(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મેટ્રો લાઈન પર ૨૭ સ્ટેશનના વિકાસ કરતા સમયે તેના ૫૦૦ મીટર પરિસરના વિકાસ કર્યા બાદ તેનો ઉપયોગ મુંબઈ મેટ્રો કરવાની છે, છતાં આ વિસ્તારના વિકાસ માટે ૧૦ કરોડનો ખર્ચ પાલિકા કરવા સામે સ્થાયી સમિતિના સભ્યોએ પ્રશાસનને આડે હાથ લીધી હતી. સ્થાયી સમિતિમાં મેટ્રો સ્ટેશનના વિકાસ માટેનો ૧૦ કરોડ રૂપિયાનો પ્રસ્તાવ મંજૂરી માટે આવ્યો હતો, જેને રાખી મૂકવામાં આવ્યો હતો.
મુંબઈ પાલિકા દ્વારા મુંબઈ મેટ્રો ત્રણ લાઈનના સ્ટેશનના આજુબાજુના પરિસરના વિકાસ માટેનો પ્લાન તૈયાર કરવાનો પ્રસ્તાવ સ્થાયી સમિતિ સમક્ષ રાખવામાં આવ્યો હતો, જેમાં જમીનનો ઉપયોગ, ટ્રાન્સપોર્ટેશન અને પાયાભુત સુવિધાના ઊંડાણપૂર્વક અભ્યાસ કરવામાં આવવાનો છે. પહેલા તબક્કામાં ચાર સ્ટેશન માટેનું આયોજન કરવામાં આવ્યું છે, તે કામ માટે પ્રશાસકીય મંજૂરી પહેલા જ આપી દેવામાં આવી હોઈ તેની માટે અંદાજે ૧.૩૭ કરોડ (પ્રત્યેર સ્ટેશન માટે ૩૪.૪ લાખ) છે. મેટ્રો-૩ પર કુલ ૨૭ સ્ટેશનનો આ ડ્રાફ્ટ પ્લાન હોઈ સંપૂર્ણ કામ ૩૧ માર્ચ ૨૦૨૮ સુધીમાં પૂર્ણ કરવાનો ઉદ્ેશ્ય છે.