Thu Mar 12 2026

Logo

બ્રેકિંગ ન્યૂઝ : 15 Feb 2026

3 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ કરો.

Live Updates

3 weeks ago

હાર્દિક, બુમરાહ, અક્ષર પછી કુલદીપ-તિલકે પણ હાથ સાફ કર્યા

કોલંબોમાં પાકિસ્તાનની ટીમને ભારતીય બોલર્સ એક પછી એક કરન્ટ આપી રહ્યા છે, કારણકે 176 રનના લક્ષ્યાંક સામે પાકિસ્તાને શરૂઆતથી વિકેટ ગુમાવતાં રહીને હવે પરાજયની દિશામાં દોટ મૂકી છે. હાર્દિકે શરૂઆતમાં એક તેમ જ પછીથી બુમરાહ અને અક્ષર પટેલે બે-બે વિકેટ લઈને પાકિસ્તાની ટીમને મુશ્કેલીમાં મૂકી દીધી ત્યાર પછી કુલદીપ યાદવ અને ટ્રમ્પ-કાર્ડ સમાન સ્પિનર તિલક વર્માએ પણ એક-એક વિકેટ લઈને પાકિસ્તાની ટીમને થપાટ મારી હતી. 14મી ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર 7/89 હતો અને એણે જીતવા 37 બૉલમાં 87 રન કરવાના બાકી હતા. ફહીમ અશરફ (સાત રન) અને શાહીન આફ્રિદી (બે રન) દાવમાં હતા.

3 weeks ago

ભારતે પણ પહેલી ઓવરમાં વિકેટ લીધી અને પછી આપ્યા બીજા બે ઝટકા

ભારતે 7.00 વાગ્યે વર્લ્ડ કપનો દિલધડક મુકાબલો શરૂ થયાની થોડી જ મિનિટોમાં (સલમાન આગાની પ્રથમ ઓવરના છઠ્ઠા બૉલ પર) વર્લ્ડ નંબર-વન બૅટ્સમૅન અભિષેક શર્માએ (0)ની વિકેટ ગુમાવી હતી, પરંતુ ભારતે એનો વળતો જવાબ આપ્યો. ભારતે પણ પહેલી જ ઓવરમાં પાકિસ્તાનના ઓપનરને પૅવિલિયનમાં મોકલી આપ્યો. હાર્દિક પંડ્યાના ચોથા જ બૉલમાં ઇન્ફૉર્મ ઓપનર સાહિબઝાદા ફરહાન (0) રિન્કુ સિંહના હાથમાં કૅચ આપી બેઠો હતો. થોડી વાર બાદ બીજો ઓપનર સઇમ અયુબ (છ રન) ટેસ્ટના વર્લ્ડ નંબર-વન બોલર બુમરાહના યૉર્કરમાં એલબીડબ્લ્યૂ થયો હતો. સઇમ પૅવિલિયનમાં પાછો જઈને માંડ સેટ થયો હશે ત્યાં તો કૅપ્ટન સલમાન આગાએ બુમરાહના બૉલમાં હાર્દિકને ઊંચો કૅચ આપી દીધો હતો. ટૂંકમાં, બુમરાહ અને હાર્દિકે પાકિસ્તાનને મુસીબતમાં મૂકી દીધું. 176 રનનો લક્ષ્યાંક પાકિસ્તાન માટે હવે પહાડ જેવો છે, કારણકે પાકિસ્તાન ત્રીજી ઓવરમાં 3/14ના સ્કોર સાથે પરાજયની દિશા તરફ જઈ રહ્યું છે.

3 weeks ago

ભારતે પાકિસ્તાનને 176 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો

કોલંબોમાં ભારતે પ્રથમ બૅટિંગ મળ્યા બાદ પાકિસ્તાનને જીતવા માટે 176 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો છે. ભારતે 20 ઓવરમાં સાત વિકેટે 175 રન બનાવ્યા હતા. ઇશાન કિશન (77 રન, 40 બૉલ, ત્રણ સિક્સર, દસ ફોર) પછી કોઈ પણ બૅટ્સમૅન લાંબી ઇનિંગ્સ નહોતો રમી શક્યો. અભિષેક અને હાર્દિકના શૂન્ય હતા. સૂર્યકુમારે 32 રન, શિવમ દુબેએ 27 રન અને તિલકે પચીસ રન કર્યા હતા. રિન્કુ સિંહ એક છગ્ગા અને એક ચોગ્ગાની મદદથી 11 રન બનાવીને અણનમ રહ્યો હતો. પાકિસ્તાની ટીમે સાત બોલર અજમાવ્યા હતા એમ છતાં ભારતને 150 રનની અંદર સીમિત રાખવામાં તેઓ નિષ્ફળ ગયા હતા. સૌથી વધુ ત્રણ વિકેટ લેનાર સઇમ અયુબ એક તબક્કે હૅટ-ટ્રિક પર હતો, પણ એમાં તેને સફળતા નહોતી મળી. હવે ભારતના ચડિયાતી બોલિંગ સામે પાકિસ્તાનની નબળી બૅટિંગની કસોટી થશે.

3 weeks ago

પીએમ મોદીએ કહ્યું દેશમાં રાજકીય સ્થિરતાના લીધે રોકાણકારોનો વિશ્વાસ વધ્યો

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સમાચાર એજન્સીને ઇન્ટરવ્યુ આપ્યો છે. જેમાં તેમણે જણાવ્યું છે કે દેશમાં રાજકીય સ્થિરતાએ રોકાણકારોનો વિશ્વાસ વધાર્યો છે અને મજબૂત ઉત્પાદન, સેવાઓ અને MSME ક્ષેત્રોને કારણે ભારત પોતાની શરતો પર 38 દેશો સાથે વેપાર કરારો કરવામાં સક્ષમ બન્યું છે.  તેમણે  ખાનગી ક્ષેત્રને સંશોધન અને વિકાસ અને ગુણવત્તામાં રોકાણ વધારવા વિનંતી કરી છે.

3 weeks ago

બાંગ્લાદેશમાં ચૂંટણી બાદ હિન્દુઓ પર ફરી હુમલા, પ્રાચીન કાલી મંદિરમાં મૂર્તિઓની તોડફોડ

બાંગ્લાદેશમાં ચૂંટણી બાદ હિન્દુઓ પર ફરી  હુમલા શરૂ થયા છે. જેમાં આ વખતે પ્રાચીન કાલી મંદિરમાં નિશાન બનાવવામાં આવ્યું છે. જે  મૂર્તિઓની તોડફોડ કરવામાં આવી છે.

3 weeks ago

અભિષેક સતત બીજી વર્લ્ડ કપ મૅચમાં ઝીરોમાં આઉટ, કૅપ્ટન સલમાનનો પ્લાન સફળ

ભારતને પ્રથમ બૅટિંગ આપ્યા બાદ પાકિસ્તાનના કૅપ્ટન અને ઑફ સ્પિનર સલમાન આગાએ પોતે પ્રથમ ઓવર કરીને ભારતીયોને ચોંકાવી દીધા હતા અને ઓવરના આખરી બૉલમાં અભિષેક શર્માની વિકેટ લઈને ગુપ્ત યોજના સફળ બનાવી હતી. અભિષેક મિડલ અને લેગ સ્ટમ્પ પર આવેલા બૉલમાં ઊંચો શૉટ મારવાના પ્રયાસમાં મિડ-ઑન પર શાહીન આફ્રિદીને કૅચ આપી બેઠો હતો. વર્લ્ડ કપમાં અભિષેકનો આ સતત બીજો ઝીરો હતો. જોકે ત્યાર બાદ ઇશાન કિશને આફ્રિદીના જ પહેલા ત્રણ બૉલમાં સિક્સર-ફોર સહિત કુલ 11 રન બનાવીને વળતો જવાબ આપી દીધો હતો. એ ઓવરમાં તિલકે પણ એક ચોગ્ગો ફટકાર્યો હતો અને આફ્રિદીની એ ઓવર 15 રન સાથે મોંઘી સાબિત થઈ હતી. ત્રણ ઓવરને અંતે ભારતનો સ્કોર 1/25 હતો. ઇશાન 20 રન અને તિલક પાંચ રને રમી રહ્યો હતો.

3 weeks ago

દિલ્હીના ત્રિપલ મર્ડર કેસમાં મોટો ખુલાસો, તાંત્રિકના ઘરમાંથી ત્રણ માળાઓ મળી

દિલ્હીના ત્રિપલ મર્ડર કેસમાં મોટો ખુલાસો થયો છે. આ હત્યા  કથિત તાંત્રિક વિધિ માટે કરવામાં આવી હોવાના પુરાવા મળ્યા છે. હત્યા કેસમાં ધરપકડ કરાયેલા તાંત્રિકે ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદમાં તેના ઘરના તંત્ર રૂમમાં ત્રણ માળા ચઢાવી હતી. ફિરોઝાબાદમાં તંત્ર ધ્યાન ખંડની દિવાલ પર દોરેલા ત્રણ પ્રતીકો પર માળા લટકતી મળી આવી હતી. આ  ઘરના ભાડૂઆતોએ જણાવ્યું હતું કે  કમરુદ્દીન હત્યાના એક અઠવાડિયા પહેલા ફિરોઝાબાદ આવ્યો હતો.

 

3 weeks ago

પહેલી વખત આંતરરાષ્ટ્રીય મૅચના સ્ટેડિયમની ફરતે મિલિટરી ચેકપૉઇન્ટ

કોલંબોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેના મહા જંગ માટે આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં અને એની આસપાસ કુલ મળીને 2,000 પોલીસ કર્મચારીઓ ગોઠવી દેવામાં આવ્યા છે તેમ જ આંતરરાષ્ટ્રીય મૅચમાં પહેલી જ વાર સ્ટેડિયમની ફરતે મિલિટરી ચેકપૉઇન્ટ રાખવામાં આવ્યા છે. બીજી રીતે કહીએ તો શ્રીલંકાના સૈનિકો સ્ટેડિયમમાં પ્રવેશનાર એકેએક વ્યક્તિ પર નજર રાખી રહી છે.

3 weeks ago

સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો મુદ્દો ફરી ગરમાયો , વિપક્ષે સરકાર પાસે માંગ્યો જવાબ

કેરળના સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશનો મુદ્દો ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. જેમાં  સુપ્રીમ કોર્ટમાં કેસની સુનાવણી પૂર્વે  આ મુદ્દે  રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જેમાં  વિપક્ષે સત્તાધારી LDF સરકાર પાસેથી સ્પષ્ટ વલણની માંગ કરી છે. વિપક્ષે સરકારને પૂછ્યું છે કે શું સરકાર મહિલાઓના પ્રવેશને સમર્થન આપશે કે કોર્ટમાં પોતાનું અગાઉનું સોગંદનામું પાછું ખેંચશે.

3 weeks ago

ભારતીય ખેલાડીઓ પાકિસ્તાનના પ્લેયર્સ સાથે હાથ નહીં મિલાવે

દુબઈના એશિયા કપ બાદ હવે કોલંબોમાં ટી-20 વર્લ્ડ કપની મૅચ વખતે પણ સૂર્યકુમાર યાદવના નેતૃત્વમાં ભારતીય ખેલાડીઓ દુશ્મન-દેશ પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાની પરંપરા ચાલુ રાખશે એવું આધારભૂત સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. ગયા વર્ષથી ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાનના પ્લેયર્સ સાથે આ અભિગમ જાળવી રાખ્યો છે જેનાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પોતાના દેશનું અપમાન થઈ રહ્યું હોવાનું દુનિયાભરને કહે છે, પરંતુ ગયા એપ્રિલમાં કાશ્મીરના પહલગામમાં પાકિસ્તાને આતંકવાદીઓને મોકલીને હિન્દુ પુરુષોની તેમના પરિવારજનોની નજર સામે જે હત્યા કરી હતી એ આઘાતજનક ઘટના તેમ જ ત્યાર પછીના યુદ્ધને નજર સમક્ષ રાખીને દેશદાઝ ધરાવતા ભારતીય ક્રિકેટરો ભારત સરકાર તથા બીસીસીઆઇની સૂચનાને અનુસરીને દરેક મૅચ વખતે પાકિસ્તાનીઓ સાથે હાથ મિલાવવાનું ટાળે છે.

3 weeks ago

કોલંબોમાં વાદળિયું હવામાન, પણ વરસાદની સંભાવના ઘટી

ભારત અને પાકિસ્તાન વચ્ચેની બહુચર્ચિત મૅચ શરૂ થવાને લગભગ એક કલાક બાકી છે ત્યારે કરોડો ક્રિકેટપ્રેમીઓની નજર કોલંબોના હવામાન પર છે, કારણકે વરસાદ પડવાની આગાહીએ બધાને ચિંતામાં મૂકી દીધા છે. સાંજે સાત વાગ્યા સુધીમાં કોલંબોમાં વરસાદ પડી શકે એવી 50થી 70 ટકા સંભાવના વચ્ચે અહેવાલ મળ્યો છે કે કોલંબોમાં આર. પ્રેમદાસા સ્ટેડિયમ ઉપરના આકાશમાં વાદળો છવાઈ ગયા છે, પરંતુ વરસાદ ન પડ્યો હોવાથી સ્ટેડિયમમાં પ્રવેશી રહેલા પ્રેક્ષકો ખુશ છે. મેદાનની પિચ તેમ જ આસપાસના ભાગને કવરથી સંપૂર્ણપણે ઢાંકી દેવામાં આવ્યો છે. સાંજે 6.30 વાગ્યે ટૉસ થશે અને 7.00 વાગ્યે પહેલો બૉલ ફેંકવામાં આવશે.

3 weeks ago

બાંગ્લાદેશમાં પીએમ તારિક રહેમાનના શપથ ગ્રહણમાં લોકસભા સ્પીકર ઓમ બિરલા હાજર રહેશે

ભારતના પાડોશી બાંગ્લાદેશમાં બીએનપીની સરકાર રચનાની તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. જેમાં તારિક રહેમાન વડાપ્રધાન તરીકે શપથ લેશે. આ શપથગ્રહણ સમારોહમાં અન્ય દેશના વડાઓ અને પ્રતિનિધીઓ હાજર રહેશે. જેમાં ભારત તરફથી લોકસભા સ્પીકર ઓમ બિરલા પ્રતિનિધિત્વ કરશે.

3 weeks ago

કર્ણાટકના માંડયામાં કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ, બે કામદારના મોત

કર્ણાટકના માંડયામાં  એક કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં બે કામદારના મોત થયા છે. જ્યારે ચાર અન્ય ઘાયલ થવાના અહેવાલ છે. આ દુર્ઘટના ગેસ લીકેજના લીધે થઇ હોવાની પ્રાથમિક માહિતી સાંપડી છે.

3 weeks ago

મધ્ય પ્રદેશના સીએમ મોહન યાદવના હેલીકોપ્ટરે ઉડતા જ સંતુલન ગુમાવ્યું, મોટી દુર્ઘટના ટળી

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવના ખંડવા પ્રવાસ દરમિયાન તેમના હેલીકોપ્ટરે ઉડતા જ સંતુલન ગુમાવ્યું હતું   જેના લીધે સીએમ સહિત આસપાસના લોકોના જીવ તાળવે ચોંટયા હતા. જોકે, થોડી જ મિનીટમાં હેલીકોપ્ટરે સંતુલન પુન મેળવી લેતા મોટી દુર્ઘટના ટળી હતી.

3 weeks ago

ભારત સામે મહિલા ટી-20નું નંબર-વન ઑસ્ટ્રેલિયા 133 રનમાં ઑલઆઉટ

સિડનીમાં મહિલાઓની ટી-20ના નંબર-વન ઑસ્ટ્રેલિયાને ભારતીય મહિલા ટીમે આજે અહીં સિરીઝની પ્રથમ મૅચમાં માત્ર 133 રનમાં આઉટ કરી દીધા બાદ સાવચેતીપૂર્વક દાવની શરૂઆત કરી હતી. પહેલી બે ઓવરમાં ભારતે 13 રનમાં વિકેટ નહોતી ગુમાવી. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્મા અનુક્રમે પાંચ રન અને નવ રન પર રમી રહી હતી. એ પહેલાં, ઑસ્ટ્રેલિયાની એક પણ બૅટર 30 રનનો આંકડો પાર નહોતી કરી શકી. જ્યોર્જિયા વેરમના 30 રન ટીમમાં હાઇએસ્ટ હતા. રાઇટ-આર્મ પેસ બોલર અરુંધતી રેડ્ડીએ બાવીસ રનમાં ચાર વિકેટ, રેણુકા ઠાકુરે 14 રનમાં બે વિકેટ અને શ્રી ચરનીએ પણ 14 રનમાં બે વિકેટ લીધી હતી.

3 weeks ago

મહાશિવરાત્રીએ શુભ મુહૂર્ત નક્કી કરાયું, બાબા કેદારનાથ ધામના કપાટ 22 એપ્રિલે ખુલશે

મહાશિવરાત્રીના અવસરે, બાબા કેદારનાથના શિયાળુ સ્થાન ઓમકારેશ્વર મંદિરમાં પરંપરાગત પ્રાર્થના પછી પંચાંગનો ઉપયોગ કરીને કપાટ ખોલવાનું  શુભ મુહૂર્ત નક્કી કરાયું કરવામાં આવ્યું છે. આ શુભ સમય અનુસાર  કેદારનાથ ધામના કપાટ 22 એપ્રિલે ખુલશે.

3 weeks ago

અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં ફાયરિંગથી ચકચાર

અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં પ્રેમ પ્રકરણની અદાવતમાં ફાયરિંગની ઘટના સામે આવી છે. અંગત અદાવત રાખીને આરોપીઓએ એક યુવક પર બે રાઉન્ડ ફાયરિંગ કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.

3 weeks ago

મારો ભાઈ ચોગ્ગા-છગ્ગા ફટકારી ભારતને જીતાડે તેવી ઈચ્છાઃ રિંકુ સિંહની બહેન

ભારત અને પાકિસ્તાન વચ્ચેના T20 વર્લ્ડકપ મુકાબલા વિશે ભારતીય ક્રિકેટર રિંકુ સિંહની બહેન નેહા સિંહે જણાવ્યું હતું કે, હું ઈચ્છું છું કે મારો ભાઈ આજે ચોગ્ગા અને છગ્ગા ફટકારીને ભારતીય ટીમને મેચ જીતાડે. તે આ જ રીતે રમતો રહે અને પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન આપતો રહે. આખી ભારતીય ટીમ પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરશે.
 

3 weeks ago

ગાંધીનગરમાં નાગરિક પુરવઠા વિભાગના વિવિધ પ્રકલ્પોનો અમિત શાહે શુભારંભ કરાવ્યો

કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે મહાત્મા મંદિરમાં સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) આધારિત પારદર્શક, આધુનિક અને સરળ જાહેર વિતરણ વ્યવસ્થા (PDS)ના શુભારંભ કરાવ્યો હતો. તેમણે કહ્યું, અનાજ એટીએમની પણ શરૂઆત કરવામાં આવી છે. લાભાર્થીઓને પૂરતું અનાજ મળી રહેશે. સિસ્ટમ સંપૂર્ણ પારદર્શક હશે.

3 weeks ago

મહારાષ્ટ્રમાં ATSના અનેક જગ્યાએ દરોડા

મહારાષ્ટ્રમાં ATS એ મોટી કાર્યવાહી કરી છે. 21 સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. હાલ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

3 weeks ago

ભારત-પાકિસ્તાન મેચમાં 10 હજાર કરોડથી વધુનો સટ્ટો રમાશે

ટી20 વર્લ્ડ કપમાં આજે એશિયાને બે કટ્ટર હરિફ ભારત-પાકિસ્તાનની કોલંબોમાં ટક્કર થશે. એક અંદાજ મુજબ આ મેચ પર આશરે 10 હજાર કરોડથી વધુનો સટ્ટો રમાશે. જેમાં પાવર પ્લે, એવરેજ રન પ્રતિ ઓવર, ક્રિકેટરોના પ્રદર્શન, ટોસ સામેલ છે. આ મેચને લઈને લઈ દુનિયાભરના બુકીઓ મેદાનમાં આવ્યા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

3 weeks ago

સોમનાથમાં ભક્તોનું ઘોડાપૂર

દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ સોમનાથ મહાદેવને શીશ નમાવવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. મહાશિવરાત્રિ પર જય સોમનાથ અને હર હર મહાદેવના નારા સાથે સોમનાથની પવિત્ર ભૂમિ શિવમય બની છે. ભક્તોની આસ્થાને ધ્યાનમાં રાખીને સોમનાથ મંદિરના દ્વાર સતત 42 કલાક સુધી દર્શન માટે ખુલ્લા રાખવાનો નિર્ણય લેવાયો છે, જે 16 ફેબ્રુઆરીની વહેલી સવારની આરતી સાથે સંપન્ન થશે.

https://x.com/Somnath_Temple/status/2022806666623025486

3 weeks ago

દેશના 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

ગુજરાતમાંથી શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં જ રાજ્યના તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે. માર્ચની શરૂઆતથી જ ઉનાળાની કાળઝાળ ગરમીનો અનુભવ થશે. અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી માવઠાની આગાહી કરી છે. બીજી તરફ દક્ષિણ અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતાં અસહ્ય બફારો અનુભવાશે. બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને 19 ફેબ્રુઆરી સુધી દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે. બદલાતા ઋતુચક્રને લીધે દેશના વિવિધ ભાગોમાં કુદરતનો બેવડો મિજાજ જોવા મળશે.
 

IMD Weather Warning !

Under the influence of a fresh Western Disturbance, isolated rainfall/snowfall is likely over the Western Himalayan region and isolated rainfall/thundershower over plains of northwest India on 17th & 18th February 2026.

Stay alert and follow official… pic.twitter.com/nDldoUqWPV

— India Meteorological Department (@Indiametdept) February 14, 2026
3 weeks ago

દેશના 11 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

ગુજરાતમાંથી શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે. ફેબ્રુઆરીના અંત સુધીમાં જ રાજ્યના તાપમાનમાં નોંધપાત્ર વધારો થશે. માર્ચની શરૂઆતથી જ ઉનાળાની કાળઝાળ ગરમીનો અનુભવ થશે. અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી માવઠાની આગાહી કરી છે. બીજી તરફ દક્ષિણ અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતાં અસહ્ય બફારો અનુભવાશે. બંગાળની ખાડીમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનને પગલે દરિયામાં ભારે પવન ફૂંકાવાની શક્યતા હોવાથી માછીમારોને 19 ફેબ્રુઆરી સુધી દરિયો ન ખેડવા કડક સૂચના આપવામાં આવી છે. બદલાતા ઋતુચક્રને લીધે દેશના વિવિધ ભાગોમાં કુદરતનો બેવડો મિજાજ જોવા મળશે.

IMD Weather Warning !

Under the influence of a fresh Western Disturbance, isolated rainfall/snowfall is likely over the Western Himalayan region and isolated rainfall/thundershower over plains of northwest India on 17th & 18th February 2026.

Stay alert and follow official… pic.twitter.com/nDldoUqWPV

— India Meteorological Department (@Indiametdept) February 14, 2026
3 weeks ago

અમેરિકામાં ગુમ થયેલા ભારતીય વિદ્યાર્થીનો મૃતદેહ મળ્યો

અમેરિકામાં ગુમ થયેલા ભારતીય વિદ્યાર્તી સાકેત શ્રીનિવાસૈયાનો મૃતદેહ મળી આવ્યો હોવાની કોન્સ્યુલેટ દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી. કોન્સ્યુલેટે કહ્યું,આ અત્યંત મુશ્કેલ સમયમાં અમે તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ. કોન્સ્યુલેટ પરિવારને તમામ જરૂરી સહાય પૂરી પાડવા માટે તૈયાર છે, જેમાં સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલન અને પાર્થિવ દેહને વહેલી તકે ભારત પરત લાવવાની વ્યવસ્થાનો સમાવેશ થાય છે.

3 weeks ago

હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા રાજ્યના શિવાલયો

મહાશિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે વહેલી સવારથી જ ગુજરાતના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા. શ્રદ્ધાળુઓએ વહેલી સવારથી જ શિવાલયોમાં લાઈન લગાવી હતી.