Mon Sep 07 2026

Logo

અમદાવાદમાં મેરેજ સર્ટિફિકેટ ઓનલાઈન મળશે, પહેલાં ટોકન લેવું પડશે, જાણો આખી પ્રક્રિયા

2026-07-31 08:59:00
Author: Mayur Patel
અમદાવાદમાં મેરેજ સર્ટિફિકેટ ઓનલાઈન મળશે, પહેલાં ટોકન લેવું પડશે, જાણો આખી પ્રક્રિયા

AI Image


અમદાવાદઃ  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે મુજબ હવે અમદાવાદમાં મેરેજ સર્ટિફિકેટ ઓનલાઈન મળશે. આ માટે પહેલાં ટોકન લેવું પડશે. 

મળતી વિગત પ્રમાણે, એએમસી દ્વારા એક નવી લગ્ન એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. આવતીકાલથી તે કાર્યરત થઈ જશે. લગ્ન નોંધણી માટે દસ્તાવેજની જેમ ટોકન લેવું પડશે અને ટોકનની તારીખે રજિસ્ટ્રાર પાસે જવું પડશે.

નવા પરિપત્ર મુજબ દરેક વોર્ડ સબ રજિસ્ટ્રારે હેડ ઓફિસથી માર્ગદર્શન બોર્ડ/સાઈન બોર્ડ મેળવીને પોતાની વોર્ડ ઓફિસ અને ઝોન ઓફિસ ખાતે નાગરિકોની જાણકારી માટે પ્રદર્શિત કરવાના રહેશે. તમામ સબ રજિસ્ટ્રારોને યુઝર આઈડી અને પાસવર્ડ આપી દેવામાં આવ્યા છે અને ગોપનીયતા જાળવવા માટે પાસવર્ડ તાત્કાલિક બદલી નાખવા આદેશ કરાયો છે.

જાણો આખી પ્રક્રિયા

* સત્તાવાર વેબસાઇટ https://ahmedabadcity.gov.in પર જઈને ઓનલાઇન ફોર્મ ભરવું પડશે.

* જે બાદ જરૂરી તમામ દસ્તાવેજો  અપલોડ કરવા પડશે.

* અધિકારીઓ દ્વારા દસ્તાવેજ ચકાસ્યા બાદ અરજી મંજૂર  કરવામાં આવશે.

* ત્યારબાદ અરજદાર પોતાની અનુકૂળતા મુજબ વોર્ડ ઓફિસની મુલાકાત માટે તારીખ અને સમયનો સ્લોટ (રજાના દિવસો સિવાય) બુક કરી શકશે.

* પસંદ કરેલી તારીખ અને સમયે પતિ-પત્નીએ સંલગ્ન લગ્ન નોંધણી વોર્ડ ઓફિસે રૂબરૂ જવાનું રહેશે.

* ત્યાં રજિસ્ટરમાં સહી કરી નિયમ મુજબની ફી ઓનલાઇન ભરવાની રહેશે.

* પ્રક્રિયા પૂર્ણ થતાં જ અરજદારને તેમના ઓનલાઇન લોગિનમાં વર-કન્યાના ફોટા અને ડિજિટલ સહીવાળું લગ્ન પ્રમાણપત્ર મળી જશે.

ઉલ્લેખનીય છે કે, ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી માઈક્રોટેક સોફ્ટવેર દ્વારા ઓનલાઈન લગ્ન પ્રમાણપત્ર આપવામાં આવતા હતા, પરંતુ હવે  ટેકનોલોજી આધારિત નવી સિસ્ટમ અમલમાં આવતા લગ્ન રજિસ્ટ્રેશનની કામગીરી વધુ ઝડપી અને સુરક્ષિત બનશે.