ભાવનગરઃ જિલ્લામાં બે હિંદુ છોકરીઓને લગ્નની લાલચ આપી ભગાડી જઈ રહેલા બે મુસ્લિમ યુવક ઝડપાયા હતા. ચોંકાવનારી વાત એ છે કે મુસ્લિમ યુવકોએ પહેલાં પણ આ હરકત કરી હતી.
જાણો શું છે સમગ્ર મામલો
ભાવનગરના ઉમરાળામાંથી બે છોકરીઓને ભગાડીને રાજ્ય બહાર લઈ જવાનો પ્રયાસ કરનાર બે મુસ્લિમ યુવકોની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી બંને હિંદુ છોકરીઓને સુરક્ષિત છોડાવી લીધી હતી. છોકરીના પરિવારે ફરિયાદ નોંધાવતા જ ઉમરાળા પોલીસ, LCB અને SOG સહિતની ટીમોએ ટેકનિકલ સર્વેલન્સની મદદથી અન્ય જિલ્લામાંથી તેમને શોધી કાઢી હતી.
પકડાયેલા આરોપીઓની ઓળખ સિહોર તાલુકાના સણોસરા નજીક આવેલા ગઢુલા ગામના રહેવાસી મેહબૂબ પઠાણ અને મુસ્તુફા પઠાણ તરીકે થઈ હતી. તેમજ બંને સગાભાઈઓ હોવાનું પણ સામે આવ્યું હતું.
હિંદુ છોકરીઓ અને આરોપીઓ ભાવનગર-રાજકોટ હાઈવે પર દોરીના કારખાનામાં સાથે મજૂરી કામ કરતા હતા, જ્યાંથી પરિચય થતાં આરોપીઓએ લગ્નની લાલચ આપી હતી. આરોપી મેહબૂબ પઠાણ અગાઉ પણ છોકરીને ભગાડવાના કેસમાં જામીન પર હતો. પોલીસે હવે તેના જામીન રદ કરાવવાની કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ભાવનગર જિલ્લામાં ભાળ ન મળતા, તપાસનો વ્યાપ વધારી હ્યુમન અને ટેક્નિકલ સોર્સનો ઉપયોગ કરાયો હતો. આરોપીઓ હિંદુ છોકરીઓ સાથે બરવાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હોવાની બાતમી મળતા બરવાળા પોલીસ પણ તપાસમાં જોડાઈ હતી. પોલીસે પાંચ કલાકમાં જ બરવાળામાંથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તેમજ હિંદુ છોકરીઓને સુરક્ષિત મુક્ત કરાવી હતી.