Fri May 01 2026

Logo

અમદાવાદ: પાણીની ટાંકીમાં પડેલી દીકરીને બચાવવાને બદલે માતાએ ટાંકીનું ઢાંકણું કરી દીધું સીલ

2026-03-28 13:05:00
Author: MayurKumar Patel
Article Image

અમદાવાદઃ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં માવતરને લજવતો કિસ્સો સામે આવ્યો છે. અઢી મહિનાની દીકરી પાણીની ટાંકીમાં પડી ગયા બાદ પણ માતાએ તેને બચાવવાના બદલે અને પોતાની ભૂલ ઢાંકવા માટે ટાંકીનું ઢાંકણ બંધ કરીને તેના ઉપર તગારૂ મુકી દીધુ હતું.

અમરાઈવાડીમાં રહેતા એક દંપતીને સંતાનમાં બે દીકરી છે. જેમાં એક સાત વર્ષની બીજી અઢી મહિનાની છે. પતિ લેથ મશીનમાં કારખાનમાં ઓપરેટર તરીકે નોકરી કરીને પરિવારનું જીવન નિર્વાહ ચલાવે છે.  પતિ નોકરીએ ગયો ત્યારે પત્ની અને બંને દીકરીઓ ઘરે હતા.

પતિને ગેસનો બાટલો બુક કરાવવાનો હોવાથી લાઈનમાં ઉભો હતો. ત્યારે તેમના પડોશીનો ફોન આવ્યો અને કહ્યું કે જલદી ઘરે આવી જાવ. તેઓ ઘરે પહોંત્યા ત્યારે લોકોનું ટોળું હતું અને લોકો બાળકીની પીઠ થાબડતા હતા. જેથી તેમણે પૂછ્યું કે, તમારી દીકરી પાણીના ટાંકામાં પડી ગઈ છે.

પતિએ પત્નીને તું શું ધ્યાન રાખે છે, કેવી રીતે પડી ગઈ તેમ કહી ઠપકો આપ્યો હતો. પડોશીએ તેમને ગુસ્સાના બદલે દવાખાને લઈ જઈએ તેમ કહ્યું હતું. જેથી તે દીકરીને લઈ હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તપાસીને મૃત જાહેર કરી હતી. 

જે બાદ પત્નીએ કહ્યું, મારાથી ભૂલ થઈ ગઈ છે. આપણા ઘરના ઉપરના માળે પાણી ચઢાવવા માટે મોટરની સ્વીચ પાડવા નીચે ગઈ ત્યારે દીકરી મારી સાથે હતી. બેલેન્સ ગુમાવતા દીકરી તેના હાથમાંથી છટકીને પાણીના ટાંકામાં પડી હતી. તેણે કાઢવાના ઘણા પ્રયત્નો કર્યા પણ બચાવી શકી નહોતી. ગભરાટમાં તેણે ટાંકીનું ઢાંકણું બંધ કરીને તેના પર તગારું મુકી દીધું હતું.