ઝુબૈદા વલિયાણી
લગ્નજીવનમાં વહેલે-મોડે પણ એક તબક્કો એવો આવે છે જ્યાં પ્રેમ કરતાં બીજી નેગેટિવ લાગણીઓનું જોર વધી જતું હોય છે.
* જાણે-અજાણે
* ઇચ્છા-અનિચ્છાએ પણ સામેના પાત્રની ફિલિંગ્સ હર્ટ કરાતી રહે છે અને નથી કહી શકાતું, નથી સહી શકાતું.
* ત્યારે ધીરે ધીરે ભીતર કશુંક તૂટતું જાય છે.
* સંવેદનાઓ મરતી જાય છે ત્યારે સહનશક્તિ છેલ્લો શ્ર્વાસ લેવા માગે છે.
* કોઈ એક પળે એ વિચાર ઊગી નીકળે છે કે ‘બસ...’ હવે વધુ નહીં સહેવાય અને સાથે તો નહીં જ રહેવાય...!
* આ નિર્ણય મનમાં ઘૂંટાતો જઈ, દૃઢ બને છે અને આખરે કોઈ પ્રસંગે વિસ્ફોટ થાય છે.
* પુરુષ હશે તો પત્નીને જાકારો આપશે ને કહેશે કે ‘જા, જતી રહે તારા બાપને ત્યાં કે તને વધારે રાખવાવાળું મળે...!’
- અને
* સ્ત્રી હશે તો, ‘તમારી સાથે એક પળ પણ રહી નહીં શકું’ કહીને બૅગ ભરીને પિયરની વાટ પકડશે.
- આ લખનારના એક મત મુજબ શરૂના ‘હનીમૂન પિરિયડ’ પછીના ગાળામાં વાસ્તવિક સ્વભાવનો સામનો થતાં ઉપર કહ્યું તેમ શરૂ થઈ જાય છે.
* મોટા ભાગની યુવતીઓને એકવાર તો આવો ‘જતી રહું’નો ‘ઊભરો’ આવતો જ હોય છે. કેમ કે આ એનો ઍડ્જસ્ટમેન્ટનો તબક્કો હોય છે જે બેઉ પક્ષે ગાયબ હોય છે.
* નાની નાની મૂંઝવણો,
* અપેક્ષાઓ અને
* અનુકૂળના પ્રશ્નો
- બધું ભેગું થઈ
* ટીપે ટીપે તેનામાં એક એવી લાગણી જમા કરે છે કે
* આના કરતાં પિયર જવું સારું.
* ‘આ ઝંઝટમાંથી તો મુક્તિ મળે...!’
- એક તરફ પતિ માટેનો પ્રેમ અને ખેંચાણ એને એવું કરતાં રોકે છે અને બીજી તરફ પોતાની લાગણીઓ ન સમજી શકવા બદલ ગુસ્સો પણ હોય છે,
- પણ...!
* ગોળીઓ લઈ દબાયેલો રોગ જેમ ફરી માથું ઊંચકે તેમ પેલો ઘર છોડવાનો નિર્ણય અચાનક સપાટી પર આવી જાય છે, અને
* જ્યારે સહનશીલતા અને સમજશીલતા સાથ છોડી જાય છે અને દલીલો કરતાં કરતાં, રડતાં રડતાં બૅગ હાથમાં લઈ ઘરનો ઉંબરો ઓળંગી જવાય છે...
* પણ... પણ... આમ ઘર છોડવાની ઉતાવળ કરતાં પહેલાં
* થોભો, વિચારો...
* આ નિર્ણય વધુ દુ:ખી અને બરબાદ કરી શકે છે.
* આ પગલાની અસર અને પડઘો ઘર છોડનાર યુવતી કે સ્ત્રીની આખી જિંદગી પર પડવાનો હોય છે જે તે વખતે ઊભી થયેલી અણગમતી-અસહ્ય પરિસ્થિતિમાંથી છૂટવાનો જ માત્ર ઇરાદો હોય છે જે આગળ-પાછળની ચિંતા કરતાં રોકે છે.
* તમારા ભાવિનું શું?
* સંતાનો હોય તો તેમનું કોણ જોશે?
- વગેરે કેટલીય બાબતોનો વિચાર કરીને પગલું ભરવું પડે છે.
- અને પિયરમાં જઈને આમ કરીશું ને પહેલાંની જેમ રહીશું વગેરે જે કલ્પનાઓ ઘડી રાખી હોય છે તે મુજબનું તો પછી ભાગ્યે જ થતું હોય છે.
- લાડકી પૂર્તિની વ્હાલી વાચક બહેન-દીકરીઓ!
* ઉંબર બહારની દુનિયાને જીરવવી સહેલી ન હોઈને
* ઉંબરો ઓળંગતાં પહેલાં વિચારી જુઓ કે...!
- લેખનો બીજો અને છેલ્લો ભાગ આવતા અંકમાં વાંચી સાવધાન થઈ જઈ, સ્વયં તેમાં પોતાની જ ભલાઈ હોવાનું સમજી લેવાની સચ્ચાઈને જાણીશું. તથાસ્તુ (ઈશ્ર્વર, અલ્લાહ, પ્રભુ સૌનું ભલું કરે).
* * *
હસગુલ્લા
ડૉક્ટરની પત્ની: ‘તમારો દર્દી સાજો થઈ ગયો છે, તેમ છતાં તમે બેચેન કેમ રહો છો?’
ડૉક્ટર: ‘મને એ ખબર પડતી નથી કે કઈ દવાથી સાજો થયો!’