Thu Sep 03 2026

Logo

અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં SIT રિપોર્ટ લીક, સીસીટીવીમાં મનીષ યાદવ ચોરી કરતાં દેખાયો

2026-06-26 16:02:37
Author: Chandrakant Kanoja
અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં SIT રિપોર્ટ લીક, સીસીટીવીમાં મનીષ યાદવ ચોરી કરતાં દેખાયો

અયોધ્યા: અયોધ્યા રામ મંદિર દાન ચોરી કેસમાં એસઆઇટીના અહેવાલ બાદ આઠ લોકો વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવી છે. આ દરમિયાન એસઆઇટીનો અહેવાલ લીક થયો હતો. આ અહેવાલ મુજબ સીસીટીવી ફૂટેજમાં ટીનુ યાદવનો સબંધી મનીષ કુમાર યાદવ અનેક વાર ચોરી કરતો જોવા મળ્યો હતો. તેમ છતાં તેની પર કોઇ કાર્યવાહી કરવાના નહોતી આવી. 

દાન વ્યવસ્થાપનમાં અનેક ગડબડી જોવા મળી

એસઆઇટીના અહેવાલ મુજબ મંદિરમાં દાન વ્યવસ્થાપનમાં અનેક ગડબડી જોવા મળી હતી. એસઆઇટીએ દાન ચોરીની તપાસ માટે 27 એપ્રિલથી 05 જૂન સુધીના સીસીટીવી ફૂટેજની તપાસ કરી હતી.જેમાં દાનની ગણતરી અને તેને જમા કરાવવાની પધ્ધતિઓમાં અનેક વિસંગતતાઓ જોવા મળી હતી. આ દરમિયાન ટ્રસ્ટના પદાધિકારી ચંપત રાય અને અનિલ મિશ્રાએ રાજીનામું આપી દીધું છે. 

65 અલગ અલગ સમયે સીસીટીવી ફૂટેજમાં ચોરી જોવા મળી

આ એસઆઇટી રિપોર્ટમાં  ખુલાસો થયો છે કે અનેક ભૂલો છતાં પદાઅધિકારીઓ કોઈ કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા હતા. તેમજ  સુરક્ષા પ્રોટોકોલ માત્ર  કાગળ સુધી જ સીમિત રહ્યા. જેનો કોઈ દેખીતો પ્રભાવ  જોવા મળ્યો નહિ. તેમજ  કુલ 70 અધિકારીઓ આ દાન સંબંધિત ચોરી અથવા ઉચાપત સંબંધિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા. એસઆઇટી  તપાસમાં આ સંદર્ભમાં મહત્વપૂર્ણ પુરાવા મળી આવ્યા છે. આ રિપોર્ટમાં એ પણ ખુલાસો થયો છે કે 65 અલગ અલગ સમયે સીસીટીવી ફૂટેજમાં ચોરી જોવા મળી હતી. પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. તેમજ  તપાસમાં આરોપીઓ પાસેથી  રૂપિયા 60 લાખની વસૂલાતની પુષ્ટિ કરતા નક્કર પુરાવા મળ્યા છે.