Fri Aug 28 2026

Logo

અમિત શાહનું બંગાળ ચૂંટણી ભાષણ, મમતા બનેર્જી પર વીક્ટિમ કાર્ડ રમવાનો આક્ષેપ

2026-03-28 15:15:00
Author: Vimal Prajapati
અમિત શાહનું બંગાળ ચૂંટણી ભાષણ, મમતા બનેર્જી પર વીક્ટિમ કાર્ડ રમવાનો આક્ષેપ

કોલકાતા: ભારતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. આ પાંચ રાજ્યોમાં ભાજપ સૌથી વધારે પશ્ચિમ બંગાળ પર ધ્યાન આપી રહી છે. પશ્ચિમ બંગાળમાં અત્યારે મમતા બેનર્જીની સત્તા છે, આગામી ચૂંટણીમાં ભાજપ મમતા બેનર્જીને માત આપી પશ્ચિમ બંગાળમાં પોતાની સત્તા સ્થાપિત કરવા માંગે છે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન મુખ્યમંત્રી મમતા બનેર્જી પર તીખા પ્રહારો કર્યા છે. તેમણે મમતા પર ‘વિક્ટિમ કાર્ડ’ રમીને રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો અને ઘુસણખોરીના મુદ્દે તેમની નીતિની કડક ટીકા કરી છે.

‘વિક્ટિમ કાર્ડ’ અને ઘુસણખોરી અંગે અમિત શાહનો આક્ષેપ
 
કેન્દ્રીય પ્રધાન અમિત શાહે વાક્ પ્રહાર કરતા કહ્યું કે, મમતા બનેર્જી ચૂંટણીમાં હારની આશંકાથી ભયભીત થઈને ક્યારે પોતાનો પગ ભગાવી દે છે, ક્યારેક માથા પર લગાડી દે છે અને ક્યારેક બીમાર થઈ જાય છે, ક્યારેક તો તે ચૂંટણી પંચને પણ ગાળો આપવા લાગે છે’. મૂળ વાત એ છે કે, અમિત શાહે પ્રત્યક્ષ રીતે મમતા બેનર્જી અને તેમની સરકાર પર નિશાન સાધ્યું છે. પશ્ચિમ બંગાળમાં મતતા સરકારે માત્ર ભયનું વાતાવરણ સર્જ્યું છે. એટલું જ નહીં પરંતુ ઘુસણખોરોને પણ સાચવ્યાં છે.

 

તૃણમૂલ કોંગ્રેસ સરકાર વિરુદ્ધ અમિત શાહે શું કહ્યું?

વધુમાં અમિત શાહે કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીએ જાહેર મુદ્દાઓ ઉઠાવવાનો અને તૃણમૂલ કોંગ્રેસ સરકાર વિરુદ્ધ લોકોના અવાજને મજબૂત બનાવવાનો નિર્ણય લીધો છે. આ ભાષણને અમિત શાહે તૃણમૂલ કોંગ્રેસના 15 વર્ષના શાસન વિરુદ્ધ ચાર્જશીટ ગણાવી છે. તેમણે દાવો કર્યો હતો કે આ ફક્ત ભાજપની ચાર્જશીટ નથી, પરંતુ બંગાળના લોકોની ચાર્જશીટ છે - જેનો ભાજપ અવાજ ઉઠાવી રહી છે. વધુમાં કહ્યું કે, હવે તમારે નક્કી કરવાનું છે કે, તમારે ‘ભય’ની સરકાર જોઈએ છે કે ‘ભરોસા’ની સરકાર જોઈએ છે.

અમિત શાહેર મમતા સરકાર પર વાક્ પ્રહાર કરતા કહ્યું કે, બંગાળમાં સિન્ડિકેટ રાજ સ્થાપિત થઈ ગયું, રાજ્ય ભ્રષ્ટાચારની પ્રયોગશાળા બની ગયું, વ્હાઇટ કોલર ગુનેગારો સિસ્ટમમાં જોડાઈ ગયા, કટ મની એક સામાન્ય ઘટના બની ગઈ, બંગાળ ઉદ્યોગો માટે કબ્રસ્તાન બની ગયું, ઘુસણખોરોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને તુષ્ટિકરણ સરકારની નીતિ બની ગઈ છે. આ દરેક બાબતોથી પશ્ચિમ બંગાળના લોકોને ભયમુક્ત કરવા માટે ભાજપ મહેનત કરે છે તેવું અમિત શાહે કહ્યું હતું.