Thu Oct 08 2026

Logo

જૂના-જાણીતા ચહેરા લાવી રહ્યા છે નવો નક્કોર ક્રાઈમ શૉ, જાણો કયાં જોવા મળશે પહેલો એપિસોડ?

2026-09-23 11:10:00
Author: Mumbai Samachar Team
જૂના-જાણીતા ચહેરા લાવી રહ્યા છે નવો નક્કોર ક્રાઈમ શૉ, જાણો કયાં જોવા મળશે પહેલો એપિસોડ?

મુંબઈઃ ટીવી શૉની દુનિયામાં જ્યારે પણ પોપ્યુલર શૉની ગણતરી થાય છે ત્યારે CIDનું નામ અચૂક લેવામાં આવે છે. ટીવીની દુનિયામાં આ જે પણ આ શૉ ઘણો પોપ્યુલર છે. ક્રાઈમ થ્રિલર શૉમાં એક એવો ડ્રામા પણ હતો જેનાથી દર્શકોને એક મનોરંજન મળતું હતું. વર્ષ 2025ના ડિસેમ્બર મહિનામાં શૉ ની બીજી સીઝન બંધ થઈ ગઈ હતી. આ પછી ફેન્સ સતત એવી માગ કરી રહ્યા હતા કે, ત્રીજી સીઝનને શરૂ કરવામાં આવે. હાલ તો આ સીઝનને લઈ કોઈ ખાસ અપડેટ નથી પણ શૉના કેટલાક સ્ટાર્સ CIDથી દૂર રહીને એક નવો ક્રાઈમ શૉ લાવવાની તૈયારીમાં છે. આ નવા શૉને લઈને તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે. 

દયાની કંપનીની પહેલી રજૂઆત
શૉમાં દયાનું પાત્ર પ્લે કરનાર દયાનંદ શેટ્ટી પોતાની જ પ્રોડક્શન કંપની દ્વારા એક નવો શૉ લાવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમથી તે સતત આ નવા શૉને ડિઝાઈન કરવા માટે અને એના શુટિંગ માટે કામ કરી રહ્યો છે. જ્યારે તેણે આ નવા શૉ અંગે એલાન કર્યું તો CIDમાં અભિજીતનું પાત્ર પ્લે કરનાર આદિત્ય શ્રીવાસ્તવ, એસીપી પ્રદ્યુમન-શિવાજી સાટમ સાથે શરૂઆત કરવાની તૈયારી દર્શાવી હતી. હવે ફેન્સ આ નવા શૉને લઈને એક્ઝાઈટેડ છે. આ અંગેની ખાસ કોઈ જાણકારી સામે આવી નથી. પણ દયાએ આ નવા શૉનું નામ જાહેર કરી દીધું છે. પાપનાશમઃ નામનો શૉ 22 સપ્ટેમ્બરના રોજ એક વીડિયો સિરિઝ દ્વારા આવ્યો છે. જેમાં CIDના જ સ્ટાર એક નવા રંગરૂપમાં જોવા મળી રહ્યા છે. આ તમામ કલાકારોએ મળીને શૉનું નામ જાહેર કર્યું હતું. આ એક ક્રાઈમ શૉ જ છે પણ CIDથી ઘણો અલગ છે. શૉનું ફોર્મેટ પણ અલગ છે. શૉમાં બીજા કેટલાક પાત્રો પણ રોલ પ્લે કરી શકે છે. 

ક્યાં જોવા મળશે શૉ?
પંકજનો રોલ પ્લે કરનાર એક્ટર અજય નાગરથ પણ શૉમાં એક પાત્ર પ્લે કરી રહ્યા છે. આ શૉની રિલીઝ ડેટ તો સામે આવી નથી પણ નવો શૉ ટૂંક જ સમયમાં શરૂ થશે એ નક્કી છે. ડિસેમ્બર મહિનામાં આ શૉ શરૂ થાય એવી પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. હાલમાં શૉના પ્રોડક્શનનું કામ ચાલું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ શૉ યુટ્યુબ પર ઓનએર થશે અને તેના એપિસોડ વાઈસ એકએક કેસના વીડિયો તથા ઈન્વેસ્ટિગેશન જોવા મળશે. હાલમાં ક્યા કેસને પ્રાધાન્ય અપાશે એ અંગે ખાસ કોઈ વિગત સામે આવી નથી. આવનારા દિવસોમાં આ કલાકાર શૉનો કોઈ પ્રોમો આપીને નવી હિન્ટ આપી શકે છે.