Tue Oct 06 2026

Logo

વડોદરામાં ઝગડો થતાં ઉશ્કેરાયેલા યુવકે પત્નિને મધરાતે પતાવી દીધી, દીકરો અનાથ બન્યો...

2026-03-14 09:46:00
Author: Mayur Patel
વડોદરામાં ઝગડો થતાં ઉશ્કેરાયેલા યુવકે પત્નિને મધરાતે પતાવી દીધી, દીકરો અનાથ બન્યો...

વડોદરાઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. દંપતી વચ્ચે ઝગડો થયા બાદ ઉશ્કેરાયેલા પતિએ પત્નીને મધરાતે પતાવી દીધી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા પતિને દબોચી લીધો હતો.  

શું છે મામલો

વડોદરાના બકરાવાડી વિસ્તારમાં નારાયણ એવન્યુમાં આ ઘટના બની હતી. સામાન્ય બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા પતિએ પત્નીને ચપ્પુના ઘા ઝીંકતા સ્થળ પર જ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો દોડી આવ્યો હતો.  પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી પતિને રાઉન્ડઅપ કરી લીધો હતો.

પત્નીની હત્યા બાદ આરોપી પતિ ભાગવાને બદલે સીધો પોલીસ સ્ટેશન પહોંચી ગયો હતો. પોતે જ પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરતા પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. વડોદરા પોલીસે તાત્કાલિક અસરથી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

પોલીસે શું કહ્યું

પોલીસે જણાવ્યું કે, મહત્ત્વના પુરાવા એકત્ર કરવા  FSL ટીમને ઘટના સ્થળે બોલાવવામાં આવી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વધુ તપાસ ચાલી રહી છે.