Mon Oct 05 2026

Logo

ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી, કહ્યું સમજૂતી કરો નહીંતર સમાપ્ત કરી દઇશું

New York City   2026-09-22 22:17:26
Author: Chandrakant Kanoja
ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ધમકી આપી, કહ્યું સમજૂતી કરો નહીંતર સમાપ્ત કરી દઇશું

ન્યુયોર્ક: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આજે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં  સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે અમેરિકા પહેલાં કરતાં વધુ શક્તિશાળી બન્યું છે. તેમજ તેમણે  ઈરાનને સમાપ્ત કરવાની સીધી ધમકી પણ આપી હતી. 

મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના ભાષણ સાથે સામાન્ય ચર્ચાની શરૂઆત

સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસના ભાષણ સાથે સામાન્ય ચર્ચાની ઔપચારિક શરૂઆત થઈ હતી. ત્યાર બાદ બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુઈઝ ઈનાસિયો લુલા દા સિલ્વાનું સંબોધન થયું હતું. ત્યાર બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંબોધન કર્યું હતું. આ  મહાસભાના હોલમાં 193 દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા છે. 

રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધનો અંત લાવવો જોઇએ 

આ પૂર્વે  જ્યારે ટ્રમ્પ 81મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાગ લેવા માટે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલય પહોંચ્યા ત્યારે તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું, સંયુક્ત રાષ્ટ્રમાં આવવું મારા માટે સન્માનની વાત છે. આપણે આગળ વધી રહ્યા છીએ અને આપણો દેશ ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યો છે. રશિયાના રાષ્ટ્રપતિ પુતિન માટેના સંદેશ અંગે તેમણે કહ્યું, "યુદ્ધનો અંત લાવવો જોઇએ.