Sat Apr 25 2026

Logo

અમદાવાદમાં કોન્સ્ટેબલની પત્નિનું રહસ્યમય મોત, હત્યા કરીને વાતને દબાવાતી હોવાનો પરિવારનો આક્ષેપ

2026-04-25 11:14:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. કોન્સ્ટેબલની પત્નિનું રહસ્યમય મોત થયું હતું. જે બાદ તેના પરિવારજનો દ્વારા હત્યા કરીને વાતને દબાવાતી હોવાનો પરિવારજનો આક્ષેપ કર્યો હતો.

શું છે સમગ્ર મામલો

મૂળ રાજસ્થાનના 35 વર્ષીય મહિલાના લગ્ન 2013માં પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પુરોહિત સાથે થયા હતા. અર્જુનસિંહ હાલ સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. થોડા દિવસ પહેલા કોન્સ્ટેબલે તેના સાળાને ફોન કરીને જણાવ્યું કે, પુત્રનો મેડિકલ રિપોર્ટ સારો આવ્યો ન હોવાથી તમારી બહેન ઊંઘની ગોળીઓ ખાઈને સૂઈ ગઈ છે. જે બાદ તેમણે તાત્કાલિક તેની બહેનને ફોન કર્યો હતો. જેમાં તે અર્ધબેભાન અવસ્થામાં જણાતા ઘરે તેના ઘરે આવ્યા હતા. જોકે તેના જેઠાણીએ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું.

મૃતક મહિલાના ભાઈએ જણાવ્યું કે,  મારી બહેનના ઘરે પહોંચ્યો ત્યારે તેણે આત્યાહત્યા કરી છે તેની હત્યા થઈ છે તે ખબર જ પડી. આરોપી પોલીસમાં હોવાથી સત્તાનો દુરુપયોગ કરી રહ્યો છે. અર્જુનસિંહના ભત્રીજાએ બનાવના દિવસે સવારે કાકા-કાકીનો ઝઘડો થયો હતો તેમ જણાવ્યું હતું. 

ઘરમાં તપાસ કરતાં એક ચિઠ્ઠી મળી હતી. જેમાં લખ્યું હતું કે, ભાઈને બોલા થા બચ્ચો કે સામને દેખ લે..અબ બચ્ચે ભી ધોખા દે રહે હૈ. મેં ઉનકા દુઃખ નહીં દેખ પા રહી હું. પાગલ હોઈ ગઈ હું.  આ ઉપરાંત મૃતક મહિલાને થોડા દિવસ પહેલા તેના પતિ સાથે ઝઘડો થયો હતો, જે અંગે સોશિયલ મીડિયામાં તેણે સ્ટેટ્સ પણ મૂક્યું હતું.