અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા પર કોંગ્રેસની વિધાર્થી પાંખ એનએસયુઆઇએ રૂપિયા 40 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે એનએસયુઆઈના કાર્યકર્તાઓએ કુલપતિ ઓફિસમાં પહોંચ્યા હતા. તેમજ નકલી નોટો ઉડાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
FIR નોંધી ભંડોળની વસૂલાત કરવાની માંગ
NSUI અને કોંગ્રેસે ગુજરાત યુનિવર્સિટીના ભૂતપૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા પર આરોપ મૂક્યો છે તેમણે પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ હેઠળ મળેલી ગ્રાન્ટમાંથી ₹9.84 લાખ તેમના પુત્રના વિદેશી બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. તેમણે નીરજા ગુપ્તા સામે FIR નોંધવાની અને ગેરરીતિ કરાયેલા ભંડોળની વસૂલાત કરવાની માંગ કરી છે. એનએસયુઆઈના કાર્યકરોએ રૂપિયા 100, 200 અને 500ની નકલી નોટો ઉડાવી હતી.
સિન્ડિકેટની મંજૂરી વિના રૂપિયા 4.20 લાખનો માસિક પગાર મેળવ્યો
આ ઉપરાંત એવો પણ આરોપ છે કે પોતાને મુખ્ય તપાસકર્તા તરીકે નિયુક્ત કરીને તેમણે સિન્ડિકેટની મંજૂરી વિના રૂપિયા 4.20 લાખનો માસિક પગાર મેળવ્યો હતો. જેમાં તેમના મૂળ પગાર ઉપરાંતનો હતો.
આ અંગે કોંગ્રેસ નેતા ઇન્દ્રવિજય સિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ભૂતપૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ ગુજરાત યુનિવર્સિટીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે. તેમજ યુનિવર્સિટી શહેરમાં પ્રાઇમ લોકેશન પર છે. જેનો આનો લાભ લઈને કુલપતિ યુનિવર્સિટીની જમીન 50 થી 100 વર્ષના સમયગાળા માટે ભાડે આપી રહ્યા છે.
કાર્યવાહી કરવા માંગ
તેમણે વધુમાં જણાવ્યું કે ભ્રષ્ટાચારના નાણાં પરત મેળવવા જ જોઈએ. તેમણે ચેતવણી આપી હતી કે જો કોઈ કાર્યવાહી નહીં થાય તો તેઓ યુનિવર્સિટી પરિસરમાં ઇન્ચાર્જ કુલપતિ માટે પ્રવેશ કરવો મુશ્કેલ બનાવશે.