અમૃતસરઃ ભારતીય જનતા પાર્ટી કોઈ એક રાજ્યમાં ભવ્ય જીત મેળવે એ પછી તરત બીજી ચૂંટણીની તૈયારીઓમાં બીજા રાજ્યમાં પોતાનું ધ્યાન કેન્દ્રીત કરે છે. ભાજપનું મિશન હવે પંજાબ છે. પંજાબમાં ચૂંટણી જીતવા માટેની તૈયારીઓ અત્યારથી શરૂ થઈ ગઈ છે. વર્ષ 2027માં યોજાનારી પંજાબ વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ (BJP) અત્યારથી કેટલાક મુદ્દાઓ પર કામ કરી રહી છે. ખાસ કરીને સ્થાનિક સ્તરે પ્રજાનો વિશ્વાસ જીતવા માટે બ્લુપ્રિન્ટ તૈયાર થઈ રહી છે. ભાજપના રાષ્ટ્રીય સ્તરના નેતા નીતિન નબીન 20 જૂનથી 20 જૂન પંજાબમાં પક્ષને મજબૂત કરવા અને આગામી ચૂંટણીની રણનીતિ ઘડવા માટે પંજાબ પ્રવાસે આવ્યા છે. વેપારીઓ અને પક્ષના કાર્યકરો સાથે મોટી બેઠકો કરવાની સાથે તેઓ આ પ્રવાસ દરમિયાન તેઓ ધાર્મિક સ્થળોની મુલાકાત પણ લીધી હતી.
બેઠકનો ધમધમાટ શરૂ
રાષ્ટ્રીય અધ્યક્ષના પંજાબ પ્રવાસથી પંજાબના રાજકારણમાં અચાનક ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના નેતા નીતિન નબીન માટે આ કોઈ સામાન્ય મુલાકાત નથી, પરંતુ 2027ની વિધાનસભા ચૂંટણી માટે ભાજપનો પાયો પંજાબમાં મજબૂત કરવાની મોટી રણનીતિ આધારિત બેઠકો એક ભાગ છે. સુવર્ણ મંદિરમાં દર્શન કર્યા હતા પછી જલિયાવાલા બાગની મુલાકાત કરી.આ પછી બેઠકનો ધમધમાટ શરૂ થયો હતો.પંજાબ ભાજપની કોર કમિટી, ધારાસભ્યો અને પદાધિકારીઓ સાથે બેઠકોમાં અનેક એવા મુદ્દાઓ પર ચર્ચા થાય એવી પૂરી શક્યતાઓ છે. આ ઉપરાંત પંજાબમાં કેટલાક લોકોને મોટી જવાબદારી સોંપાઈ શકે છે.આ પ્રવાસ દરમિયાન તેઓ પંજાબના અમૃતસર સિવાય જલંધર શહેરની પણ મુલાકાત કરશે. અહીંયા એક વિશાળ રોડ-શૉનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેઓ ભાગ લેવાના છે.
કેવલસિંહને મળી શકે છે મોટી જવાબદારી
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે તેઓ લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી (LPU) માં યોજાનારા સરકારી કાર્યક્રમમાં હાજરી આપશે. અહીંયા તેઓ યુવાનોને પ્રાસંગિક સંબોધન કરશે.આ પછી તેઓ લુધિયાણા જશે અને દુગરી રોડ પર બનેલી ભાજપના નવા જિલ્લા કાર્યાલયને ખુલ્લું મૂકશે. આ પરથી શકાય કે, પંજાબ ભાજપમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. આ પ્રવાસ પછી કેટલાક લોકોને સોંપાયેલી જવાબદારીની વાત સામે આવી શકે છે. લુધિયાણામાં તેઓ ભાજપની કોર કમિટી, સ્ટેટ એક્ઝિક્યુટિવ, જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો, ભૂતપૂર્વ ધારાસભ્યો અને યુવા પ્રતિનિધિઓ બેઠક કરીને જરૂરી મુદ્દાઓ પર વિચારણા કરશે. આ ઉપરાત જરૂરી સૂચનો પણ કરી શકે છે. ચંડીગઢમાં પંજાબ ભાજપના પ્રમુખ કેવલ સિંહ ધિલ્લોનના નિવાસસ્થાને ડિનર કરીને પ્રવાસનો અંત કરશે.