Fri Sep 04 2026

Logo

ભાવનગરમાં યુવતી રાત્રે મંગેતર સાથે બાઈક પર બેસીને કરતી હતી વાત, બુકાનીધારીઓ આવ્યા ને....

2026-04-02 11:57:00
Author: Mayur Patel
ભાવનગરમાં યુવતી રાત્રે મંગેતર સાથે બાઈક પર  બેસીને કરતી હતી વાત, બુકાનીધારીઓ આવ્યા ને....

ભાવનગરઃ શહેરમાં વધુ એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. રાતના વાત કરવા નીકળેલા યુવક-યુવતી પર બુકાનીધારીએ હુમલો કર્યો હતો. મંગેતરની સામે જ યુવકને છરીના ઘા ઝીંકી લૂંટ ચલાવી હતી. 

શું છે મામલો

શહેરના કાળીયાબીડ વિસ્તારમાં રહેતો એક યુવક ગઈકાલે રાત્રે તેની મંગેતર સાતે બાઈક પર આંટો મારવા નીકળ્યો હતો. વિક્ટોરિયા પાર્કની પાછળના ભાગે ઈસ્કોન ક્લબથી સાગવાડી જવાના માર્ગ પર બંને બાઈક પાર્ક કરીને વાતો કરતા હતા. આ સમયે બાઈક પર આવેલા બે બુકાનીધારીએ છરો બતાવી માલમત્તા આપી દેવા જણાવ્યું હતું.  આ સમયે બંને વચ્ચે મારામારી થઈ હતી. તસ્કરોએ યુવતને છરીના બે ઘા મારી ઈજા પહોંચાડી હતી. તેમજ યુવતીનું પર્સ અને મોબાઈલની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા.

ગંભીર રીતે ઘાયલ થયેલા યુવકને સારવાર અર્થે ખસેડાયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ અધિકારીઓ પહોંચી ગયા હતા અને હુમલાખોરને ઝડપવા કાર્યવાહી શરૂ કરી હતી. 

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના વાળુકડ ગામે પ્રેમલગ્નની અદાવતમાં એક યુવકની જાહેરમાં ઘાતકી હત્યા કરવામાં આવી હતી. 2023 માં પોતાની જ જ્ઞાતિની યુવતી સાથે કરેલા કોર્ટ મેરેજ આ યુવકના મોતનું કારણ બન્યું હતું. યુવતીના પરિવારે અગાઉથી આપેલી ધમકીઓ બાદ, ત્રણ શખ્સોએ વાળુકડ બસ સ્ટેન્ડ પાસે યુવક પર છરી વડે હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ સમગ્ર ઘટનાનો લાઈવ વીડિયો પણ સામે આવ્યો હતો.