નવી દિલ્હીઃ સમયાંતરે દેશના નેતાઓની સંપત્તિ અંગે ચર્ચા થાય છે. સાંસદો અને મંત્રીઓની સંપત્તિને લઈને અનેકવાર ચર્ચા થતી હોય છે. આ ઉપરાંત એમને મળતી કેટલીક સુવિધાઓ ઉપર પણ જોરશોરથી વાતો થતી રહે છે. હવે રિપોર્ટ એ સામે આવ્યો છે જેમાં રાજ્યસભાના સાંસદની વાત કરવામાં આવી છે. જાણીને નવાઈ લાગશે કે, 31 સાંસદ એવા છે જે અબજોપતિ છે, જ્યારે રાજ્યસભાના 90 ટકા સાંસદ પાસે કરોડો રૂપિયાની સંપત્તિ છે. ડેમોક્રેટિક રિફોર્મમાંથી આ વિગત સામે આવી છે.
કેટલી સંપત્તિ છે પરિમલ નથવાણી પાસે?
કુલ 233 માંથી 226 સાંસદના એફિડેવિટના આધારે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટનું વિશ્લેષણ કરીને એક યાદી તૈયાર કરવામાં આવી છે, જેમાંથી એ વાત સામે આવી છે કે, 31 સાંસદ અબજોપતિ છે.226 રાજ્યસભાના સાંસદની સંપત્તિ અને ગુનાહિત મામલા નોંધાયેલા છે. નવા સાસંદોની માહિતી પણ આ રિપોર્ટમાં આવરી લેવામાં આવી છે. 226 રાજ્યસભાના સાંસદોની કુલ સંપત્તિ 26,047 થાય છે. સાંસદોની સરેરાશ સંપત્તિની વાત કરવામાં આવે તો 111.25 કરોડ રૂપિયા થાય છે. ઝારખંડના રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણી પાસે ₹755 કરોડથી વધુની સંપત્તિ છે પરંતુ તેમના પર સૌથી વધુ જવાબદારીઓ છે, જેની રકમ ₹256 કરોડ છે. નથવાણી ઝારખંડથી ત્રીજી વખત રાજ્યસભામાં ચૂંટાયા છે.
જયા બચ્ચન પાસે કેટલી સંપત્તિ?
તેમણે તાજેતરમાં ક્રોસ-વોટિંગ દ્વારા ચૂંટણી જીતી હતી. જોકે NDA-જેણે તેમને ટેકો આપ્યો હતો,જરૂરી 28 મત ન હોતા, નથવાણીએ ક્રોસ-વોટિંગને કારણે સરળ જીત મેળવી તેમણે કોંગ્રેસના ઉમેદવાર પ્રણય ઝાને હરાવ્યા. જવાબદારીઓની દ્રષ્ટિએ આંધ્રપ્રદેશના TDP સાંસદ બી. રામ કૃષ્ણ બીજા ક્રમે છે. તેમની પાસે ₹672 કરોડની સંપત્તિ છે પરંતુ તેમની પાસે ₹200 કરોડથી વધુની જવાબદારીઓ પણ છે. દરમિયાન, સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચન પાસે ₹1,578 કરોડની સંપત્તિ છે અને તેમની પાસે ₹149 કરોડથી વધુની બાકી જવાબદારીઓ છે.
કોની પાસે છે સૌથી ઓછી સંપત્તિ?
આમ આદમી પાર્ટીના સાંસદ સંત બલબીરસિંહ એવા સાંસદ છે જેની સંપત્તિ સૌથી ઓછી છે. એની પાસે માત્ર 3.79 લાખ રૂપિયાની સંપત્તિ છે. એ પછી CPI(M) ના સાંસદ એએ રહીમ છે. જેની પાસે 11.62 લાખની સંપત્તિ છે. ત્રીજા ક્રમે ભાજપના સાંસદ સુમિત્રા વાલ્મિક છે જેની પાસે 17.85 લાખ સંપત્તિ છે. રાજ્યસભામાં, તેલંગાણાના 7 સાંસદોમાંથી 4,જે રાજ્યના પ્રતિનિધિમંડળના 57%નું પ્રતિનિધિત્વ કરે છે.એ અબજોપતિ છે. તેલંગાણાના સાત સાંસદો સામૂહિક રીતે ₹8,310 કરોડની સંપત્તિ ધરાવે છે. સૌથી વધુ સંપત્તિ ધરાવતા સાંસદ પણ તેલંગાણાના છે. ADR મુજબ તેલંગાણાના BRS સાંસદ ડૉ. બંદી પાર્થસારધી સૌથી ધનિક સાંસદ છે, જેમની પાસે ₹5,300 કરોડથી વધુની સંપત્તિ છે. પછી પંજાબના ભાજપના સાંસદ રાજિન્દર ગુપ્તા છે, ₹5,053 કરોડની સંપત્તિ છે.
હત્યાના પ્રયાસના પણ કેસ
ત્રીજા ક્રમે કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવી છે, જેમની પાસે ₹2,558 કરોડની સંપત્તિ છે. સિંઘવી તેલંગાણાનું પ્રતિનિધિત્વ કરતા સાંસદ પણ છે.31 ટકા સાંસદો પર ગુનાહિત કેસ નોંધાયેલા છે. 36 સાંસદો પર ગંભીર પ્રકારના આરોપ છે. રાજ્યસભાના એક સાંસદ પર હત્યાનો કેસ છે, 4 સાંસદ એવા છે જેના પર હત્યાના પ્રયાસનો કેસ ફાઈલ થયેલો છે. 4 રાજ્યસભાના સાંસદ પર મહિલાઓ પર અત્યાચારના કેસ પણ થયેલા છે. ભાજપના 107 માંથી 28 સાંસદો (26%), કોંગ્રેસના 29 માંથી 12 સાંસદો (41%), તૃણમૂલના 9 માંથી 2 સાંસદો (22%), ડીએમકેના 8 માંથી 2 સાંસદો (25%), સપાના 4 માંથી 2 સાંસદો (50%), ટીડીપીના 4 માંથી 3 સાંસદો (75%), બીઆરએસ અને સીપીઆઈ(એમ)ના બધા સાંસદો, આરજેડીના 3 માંથી 2 સાંસદો (67%), એઆઈએડીએમકેના 4 માંથી 1 સાંસદો (25%), એનસીપીના 4 માંથી 1 સાંસદો (25%) અને આપના 3 માંથી 1 સાંસદો (33%) સામે ફોજદારી કેસ નોંધાયેલા છે.
ફોજદારી કેસની ટકાવારી
14 ભાજપના સાંસદો (13%), 8 કોંગ્રેસના સાંસદો (28%), 2 તૃણમૂલ કોંગ્રેસના સાંસદો (22%), 1 ડીએમકે સાંસદ (13%), 1 સપા સાંસદ (25%), 1 ટીડીપી સાંસદ (25%), 1 બીઆરએસ સાંસદ (33%), 2 સીપીઆઈ(એમ) સાંસદો (67%), 1 એનસીપી સાંસદ (25%) અને 1 આપ સાંસદ (33%) સામે ગંભીર ફોજદારી કેસ ચાલી રહ્યા છે. 100 રાજ્યસભા સાંસદો પાસે 10 કરોડથી વધુની સંપત્તિ છે. 41 સાંસદો પાસે 5 કરોડથી વધુની સંપત્તિ છે, જ્યારે 66 સાંસદો પાસે 1 કરોડથી 5 કરોડની સંપત્તિ છે. 15 સાંસદો પાસે 20 લાખથી 1 કરોડ સુધીની સંપત્તિ છે. ફક્ત 4 સાંસદો પાસે 20 લાખથી ઓછી સંપત્તિ છે. 226 સાંસદોમાંથી 31 (14%) અબજોપતિ છે (જેમની પાસે 100 કરોડથી વધુની સંપત્તિ છે). આમાં ભાજપના 7, કોંગ્રેસના 6, YSRCP, TDP, BRS અને NCPના 2-2 સાંસદોનો સમાવેશ થાય છે.