Wed Sep 09 2026

Logo

બોલિવૂડની આ જાણીતી એક્ટ્રેસની માતાનું થયું નિધન

2026-04-08 11:48:00
Author: Mayur Patel
બોલિવૂડની આ જાણીતી એક્ટ્રેસની માતાનું થયું નિધન

મુંબઈઃ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે સતત માઠા સમાચાર આવી રહ્યા છે. મંગળવારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયાબેન એટલે કે દિશા વાકાણીના પિતાનું નિધન થયું હતું. જે બાદ વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. એક્ટ્રેસ ઝરીન ખાનની માતા પરવીન ખાનનું બુધવારે સવાર નિધન થયું હતું. તેઓ લાંબા સમયથી બીમાર હતા. ઓક્ટોબર 2025માં તેમને બે વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જે બાદ તેમની તબિયતમાં સુધારો થયો નહોતો.

ઝરીન ખાનની ટીમે નિવેદન જાહેર કરીને કહ્યું, ઝરીન અને સના ખાનની માતા પરવીન ખાનનું નિધન થયું છે. તેમના અંતિમ સંસ્કાર વર્સોવા મુસ્લિમ કબ્રસ્તાનમાં કરવામાં આવશે. ઝરીન ખાન લાંબા સમયથી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેની માતાના સ્વાસ્થ્ય અંગે જાણકારી આપતી હતી. તેણે ફેંસને માતાના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવા કહ્યું હતું. ઝરીન ખાનના માતાના નિધન પર બોલિવૂડ સ્ટાર્સ શોક વ્યક્ત કરી રહ્યા છે.

ઝરીન ખાને ફિલ્મ વીરથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેણે સલમાન ખાન સાથે કામ કર્યું હતું. જોકે ફિલ્મ ફ્લોપ રહી હતી. જે બાદ ઝરીને કેટલીક ફિલ્મોમાં નજરે પડી હતી પરંતુ તેનાથી તેની કરિયરને વેગ મળ્યો નહોતો. ઘણા સમયથી કોઈ ફિલ્મમાં નજરે પડી નથી. તેણે ડાકા અને જટ્ટ જેમ્સ બોન્ડ જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું છે.  

આ ઉપરાંત રેડી, હાઉસફૂલ 2, હેટ સ્ટોરી 3, વીરપ્પન, વજહ તુમ હી હો, અક્સર 2 જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે. ઉપરાંત સાઉથની કેટલીક ફિલ્મોમાં પણ નજરે પડી છે. તે છેલ્લે 2021માં હમ ભી અકેલે તુમ ભી અકેલેમાં નજરે પડી હતી.