Tue Jul 21 2026

Logo

એન્ડી બર્નહામ ઇંગ્લેન્ડના 59મા વડાપ્રધાન બન્યા

London   2026-07-20 21:24:00
Author: Chandrakant Kanoja
Article Image

લંડન: એન્ડી બર્નહામ ઇંગ્લેન્ડના 59મા વડાપ્રધાન બન્યા છે. તેમણે  કિંગ ચાર્લ્સ ત્રીજા સાથે મુલાકાત બાદ પદભાર સંભાળ્યો છે. તેમને ગત અઠવાડિયાએ લેબર પાર્ટીના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ પૂર્વે કીર સ્ટાર્મરે વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું હતું.

56 વર્ષીય એન્ડી બર્નહામ ગ્રેટર માન્ચેસ્ટરના મેયર

56 વર્ષીય એન્ડી બર્નહામ ગ્રેટર માન્ચેસ્ટરના મેયર છે. બર્નહામ વર્ષ 2016 પછી યુકેના સાતમા વડાપ્રધાન છે. આ અંગે  બકિંગહામ પેલેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કિંગ આજે સવારે કીર સ્ટાર્મરને મળ્યા હતા.જેમણે વડાપ્રધાન અને ટ્રેઝરીના પ્રથમ લોર્ડ તરીકે રાજીનામું આપ્યું હતું. જેને કિંગે સહર્ષ સ્વીકારી લીધું છે. 

લેબર પાર્ટીના નેતા તરીકે બિનહરીફ ચૂંટાયા

ઉલ્લેખનીય છે કે, એન્ડી બર્નહામ ગત અઠવાડિયે લેબર પાર્ટીના નેતા તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. હાઉસ ઓફ કોમન્સમાં 403  લેબર સાંસદોમાંથી 379  સાંસદોમાંથી તેઓ પાર્ટી નેતૃત્વ માટે એકમાત્ર ઉમેદવાર હતા.

ચાર વર્ષમાં દેશના પાંચમા વડાપ્રધાન

તેમની કેબિનેટ નિમણૂકોની જાહેરાત કર્યા પછી તરત જ તેઓ વડાપ્રધાન તરીકે કામ શરૂ કરે તેવી અપેક્ષા છે. તેઓ ચાર વર્ષમાં દેશના પાંચમા વડાપ્રધાન છે. તેમણે  સ્થિર અને જવાબદાર રાજનીતિનું  વચન આપ્યું છે. આ પૂર્વે સ્ટાર્મરે 10  ડાઉનિંગ સ્ટ્રીટ પરથી બ્રિટનના વડાપ્રધાન તરીકે તેમનું અંતિમ ભાષણ આપ્યું હતું અને પછી ઔપચારિક રીતે રાજીનામું આપવા માટે કિંગને મળ્યા હતા.

વધુ જુઓ...