Sat Sep 05 2026

Logo

અમદાવાદ શહેર ભાજપ સંગઠન થયું જાહેર, જાણો કોને સોંપાયું મહામંત્રી પદ

2026-02-14 13:40:00
Author: Mayur Patel
અમદાવાદ શહેર ભાજપ સંગઠન થયું જાહેર, જાણો કોને સોંપાયું મહામંત્રી પદ

અમદાવાદઃ આજે અમદાવાદ શહેર ભાજપ સંગઠનની જાહેરાત કરવામાં આવી હતી. 22 સભ્યોની ટીમમાં 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી, 7 મંત્રી,  એક કાષાધ્યક્ષ, એક કાર્યાલય મંત્રી, એક સહકાર્યાલય મંત્રીની નિમણૂક કરવામાં આવી હતી. અમદાવાદ શહેરના મહામંત્રી તરીકે યુવા નેતા, પૂર્વ કોર્પોરેટર ગૌતમભાઈ કથીરિયા અને શાહીબાગ વોર્ડના કોર્પોરેટર જશુભાઈ ઠાકોર તથા જોધપુર વોર્ડના દર્શકભાઈ રાજેન્દ્રભાઈ  ઠક્કરને જવાબદારી સોંપવામાં આવી છે.

આ ઉપરાંત સોશિયલ મીડિયા વિભાગ, આઈ ટી વિભાગ, મીડિયા વિભાગ, યુવા મોરચા પ્રમુખ-મહામંત્રી, મહિલા મોરચો પ્રમુખ-મહામંત્રી,  કિસાન મોરચો પ્રમુખ-મહામંત્રી, અનુસૂચિત જાતિ મોરચો પ્રમુખ-મહામંત્રી, અનુસૂચિત જન જાતિ મોરચો પ્રમુખ- મહામંત્રી, લઘુમતી મોરચો પ્રમુખ-મહામંત્રીના નામની પણ જાહેરાત કરાઈ હતી.

મહામંત્રી

ગૌતમભાઈ લાલજીભાઈ કથીરિયા - નિકોલ વોર્ડ
દશકભાઈ રાજેન્દ્રભાઈ ઠાકર - જાધપુર વાડ
જશુભાઈ મોહનજી ઠાકોર - શાહીબાગ વોર્ડ

ઉપ પ્રમુખ

ભાસ્કરભાઈ મણીલાલ ભટ્ટ - સરસપુર વોર્ડ
બિપીનભાઈ અંબાલાલ પટેલ - ઈન્ડિયા કોલોની વોર્ડ
ભાવનાબેન હરીશભાઈ નાયક - ખાડિયા વોર્ડ
વિનયભાઈ અમૃતભાઈ દેસાઈ - સૈજપુર વોર્ડ
પ્રવીણભાઈ અંબાલાલ પટેલ - ઘાટલોડિયા વોર્ડ
હીરાલાલ વાલાભાઈ પરમાર - ચાંદલોડિયા વોર્ડ
શિતલબેન કમલેશભાઈ પંચાલ - શાહપુર વોર્ડ
ડૉ. દેવેન્દ્રસિંહ કૌશિલસિંહ રાઠોડ - નિકોલ વોર્ડ

મંત્રી

ડીમ્પલબેન દેવાનંદભાઈ વરિન્દાની - સરદારનગર વોર્ડ
કલ્પેશભાઈ પ્રવીણભાઈ ચૌધરી - વસ્ત્રાલ વોર્ડ
દર્શનભાઈ દિનેશભાઈ પટેલ - સરખેજ વોર્ડ
અનસૂયાબેન રવજીભાઈ પટેલ(અનુબેન પટેલ) - અસારવા વોર્ડ
જીગીશાબેન પ્રમોદકુમાર પ્રજાપતિ - ચાંદખેડા વોર્ડ
જાસ્મિનબેન ચિરાગભાઈ શ્રીમાળી - વેજલપુર વોર્ડ
હેમંતભાઈ જગદીશભાઈ મગરે - દાણીલીમડા વોર્ડ
અંજલીબેન હર્ષભાઈ કૌશિક - શાહીબાગ વોર્ડ

કોષાધ્યક્ષઃ  તેજસભાઈ રમેશચંદ્ર દેસાઈ- પાલડી વોર્ડ, કાર્યાલય મંત્રીઃ જીગ્નેશભાઈ શશીકાંતભાઈ જોરે - ખોખરા વોર્ડ, સહ કાર્યાલય મંત્રીઃ  અભયભાઈ ધીરજલાલ વ્યાસ - મકતમપુરા વોર્ડ.