Sat Sep 05 2026

Logo

ગુજરાત ભાજપના કયા દિગ્ગજ નેતાએ રાજકારણમાં રૂપિયા બનાવ્યાની જાહેરમાં કબૂલાત કરી?

2026-04-06 11:27:00
Author: Mumbai Samachar Team
ગુજરાત  ભાજપના કયા દિગ્ગજ નેતાએ રાજકારણમાં રૂપિયા બનાવ્યાની જાહેરમાં કબૂલાત કરી?

નડિયાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ ધીમે ધીમે જામી રહ્યો છે. ભાજપે હજુ ઉમેદવાર જાહેર કર્યા નથી ત્યાં નડિયાદમાં યોજાયેલા એક કાર્યક્રમમાં ભાજપના દિગ્ગજ નેતા વિપુલ પટેલે રાજકારણમાં રૂપિયા બનાવ્યાની જાહેરમાં કબૂલાત કરી હતી. તેમનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિપુલ પટેલે અમૂ, કેડીસીસીના ચેરમેન, જિલ્લા ભાજપ પ્રમુખ રહી ચુકયા છે.

ક્યાં કરી કબૂલાત
નડિયાદ એરીયા કોલેજીસ રીટાયર્ડ સ્ટાફ એસોસિએશનની રજય જયંતિ મહોત્સવમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા વિપુલ પટેલે મંચ પરથી સંબોધન કરતાં જણાવ્યું કે, તેઓ છાતી ઠોકીને કહે છે કે તેમણે રાજકારણમાં રહીને રૂપિયા બનાવ્યા છે. ખેડા જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ અને મહામંત્રી જેવા જવાબદાર પદો પર રહી ચુકેલા વિપુલ પટેલના મોઢેથી આવા શબ્દો નીકળતા કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા.

જિલ્લા રાજકારણમાં તેમનું પ્રભુત્વ હોવા છતાં જાહેર મંચ પરથી ભ્રષ્ટાચાર કે આર્થિક લાભ મેળવ્યાનો આડકતરો ઈશોર કરતું નિવેદન આપતાં અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છ તેવા સમયે પક્ષાના પૂર્વ જિલ્લા પ્રમુખે આપેલું નિવેદન વિરોધ પક્ષો માટે નવો મુદ્દો બની શકે છે. 

 

રાજકીય વર્તુળોમાં પણ આ નિવેદનને લઈ અનેક પ્રકારની ચર્ચા શરૂ થઈ છે. કેટલાક લોકો આ નિવેદનને તેમની સ્પષ્ટવક્તા તરીકે જોઈ રહ્યા છે, જ્યારે સામાન્ય જનતા અને વિરોધીઓ રાજકારણમાં નૈતિકતા અને પારદર્શકતા સામે સવાલ ઉઠાવી રહ્યા છે. આગામી દિવસોમાં આ મામેલ પક્ષ સ્તરે કોઈ ખુલાસો કરવામાં આવે 

 ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે નામાંકન  આજથી શરૂ થયું છે. 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની 10,005 બેઠકોની ચૂંટણી યોજાશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 26 એપ્રિલે મતદાન થશે. 28 એપ્રિલે પરિણામો જાહેર થશે.

ઉમેદવારોની ખર્ચ મર્યાદા વધી

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ઉમેદવાર દીઠ ચૂંટણી ખર્ચની નવી મર્યાદા નક્કી કરવામાં આવી છે. વર્ષ 2021ના જૂના ઠરાવમાં સુધારો કરીને મોંઘવારી અને વર્તમાન સ્થિતિને ધ્યાને રાખી આ મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો હતો.નવા નિયમો મુજબ, મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં હવે ઉમેદવાર 9 લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરી શકશે, જે અગાઉ માત્ર 6 લાખ રૂપિયા હતો. તેવી જ રીતે, જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ઉમેદવાર દીઠ ખર્ચ મર્યાદા વધારીને રૂ. 6 લાખ રૂપિયા કરવામાં આવી છે.