બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ તરીકે ઓળખાતા આમિર ખાન આજે પોતાનો 61મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ઈન્ડસ્ટ્રીમાં આમિર ખાનની એક આગવી ઓળખ ઉભી કરી છે. આજે આમિર ખાનના 61મા જન્મ દિવસ પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ અદાકારા અને દિલીપ કુમારના પત્ની સાયરા બાનુએ પણ સોશિયલ મીડિયા પર સ્પેશિયલ પોસ્ટ શેર કરીને શુભેચ્છા પાઠવી છે. આવો જોઈએ સાયરા બાનુએ શું લખ્યું છે પોતાની સોશિયલ મીડિયા પોસ્ટમાં...
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સાયરા બાનુ અને આમિર ખાન વચ્ચેનો સંબંધ ઘણો જૂનો અને આદરપૂર્ણ છે. આમિર ખાનના 61મા જન્મદિવસ નિમિત્તે સાયરા બાનુએ સોશિયલ મીડિયા પર એક અત્યંત ભાવુક પોસ્ટ શેર કરી છે, જેમાં તેમણે દિલીપ કુમાર અને આમિર ખાન વચ્ચેની ખાસ બોન્ડિંગની યાદો તાજી કરી છે. સાયરા બાનુની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહી છે. તમે પણ ના જોઈએ હોય આ પોસ્ટ તો અત્યારે જ જોઈ લો.
બોલીવૂડના 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' તરીકે ઓળખાતો આમિર ખાન આજે પોતાનો 61મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આજે આમિર ખાનના જન્મ દિવસે દિગ્ગજ અભિનેત્રી સાયરા બાનુએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને આમિર ખાનને જન્મદિવસની શુભેચ્છા આપી છે. સાયરા બાનુએ આમિર સાથેના જૂના ફોટો શેર કરીને લખ્યું હતું કે કઈ રીતે આમિર ખાન હંમેશા દિલીપ કુમાર (સાહબ)ની તબિયત પૂછવા અને તેમની સાથે સમય વિતાવવા દોડી આવતા હતા.
સાયરા બાનુએ પોતાની પોસ્ટમાં આગળ લખ્યું હતું કે, જ્યારે દિલીપ સાહબની તબિયત નાજુક હતી, ત્યારે આમિર ખાન કોઈ પણ કામ છોડીને તેમને મળવા આવી જતા. તેમણે એક કિસ્સો શેર કરતા જણાવ્યું કે, એકવાર દિલીપ સાહબની આત્મકથા (Autobiography)ના લોન્ચિંગ વખતે આમિરે તેમને કેટલી મદદ કરી હતી. સાયરાજીએ આમિરને 'ફેમિલી મેમ્બર' ગણાવતા કહ્યું કે તે માત્ર એક શ્રેષ્ઠ અભિનેતા જ નહીં પણ એક શુદ્ધ હૃદય ધરાવતો માણસ પણ છે.
વાત કરીએ આમિર ખાનની તો તેનો જન્મ 14મી માર્ચ, 1965ના રોજ થયો હતો અને ફિલ્મ 'કયામત સે કયામત તક'થી શરૂ થયેલી તેની સફર આજે પણ સફળતાપૂર્વક ચાલુ છે. સોશિયલ મીડિયા પર ચાહકો અને બોલિવૂડની હસ્તીઓ તેમને ઉમળકાભેર શુભેચ્છા પાઠવી રહ્યા છે. સાયરા બાનુની આ પોસ્ટ અત્યારે ઈન્ટરનેટ પર જોરદાર વાયરલ થઈ રહી છે, કારણ કે તે જૂના અને નવા બોલીવૂડ વચ્ચેના સેતુ સમાન છે. આમિર ખાન હાલમાં તેની પ્રોફેશનલ લાઈફ કરતાં પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં આવતો હોય છે.