લખનઉ: પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની હાર બાદ સમાજવાદી પાર્ટીએ ચૂંટણી વ્યવસ્થાપન કંપની I-PAC સાથેના સંબંધો તોડી નાખ્યા છે.આ અંગે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે જણાવ્યું હતું કે અમે થોડા મહિના તેમની સાથે કામ કર્યું હતી. પરંતુ હવે અમારી પાસે ભંડોળની અછત છે.
I-PAC પાસે હતી મમતા બેનર્જીના ચૂંટણી પ્રચારની જવાબદારી
આ અંગે મળતી માહિતી મુજબ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીના ચૂંટણી પ્રચારની જવાબદારી I-PAC એ જ સંભાળી હતી. વર્ષ 2027 ની યુપી ચૂંટણી માટે, અખિલેશે I-PAC ને તેમની ચૂંટણી રણનીતિ ઘડવાનું કામ સોંપ્યું હતું. એવું કહેવાય છે કે અખિલેશ યાદવે વર્ષ 2025 માં દિલ્હીમાં I-PAC સાથે તેમની પહેલી બેઠક યોજી હતી. જાન્યુઆરીમાં અખિલેશે બંગાળની મુલાકાત લીધી ત્યારે તેઓ ફરીથી મળ્યા હતા. ત્યારબાદ, સમાજવાદી પાર્ટીએ I-PAC સાથે ડીલ કરી હતી.
ઇડીના દરોડા કારણભૂત
જોકે, એવી પણ અટકળો છે કે સબંધો તોડવા પાછળ ઇડીના દરોડા કારણભૂત માનવામાં આવ છે. જોકે, અખિલેશ યાદવે અંતરનું કારણ ફક્ત ભંડોળની અછત હોવાનું જણાવ્યું છે.
બંગાળમાં મમતા દીદી સાથે પણ એવું જ થયું
આ ઉપરાંત અખિલેશે યાદવે કહ્યું કે ભાજપે પશ્ચિમ બંગાળમાં ઉત્તર પ્રદેશ જેમ મતની લૂંટ ચલાવી છે. તેમણે કહ્યું કે યુપીમાં 2022 ની ચૂંટણી દરમિયાન પોલીસ કર્મચારીઓએ નકલી મતદાન કરવા માટે તેમના ગણવેશ બદલી નાખ્યા હતા. એક ચોક્કસ જાતિના અધિકારીઓને વ્યૂહાત્મક રીતે તૈનાત કરવામાં આવ્યા હતા. અખિલેશ યાદવે ભારપૂર્વક જણાવ્યું હતું કે હવે બંગાળમાં મમતા દીદી સાથે પણ એવું જ થયું છે.