Tue Sep 15 2026

Logo

ભોપાલમાં ટ્વિશા શર્મા મૃત્યુ કેસમાં પતિ સમર્થ અને સાસુના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર

2026-05-29 16:21:07
Author: Chandrakant Kanoja
ભોપાલમાં ટ્વિશા શર્મા મૃત્યુ કેસમાં પતિ સમર્થ અને સાસુના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર

ભોપાલ : ભોપાલમાં એક્ટ્રેસ ટ્વિશા શર્માના મૃત્યુના કેસમાં કોર્ટે સીબીઆઇને  તેના પતિ સમર્થ સિંહ અને સાસુ  ગિરિબાલા સિંહને  પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ગિરિબાલા સિંહની સીબીઆઇએ પૂછ[પરછ બાદ ગુરુવારે ધરપકડ કરી હતી. આ સમગ્ર કેસની તપાસ હાલ સીબીઆઇ દ્વારા હાથ ધરવામાં આવી છે.

2 ​​જૂન સુધી સીબીઆઈ રિમાન્ડ 

આ કેસની તપાસમાં ગુરુવારે સીબીઆઈએ છ કલાકની પૂછપરછ બાદ સાસુ ગિરિબાલા સિંહની ધરપકડ કરી હતી. જ્યારે ટ્વિશાના  પતિ સમર્થને 29મી તારીખ સુધી સાત દિવસના રિમાન્ડ પર રાખવામાં આવ્યો હતો. હવે  સીબીઆઈએ સમર્થના પાંચ દિવસના વધારાના રિમાન્ડ મેળવ્યા છે. ગિરિબાલા સિંહ અને મુખ્ય આરોપી સમર્થ 2 ​​જૂન સુધી સીબીઆઈ રિમાન્ડ પર રહેશે. 

સમર્થ અને ગિરિબાલા સિંહને ભોપાલ જિલ્લા કોર્ટમાં લાવી

સીબીઆઈ સમર્થ અને ગિરિબાલા સિંહને ભોપાલ જિલ્લા કોર્ટમાં લાવી હતી. સીબીઆઈ તેમને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શોભના ભાલવેની કોર્ટમાં લઈ ગઈ હતી. સમર્થ અને ગિરિબાલા સિંહને અલગ-અલગ વાહનોમાં કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. આ કોર્ટમાં બંનેને એક જ કઠેડામાં રાખવામાં આવ્યા હતા.