Thu Jun 18 2026

Logo

અમદાવાદના સરખેજમાં કારમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો, પોલીસે તપાસ હાથ ધરી

2026-03-27 15:45:21
Author: Chandrakant Kanojia
Article Image

અમદાવાદ : અમદાવાદના સરખેજ વિસ્તારમાં ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવ્યા છે.  આ અંગે મળતી માહિતી મુજબ સરખેજની એલ. જે. કોલેજની પાછળની ભાગે આવેલા ગેરેજમાંથી  લાંબા સમયથી પાર્ક કારમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગે પોલીસને જાણ થતાં જ પોલીસે ઘટના સ્થળે પહોંચી સમગ્ર  ઘટનાની તપાસ હાથ ધરી છે. 

લક્ઝરી કાર છેલ્લા આઠ  મહિનાથી બંધ હાલતમાં પડી હતી

આ અંગે મળતી પ્રાથમિક માહિતી મુજબ સરખેજના એલ.જે. કોલેજની પાછળ સૂમસામ જગ્યામાં એક ગેરેજ આવેલું છે. જેની સામે એક લક્ઝરી કાર છેલ્લા આઠ  મહિનાથી બંધ હાલતમાં પડી હતી. જ્યારે આ  કારમાંથી અસહ્ય દુર્ગંધ આવતા સ્થાનિકો લોકોએ તપાસ કરતા કારની અંદર એક  મૃતદેહ જોવા મળ્યો હતો. જેની બાદ આ ઘટનાની જાણ થતા જ સરખેજ પોલીસને કરવામાં આવી હતી.  

રહસ્ય ઘેરાતા પોલીસે  એફએસએલ ની ટીમની મદદ લીધી

આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, સૂચના મળ્યા ઘટના સ્થળે તપાસ કરવામાં આવી હતી. જેમાં એક પુરુષનો  મૃતદેહ સડેલી  અવસ્થામાં મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે આ વ્યક્તિનું મૃત્યુ  આશરે બે દિવસ પૂર્વં થયું છે. જોકે પોલીસને એ પ્રશ્ન સતાવી રહ્યો છે આ વ્યકિત   8 મહિનાથી એક જ જગ્યાએ પડી રહેલી કારમાં  કેવી રીતે પ્રવેશ્યો હશે. આ મામલે રહસ્ય ઘેરાતા પોલીસે  એફએસએલ ની ટીમની મદદ લીધી છે. એફએસએલ દ્વારા કારના નમૂના અને મૃતદેહની તપાસ હાથ ધરવામાં આવી છે.