Fri May 29 2026

Logo

કરિશ્મા 42 વર્ષની ઉંમરે આપશે પહેલા બેબીને જન્મ, મમ્મીના કહેવા પર કરેલા છે ત્રણ-ત્રણ લગ્ન

2026-05-29 11:50:00
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ એક્ટ્રેસ કરિશ્મા તન્ના 42 વર્ષે મા બનવાની છે. લગ્નના ચાર વર્ષ બાદ તે પોતાના પ્રથમ સંતાનને વેલકમ કરવા માટે એક્ઝાઈટેડ છે. હાલમાં એમની ખુશી સાતમા આસમાને છે. કરિશ્માએ મુંબઈના જાણીતા બિઝનેસમેન વરૂણ બંગેરા સાથે વર્ષ 2022માં લગ્ન કર્યા હતા. પણ કરિશ્માના આ ત્રીજા લગ્ન છે. આ પહેલા બે લગ્ન તેમણે પોતાની માતાની મરજીથી કર્યા હતા. કરિશ્માએ એક ખાસ મુલાકાતમાં કહ્યું હતું કે, મેં પહેલા બે લગ્નમાં એક લગ્ન ઝાડ સાથે અને બીજા ભગવાન સાથે કર્યા હતા. કારણ કે એ માંગલિક છે અને મારી મમ્મી ગ્રહદશામાં ખૂબ જ વિશ્વાસ કરે છે. હું માંગલિક છું એટલા માટે મારે ઝાડ સાથે લગ્ન કરવા પડ્યા હતા.

બે-બે લગ્ન કર્યા
એક લગ્ન મેં પ્રભુ-ભગવાન સાથે કરેલા છે. આ બધુ હું કરી ચૂકી છું. આ બધુ કરવા પાછળનું અસલી કારણ શું હતું એ મને હજુ સુધી સમજાયું નથી. આ પછી મેં વરૂણ સાથે લગ્ન કર્યા હતા. મેં આવું એટલા માટે કર્યું કારણ કે મારી મમ્મી આવા બધામાં ખૂબ જ વિશ્વાસ કરે છે. મારી મમ્મી વારંવાર સાડાસાતી અંગે વાતચીત કરે છે. આ બધાનો અભ્યાસ કર્યા બાદ તેમણે મને લગ્ન કરી લેવા માટે કહ્યું હતું. હું માંગલિક છું એટલે મારા લગ્ન વ્યવસ્થિત થાય અને સંસાર સારો ચાલે એવું તે ઈચ્છે છે. આ બધા ઉપાય અને પ્રયોગ કર્યા પછી મને સારો પતિ મળ્યો છે એવું હું સ્પષ્ટપણે માનું છું. તાજેતરમાં કરિશ્માની બેબી શાવર સેરેમની થઈ હતી. આ પ્રસંગે પણ તે ભક્તિભાવથી પ્રભુ વિષ્ણુંની પૂજા કરતી જોવા મળી હતી.

અનેક ફિલ્મી પ્રોજેક્ટ કર્યા
કરિશ્મા સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે. સમયાંતરે તે નવા નવા ફોટો ફેન્સ સાથે શેર કરે છે. પોતાની પ્રેગ્નેનસીને લઈને પણ તેમણે ફોટોશૂટ કરાવ્યું હતું. જેના ફોટો તેમણે પોતાના ફેસબુક પર શૅર કર્યા હતા. 'દોસ્તી ફોરએવર' નામની ફિલ્મથી હિન્દી સિનેમામાં એન્ટ્રી કર્યા બાદ તેમણે ઘણા ફિલ્મી પ્રોજેક્ટ પર કામ કર્યું છે. એ પછી વર્ષ 2013માં આવેલી ફિલ્મ 'ગ્રાન્ડ મસ્તી'માં જોવા મળી હતી. ખાસ તો હંસલ મહેતાની વેબસીરિઝ 'સ્કૂપ'માં તેની દમદાર એક્ટિંગના વખાણ થયા હતા. એ પછી 'સંજૂ' જેવી ફિલ્મમાં પણ સારી એક્ટિંગ કરી હતી. હવે તે પોતાના બેબીની રાહ જોઈ રહી છે ત્યારે ફેન્સ એમને કોમેન્ટ કરીને શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.