Wed Jun 10 2026

Logo

83 વર્ષની ઉંમર અને એકલતાથી ભરપૂર રાતો... જાણીતા બોલીવૂડ એક્ટરે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને બયાં કર્યું દુઃખ

2026-05-12 17:41:13
Author: Darshana Visaria
Article Image

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન 83 વર્ષની ઉંમરે પણ સુપર એક્ટિવ છે અને તેઓ પોતાની એનર્જીથી યંગ લોકોને ચોંકાવી દેતા હોય છે. અન્ય સેલિબ્રિટીઝની જેમ બિગ બી પણ સોશિયલ મીડિયા પર સુપર એક્ટિવ રહે છે. સતત કેમેરાની લાઈમલાઈટ અને ફેન્સની ભીડ વચ્ચે ઘેરાયેલા રહેતાં બિગ બીની રાતો અત્યારે એકદમ અલગ રીતે પસાર થઈ રહી છે. ખુદ બિગ બીએ સોશિયલ મીડિયા પર પોતાનું દુઃખ-દર્દ બયાં કરતી પોસ્ટ શોર કરી છે. આવો જોઈએ બિગ બીએ શું કહ્યું છે પોતાની પોસ્ટમાં... 

83 વર્ષની ઉંમરે પણ સતત કાર્યરત રહેતા અમિતાભ બચ્ચને તેમના બ્લોગ દ્વારા પોતાના દિલની વાત ચાહકો સાથે શેર કરી છે, જે વાંચીને તેમના ફેન્સ પણ આશ્ચર્યચકિત અને ભાવુક થઈ ગયા છે. જ્યારે આખી દુનિયા ગાઢ નિદ્રામાં હોય છે, ત્યારે બિગ બીની આંખોમાંથી ઊંઘ જાણે ગાયબ થઈ જાય છે. સદીના મહાનાયકે પોતે જ સ્વીકાર્યું છે કે ઘણી રાતો એવી હોય છે જ્યારે માત્ર સન્નાટો જ તેમનો સાથી હોય છે. 

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં આગળ એવું લખ્યું છે કે ડોક્ટરો ભલે શરીરને રિચાર્જ કરવા માટે સાત કલાકની ઊંઘ લેવાની સલાહ આપતા હોય, પરંતુ ઘણીવાર તેમના માટે કામ અને સર્જનાત્મકતા ઊંઘ કરતાં વધુ મહત્વના બની જાય છે. જ્યારે મોડી રાત્રે તેમને ઊંઘ નથી આવતી, ત્યારે તેઓ પોતાનો સમય બ્લોગ લખવામાં અને અન્ય રચનાત્મક કાર્યોમાં વિતાવે છે. આ બેચેન રાતોમાં તેમને જે વસ્તુ સૌથી વધુ સુકૂન આપે છે, તે છે શાસ્ત્રીય સંગીત. 

બિગ બીએ પોતાના બ્લોગમાં આગળ એવું પણ જણાવ્યું હતું  કે જ્યારે તેઓ મધરાતે એકાંતમાં કામ કરતા હોય છે, ત્યારે બેકગ્રાઉન્ડમાં સિતાર અને સ્લાઈડ ગિટારની મધુર ધૂન તેમને આત્માની શાંતિનો અહેસાસ કરાવે છે અને તેમના બેચેન મનને શાંતિ કરાવે છે. સંગીતને તેઓ માત્ર મનોરંજનનું સાધન નહીં, પરંતુ ઈશ્વર સાથે જોડાવાનું એક માધ્યમ માને છે. તેમના મતે, સંગીતના સાત સુરોમાં એવી તાકાત છે જે આખી માનવતાને એકસૂત્રે બાંધે છે અને તે મનને શાંત કરીને ઊંઘની ગાઢ શાંતિ તરફ દોરી જાય છે. 

જીવનના આ પડાવ પર પણ તેમની આ મહેનત, શિસ્ત અને કલા પ્રત્યેનો લગાવ આજના યુવાનો માટે મોટી પ્રેરણા સમાન છે. ભલે રાત્રે ઊંઘ તેમનો સાથ છોડી દેતી હોય, પણ સંગીતના સથવારે તેઓ પોતાની એકાંત રાતોને પણ આધ્યાત્મિક અને મધુર બનાવી દે છે, એવું બિગ બીએ વધુમાં ઉમેર્યું હતું.