Sun Apr 19 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 19 April 2026 દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો

2026-04-19 08:28:53
Author: Mumbai Samachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.

Live Updates

2026-04-19 09:52:52

ધરમપુરમાં ST બસની બ્રેક ફેઈલ

વલસાડ જિલ્લાના ધરમપુરમાં ST બસની બ્રેક ફેઈલ,ધરમપુરથી ખપટિયા જતી બસની બ્રેક થઈ ફેઈલ થઈ હતી. બસ ચાલકની સમય સુચકતાથી મોટી દુર્ઘટના ટળી છે. બ્રેક ફેલ થતા બસમાં બેઠેલા મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. સમયસૂચકતાથી બસ પથ્થર સાથે અથડાવીને અટકાવી દેવામાં આવી હતી,19 મુસાફરો સહિત ચાલક અને કંડકટરનો જીવ બચ્યો છે.

2026-04-19 09:38:22

બારડોલી તાલુકા પંચાયતની અસ્તાન બેઠકના કોંગ્રેસના ઉમેદવારનું મૃત્યું

બારડોલી તાલુકા પંચાયતની અસ્તાન બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ રાઠોડની તબિયત લથડ્યા બાદ તેમનું મોત નીપજ્યું છે.છેલ્લા બે દિવસથી એમની સારવાર ચાલી રહી હતી. જેથી આ બેઠકની ચૂંટણી મોકુફ રહે તેવા સંજોગો ઊભા થયા છે. બે દિવસ પહેલા શુગર ઘટી જતા સુરતની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા એ પછી એમની સ્થિતિ નાજુક હતી. વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જોકે, સારવાર બાદ તેમનું મોત નીપજ્યું છે.

2026-04-19 09:23:59

ભારતીય જહાજો પર ફાયરિંગ બાદ ઈરાનનું ડેમેજ કંટ્રોલ

ઈરાનના ગાર્ડ દ્વારા ભારતીય જહાજો પર ફાયરિંગની ઘટના બાદ ભારતના વિદેશ મંત્રાલયે ઈરાનના રાજદૂતનો સંપર્ક કર્યો હતો. આ મામલે હવે ઈરાનના સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિ ડો. અબ્દુલ મજીદ હકીમ ઈલાહીએ દાવો કર્યો કે, તેમને આવી કોઈ ફાયરિંગની ઘટનાની જાણ નથી. ભારત અને ઈરાનના 5 હજાર વર્ષ જૂના સંબંધો રહ્યા છે. ભારતને હોર્મુઝ જળમાર્ગથી મોટો ફાયદો થયો છે, જોકે ભારતના વિદેશ મંત્રાલયે જહાજો અને નાવિકોની સુરક્ષા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં.  એવી કડક ચેતવણી આપતા આ પ્રતિક્રિયા સામે આવી છે.