અમદાવાદઃ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બજારમાંથી લાવેલા ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થતા એક જ પરિવારની બે માસૂમ દીકરીઓના મોત નિપજ્યાના દાવો કરવામાં આવ્યો છે. જ્યારે બાળકીઓના માતા-પિતાની હાલત પણ ગંભીર છે અને તેઓ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
શું છે મામલો
મળતી વિગત પ્રમાણે, ચાંદખેડામાં રહેતા એક વ્યક્તિએ સ્થાનિક ડેરીમાંથી ઢોસા બનાવવાનું ખીરું મંગાવ્યું હતું. ઢોસા બનાવીને ખાધા બાદ પરિવારના સભ્યોની તબિયત અચાનક ખરાબ થઈ હતી. જેમાં દંપતીની બે પુત્રીઓના મોત થયા હતા. જ્યારે પતિ-પત્ની હાલ હોસ્પિટલમાં છે.
પરિવારજનો જણાવ્યું કે, સાંજે ખીરામાંથી ઢોસા બનાવીને ખાધા હતા અને સવારે બધાને ઉલટીઓ થવા લાગી હતી. યુવકના પિતાએ જે ડેરીમાંથી ખીરું લાવવામાં આવ્યું હતું તેની સઘન તપાસ કરવામાં આવે અને જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
ડેરી માલિકે જણાવ્યું કે, અમે આ પરિવાર સવિયા અન્ય અમારા ગ્રાહકોને ખીરું આપ્યું હતું. અમે રોજનું 120 કિલો જેટલું ખીરું વેચીએ છીએ. જે પરિવારને ખીરું આપ્યું હતું એ જ લોટમાંથી અમે બીજાને પણ આપ્યું હતું. બીજા ગ્રાહકોને કોઈ તકલીફ નથી થઈ. આ ઉપરાતં માલિકે કહ્યું કે, અમારી પાસે સીસીટીવી ફૂટેજ પણ છે.
લિક કેતન પટેલે જણાવ્યું હતું કે, દિવસે સાંજે અમારે ત્યાં એ બહેન (ગ્રાહક) અને એમના મિસ્ટર ખીરું લેવા આવ્યા હતા. અમે એમને ખીરું આપ્યું હતું. તે સિવાય પણ અમારા બીજા ઘણા ગ્રાહકો, એટલે કે દિવસનું અમારે 100થી 125 કિલો ખીરું વેચાય છે. એ જ લોટમાંથી અમે અમારા સંબંધીઓને પણ આપ્યું હતું અને બીજા અન્ય ગ્રાહકોને પણ આપ્યું હતું, પણ કોઈને કશી તકલીફ થઈ નથી. જે દિવસે આ ગ્રાહકો ખીરું લઈ ગયા એ લોટના બીજા બધા જ ગ્રાહકોના વીડિયો અને વિગતો પણ મારી પાસે છે. ખીરું અહીંયા જ અમે બનાવીએ છીએ. બીજા કોઈ પણ વ્યક્તિની આવી ફરિયાદ આવી નથી.
એક દિવસ પહેલાં અમદાવાદ શહેરના મેમનગરમાં આવેલી એસ.પી. ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. જેમાં 55થી વધુ વિદ્યાર્થિનીઓને તબિયત બગડતાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.