Fri Sep 04 2026

Logo

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલી ચીજોની 8 મેએ હરાજી, કઈ કઈ લક્ઝુરીયસ ચીજો સસ્તામાં ખરીદી શકાશે?

2026-05-05 13:44:00
Author: Mayur Patel
અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયેલી ચીજોની 8 મેએ હરાજી, કઈ કઈ લક્ઝુરીયસ ચીજો સસ્તામાં ખરીદી શકાશે?

અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ઝડપાયેલી ચીજોની 8 મે ના રોજ હરાજી થશે. જેમાં 87 આઈફોન અને 27 લકઝરી ઘડિયાળ જેવી વસ્તુઓ સસ્તા ભાવે ખરીદી શકાશે. એક દાયકામાં પ્રથમ વખત આટલા મોટા પાયે હરાજી થશે.

ક્યા આઈફોનની થશે હરાજી

આઈફોન 11 થી 15 સીરિઝ, એપલ વૉચ સીરિઝ 6 તથા અન્ય લક્ઝુરિયલ વિદેશી બ્રાન્ડની ઘડિયાળની હરાજી થશે. આ વસ્તુઓ 2019 થી 2023 દરમિયાન જપ્ત કરવામાં આવી હતી. 

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈ ઓક્શન ઓનલાઈન કરાશે અને એરપોર્ટ પર આ વસ્તુઓનું ડિસ્પ્લે પણ રાખવામાં આવ્યું છે. રસ ધરાવતા બિડર્સ મેટલ સ્ક્રેપ ટ્રેડ કોર્પોરેશન લિમિટેડ પ્લેટફોર્મ દ્વારા ભાગ લઈ શકે છે. નોંધાયેલા વ્યક્તિઓ અને સંસ્થાઓ ઓનલાઈન બિડ કરી શકે છે, જ્યારે નવા યુઝર્સ હરાજી પહેલા નોંધણી કરાવી શકે છે. વસ્તુઓને અલગ-અલગ લોટમાં વિભાજિત કરવામાં આવી છે, અને હરાજીમાં ભાગ લેવા માટે બિડર્સે અર્નેસ્ટ મની ડિપોઝિટ  જમા કરાવવી પડશે.

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો દ્વારા પ્રીમિયમ સ્માર્ટફોન, સ્માર્ટવૉચ, લેપટોપ અને અન્ય ગેજેટ્સ લાવવાના દાણચોરી સિન્ડિકેટ્સના વારંવારના પ્રયાસો જોવા મળ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોના અને માદક દ્રવ્યો પછી ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ સૌથી વધુ દાણચોરી થતી વસ્તુઓ પૈકીની એક બની ગઈ છે. દાણચોરો ઘણીવાર દુબઈ, અબુ ધાબી અને શારજાહ જેવા સ્થળોથી એક કરતા વધુ ઉપકરણો લાવીને ડ્યુટી ચોરી કરવાનો પ્રયાસ કરતા હોય છે.