Sun Apr 12 2026

Logo

ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે નેતન્યાહુની હત્યાની અફવાઓ, ઈરાની દૂતાવાસે કરી અજીબ પોસ્ટ

Tehran   2026-03-14 20:16:00
Author: Vimal Prajapati
Article Image

તહેરાન/જેરુસલેમ: ઈઝરાયલ અને અમેરિકા સામે ઈરાનના યુદ્ધ વચ્ચે ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની હત્યાની અફવાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. અનેક પોસ્ટમાં તો એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે ઈરાને બેન્જામિન નેતન્યાહુની હત્યા કરી નાખી છે. આ દાવાઓ મોટે ભાગે ઈરાનીઓના હેન્ડલ્સ દ્વારા કરવામાં આવી રહ્યા છે. આ પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઈરાને  બેન્જામિન નેતન્યાહુની હત્યા કરી દીધી હોવાના કારણે છેલ્લા કેટલાક દિવસથી નેતન્યાહુ જોવા નથી મળતા. પરંતુ આ દાવાઓમાં કેટલી હકીકત છે તે એક પ્રશ્ન છે...

બેન્જામિન નેતન્યાહુ મર્યા કે જીવિત છે?

વધુમાં વાત કરવામાં આવે તો, દક્ષિણ આફ્રિકામાં ઈરાની દૂતાવાસે એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, નેતન્યાહુ મર્યા કે જીવિત છે તેનાથી કોઈ ફેરક નથી પડતો. મિનાબની એક છોકરીના એક વાળ પણ તેના આખા અસ્તિત્વ કરતાં વધુ કિંમતી છે." આ પોસ્ટમાં અફવાઓને ના તો નકારવામાં આવી છે કે, ના સ્વીકારમાં! પરંતુ ઈરાનના મિનાબ શહેરમાં ઈઝરાયલ-અમેરિકાના હુમલામાં 150થી વધુ શાળાની છોકરીના મોત થયું તેના પર અક્રોશ વ્યક્ત કર્યો હતો.

મુજ્તબા ખામેનેઈએ બદલો લેવાની પ્રતિજ્ઞા લીઘી

ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજ્તબા ખામેનેઈએ તેમના પિતા સૈયદ અયાતુલ્લા અલી ખામેનેઈ સહિત અન્ય અધિકારીઓના મોતનો બદલો લેવાની કસમ ખાઈ છે. એક દિવસ પહેલાંના બયાનમાં તેમણે મિનાબમાં શાળા પર થયેલા હુમલામાં મરેલી માસૂમ છોકરીઓના બદલાની પણ પ્રતિજ્ઞા પણ લીધી હતી. આ પ્રતિજ્ઞા બાદ હવે બેન્જામિન નેતન્યાહુની હત્યાનો દાવો કરવામાં આવી રહ્યો છે. 

ઇઝરાયલ સરકાર કોઈ પ્રતિક્રિયા આપી નથી

મહત્વની વાત એ છે કે, બેન્જામિન નેતન્યાહુની હત્યાનો દાવો અંગે હજી ઇઝરાયલ સરકાર દ્વારા કોઈ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. આ એક અફવા છે હજી કોઈ પણ પક્ષ દ્વારા સત્તાવાર રીતે બેન્જામિન નેતન્યાહુની હત્યાની પુષ્ટિ કરવામાં આવી નથી. હવે જોવાનું એ રહે છે કે, ઈઝરાયલ દ્વારા આ મામલે શું પ્રતિક્રિયા આપવામાં આવે છે.