મુંબઈઃ બોલિવૂડમાં બિકિની ફિગરનો ટ્રેન્ડ અત્યારે જ છે એવું બિલકુલ નથી. 90 ને 70 ના દાયકાની એક્ટ્રેસે પણ બિકિનીમાં પોઝ આપેલા છે. પણ જે રીતે બધી એક્ટ્રેસ બિકિની પોઝ માટે અત્યારે રાજી થતી નથી એમ એ સમયે પણ એક્ટ્રેસને બિકિની પોઝ માટે વાત કરવી પણ મુશ્કેલી ભર્યું કામ હતું. હાલના સમયમાં થોડી છૂટછાટને કારણે એક્ટ્રેસ ક્યારેક હા પાડી દે છે પણ એ સમયે તો ફિલ્મમાં આવવા માટે બિકિની અવતારને કોઈ એવું માધ્યમ પણ માનવામાં આવતું ન હતું. એ સમયની આઈકોનિક એક્ટ્રેસે હવે પોતાની કેરિયરનો એક એવો કિસ્સો કહ્યો છે જેમાં તેણે બિકિની પહેરવાની જ ના પાડી દીધી હતી. આ કારણે બે કલાક સુધી શુટિંગ અટકી ગયું હતું.
કઈ ફિલ્મનો કિસ્સો શૅર કર્યો?
સિનિયર એક્ટ્રેસ બિંદુએ પોતાના ફિલ્મી કેરિયરનો એવો કિસ્સો શૅર કર્યો છે જે જાણીને આશ્ચર્ય થશે. 60ના દાયકાની સફળ અભિનેત્રી બિંદુએ પોતાની ફિલ્મ કેરિયરમાં એકથી એક ચડિયાતી ફિલ્મો આપી છે. અનેક એવા મોટા કદના કલાકારો સાથે કામ કર્યું છે. જુના જમાનાના કલાકારોની સાથે તે 90ના દાયકાના મોટા કલાકારો સાથે પણ કામ કરી ચૂક્યા છે. તાજેતરમાં તેમણે પોતાની ફિલ્મી કેરિયર અને ફિલ્મ દુનિયા સાથે જોડાયેલો એક સરસ કિસ્સો કહ્યો હતો. વાત છે ફિલ્મ 'જોશીલા'ની. જ્યારે વાત બિકિની પહેરવા પર આવીને અટકી ગઈ હતી. વર્ષ 1973માં આવેલી આ ફિલ્મમાં બિંદુએ એ સમયના સુપરસ્ટારપ દેવઆનંદ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં રાખી ગુલઝાર અને હેમા માલિની જેવા મોટા કદના કલાકારો પણ હતા.આ ફિલ્મ યશ ચોપરાએ બનાવી હતી. એક્ટ્રેસે કહ્યું કે, આ શુટિંગના સમયની વાત છે, જ્યારે અચાનક મને બિકિની પહેરીને પોઝ આપવાનું કહેવામાં આવ્યું હતું.
Joshila (1973)
શું બોલ્યા ફિલ્મ ડાયરેક્ટર?
સામાન્ય રીતે જે તે શોટના ડ્રેસ પહેલાથી જ નક્કી હોય છે અને કાલકારને આ અંગે જાણ કરવામાં આવી હોય છે. પણ 'જોશીલા' ફિલ્મના શુટિંગ વખતે મને આવી કોઈ ખબર કરવામાં આવી ન હતી. અચાનક મને બિકિની પહેરાવાનું કહેવામાં આવ્યું. આ કારણે ફિલ્મનું શુટિંગ બે કલાક સુધી બંધ રહ્યું હતું, આ પાછળનું કારણ એ છે કે, હું બિકિની પહેરવામાં કન્ફર્ટ ન હતી.ઠીકઠાક કહેવાતી બિકિની પહેરવા માટે હું તૈયાર ન હતી. બિકિની તો બિકિની હોય છે. એવું મને કહેવામાં આવ્યું, એ સમયે મેં યશજીને કહ્યું..યશજી પ્લીઝ..તમે મને આ મુદ્દા પર અગાઉથી જાણ કરી ન હતી. જ્યારે હું સેટ પર પહોંચી એ પછી મને આ અંગે જાણવા મળ્યું હતું. એ સમયે યશજીએ મને કહ્યું કે, જેટલું બની શકે એટલું પાણીની અંદર જ રહેજો. આપણે એ જ સમયે શુટિંગ કરી લઈશું. માત્ર સાઈડ અને બેક શોટ લઈને રેકોર્ડ કરી લઈશું.
આ પછી મને હાશકારો થયો
એ સમયે દેવાનંદજી પણ ચુપચાપ બેઠા રહ્યા અને કંઈ બોલ્યા જ નહીં, બે કલાક સુધી કોઈ સેટ પર હિલચાલ ન હતી. એ સમયે મેં વિચાર્યું હતું કે, ખરેખર દેવ સાહેબ શું વિચારતા હશે? એ પછી યશજીએ મને ખાતરી આપી કે, તમે શોટ કરો અમે બધુ સંભાળી લઈશું. ચિંતા ન કરો,એ પછી તેમણે મને પાણીમાં ઊતારી અને થોડા દૂરથી શોટ લીધા. સાઈડ શોટ અને બેક શોટ રેકોર્ડ થયા.એ પછી મેં સિનેમેટોગ્રાફરને પૂછ્યું કે, આ કેવું લાગી રહ્યું છે એ સમયે તેણે પણ મને કહ્યું કે, ચિંતા ન કરો. તમે અશ્લીલ નહીં પણ સારા લાગો છો. એ સમયે તેણે મને કહ્યું ત્યારે મને થોડો હાશકારો થયો. તેની કારકિર્દી દરમિયાન, 85 વર્ષીય બિંદુએ અસંખ્ય ફિલ્મોમાં અભિનય કર્યો - જેમાં 'જોશિલા', 'ડોલી', 'આયા સાવન ઝૂમકે', 'ઈત્તેફાક', 'કટી પતંગ', 'દો રાસ્તે', 'ઝંજીર', 'મહેબૂબા', 'અભિમાન','મૈં હું ના'જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. મોટાભાગની ફિલ્મોમાં તે નેગેટિવ રોલમાં જ જોવા મળે છે.