દેશ-વિદેશના તમામ લેટેસ્ટ અને બ્રેકિંગ સમાચારો માટે અહીં અપડેટ રહો. રાજકારણ, વેપાર, રમતગમત, મનોરંજન અને ટેકનોલોજી સહિતના તમામ ક્ષેત્રની ઝડપી અને સચોટ માહિતી માટે અહીં અપડેટ રહો.
Live Updates
બિરેન વૈષ્ણવે ગુજરાતના લોકાયુક્ત તરીકે શપથ લીધા
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતેગાંધીનગર સ્થિત લોકભવન ખાતે સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ બિરેન વૈષ્ણવને ગુજરાત રાજ્યના લોકાયુક્ત તરીકેના શપથ લેવડાવ્યા હતા. આ શપથવિધિ સમારોહમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવી, પ્રધાન મંડળના સભ્યો તેમજ વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુપ્રીમ કોર્ટ પહોંચ્યું FAIMA, પૂર્વ જજની અધ્યક્ષતાવાળી સમિતિ પાસે રિ-એક્ઝામની માંગ
નીટ યુજી પરીક્ષા રદ થયા બાદ ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA) એ સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. તેમણે માંગ કરી છે કે નીટ અંડર ગ્રેજ્યુએટની રી-એક્ઝામ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજની દેખરેખ હેઠળ બનેલી સમિતિના નેતૃત્વમાં કરાવવામાં આવે.
મંદિર હોય કે મસ્જિદ જોરથી નહીં વાગે લાઉડસ્પીકરઃ શુભેન્દુનો આદેશ
પશ્ચિમ બંગાળમાં સત્તા પરિવર્તનની સાથે જ લાઉડસ્પીકરના નિયમો અંગે નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવી છે. શુભેન્દુ અધિકારીએ સરકારે પોલીસ વિભાગને નિર્દેશ આપ્યો છે કે કોઈ પણ ધાર્મિક સ્થળ, પૂજા કે જાહેર કાર્યક્રમોમાં હાઈકોર્ટના માપદંડોનું ઉલ્લંઘન સહન કરવામાં આવશે નહીં.
મીડિયા પર લાલઘૂમ થયા ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા પર નિશાન સાધતા કહ્યું કે, મીડિયા યુદ્ધમાં ઈરાનને ખોટી દિશા આપી રહ્યું છે અને તેની મદદ કરી રહ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે ઈરાનની આર્મી, નેવી અને એરફોર્સ સંપૂર્ણપણે નબળી પડી ગઈ છે અને અમેરિકા કોઈપણ સંજોગોમાં આ યુદ્ધ જીતશે.