેની ચકાસણી કરાવવાની જરૂર પડતી હતી.
ફાર્મર રજિસ્ટ્રીનો હેતુ વિવિધ કૃષિ યોજનાઓ અને સેવાઓ માટે ઉપયોગી થઈ શકે તેવી એક સામાન્ય ડિજિટલ ઓળખ ઊભી કરીને આ પ્રક્રિયામાં થતી એકની એક કામગીરીને ઘટાડવાનો છે.
भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष श्री @NitinNabin ने विभिन्न राज्यों के निम्नलिखित प्रदेश प्रभारियों और सह प्रभारियों की नियुक्तियां की है। ये नियुक्तियां तत्काल प्रभाव से लागू होंगी। https://t.co/S3as4bSf3q
— BJP (@BJP4India) September 23, 2026
જમીનના રેકોર્ડને ડિજિટલ રીતે એકીકૃત કરવામાં આવે
એકવાર ખેડૂતની નોંધણી અને મંજૂરી થઈ જાય ત્યારબાદ તેની ઓળખ અને જમીનના રેકોર્ડને ડિજિટલ રીતે એકીકૃત કરવામાં આવે છે, જેના કારણે એક વિશ્વસનીય ડિજિટલ પ્રોફાઇલ તૈયાર થાય છે. આ વ્યવસ્થા ખેડૂતની અરજીઓની પ્રક્રિયાને સરળ બનાવે છે, લાભાર્થીની ઓળખ અને ચકાસણીને વધુ સુવ્યવસ્થિત બનાવે છે તેમજ સરકારી સહાયની પહોંચમાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને ચોકસાઈ વધારે છે.
ફાર્મર આઈડીને એક એવા ડિજિટલ માધ્યમ તરીકે વિકસાવવાનો ઉદ્દેશ છે, જેના દ્વારા ખેડૂત એક જ ડિજિટલ ઓળખના માધ્યમથી વિવિધ સરકારી કૃષિ સેવાઓનો લાભ મેળવી શકે.
ખેડૂતો પોતાના મોબાઇલ ફોન અથવા સેવા કેન્દ્રોથી નોંધણી કરાવી શકે
ફાર્મર આઈડી માટેની નોંધણી પ્રક્રિયા સરળ અને ખેડૂતલક્ષી બનાવવામાં આવી છે. ખેડૂતો પોતાના મોબાઇલ ફોન દ્વારા અથવા સરકાર દ્વારા સમર્થિત સેવા કેન્દ્રોની મદદથી નોંધણી કરાવી શકે છે.
યુનિક ફાર્મર આઈડી જનરેટ કરવામાં આવે છે
આ પ્રક્રિયામાં આધાર ઓથેન્ટિકેશન કરવામાં આવે છે. સફળતાપૂર્વક આધારની ચકાસણી થયા બાદ ખેડૂત અને તેની જમીન સંબંધિત વિગતોની ચકાસણી કરવામાં આવે છે. ત્યારબાદ ખેડૂતની ઓળખને ચકાસાયેલા જમીન રેકોર્ડ સાથે સાંકળી યુનિક ફાર્મર આઈડી જનરેટ કરવામાં આવે છે.
નોંધણી થયા બાદ ખેડૂતો પોતાની વિગતો અને તેમની સાથે જોડાયેલા જમીનના રેકોર્ડ ઓનલાઈન જોઈ શકે છે. જો નોંધણી દરમિયાન કોઈ જમીનનો સર્વે નંબર રહી જાય, તો તેને બાદમાં અપડેટ ફાર્મર રિક્વેસ્ટ (UFR) સુવિધા દ્વારા ઉમેરવામાં આવી શકે છે. આથી પાત્ર ખેડૂતની તમામ જમીન યોગ્ય રીતે ફાર્મર રજિસ્ટ્રીમાં પ્રતિબિંબિત થાય તે સુનિશ્ચિત કરી શકાય છે.
ડિજિટલ વ્યવસ્થાઓ માટે માર્ગ મોકળો બનશે
આમાં ડિજિટલ ક્રોપ સર્વે, બિયારણ અને ખાતર જેવા કૃષિ ઇનપુટ્સ, સરકારી લાંબા ગાળે ખેડૂત, જમીન અને પાક સંબંધિત માહિતીનું એકીકરણ થતાં વ્યક્તિગત જરૂરિયાત અનુસાર કૃષિ સલાહ, AI આધારિત સેવાઓ અને નિર્ણય લેવામાં મદદરૂપ થતી ડિજિટલ વ્યવસ્થાઓ માટે માર્ગ મોકળો બનશે.
ડિજિટલ એગ્રીકલ્ચર મિશન શરૂ કર્યું છે
ભારત સરકારે કૃષિ ક્ષેત્રના ડિજિટલ પરિવર્તનને વેગ આપવા માટે ડિજિટલ એગ્રીકલ્ચર મિશન (DAM)શરૂ કર્યું છે. આ પહેલના ભાગરૂપે ફાર્મર રજિસ્ટ્રીને ખેડૂતોનો વિશ્વસનીય અને સંકલિત ડિજિટલ ડેટાબેઝ તરીકે તૈયાર કરવામાં આવી રહ્યો છે.