Fri Jul 24 2026

Logo

સૌરાષ્ટ્રના આ જિલ્લામાં વહેલી સવારે 2 કલાકમાં જ 6 ઈંચ વરસાદ, ક્યા તાલુકામાં કેટલો વરસાદ નોંધાયો ?

2026-07-24 08:42:00
Author: Mayur Patel
Article Image

અમરેલીઃ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડ્યો છે. આ દરમિયાન સૌરાષ્ટ્રના અમેરલીના એક જિલ્લામાં વહેલી સવારે 2 કલાકમાં જ 6 ઈંચ વરસાદ પડ્યો હતો. સવારના બે કલાકમાં 183 તાલુકામાં વરસાદ વરસ્યો હતો.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના આંકડા પ્રમાણે, આજે વહેલી સવારે 4 થી 6ના સમયગાળામાં અમરેલીના કુકાવાવ વડીયામાં સૌથી વધુ 5.71 ઇંચ વરસાદ પડ્યો હતો. પંચમહાલના શેહરામાં 3.54 ઇંચ, જેતપુરમાં 3.15 ઇંચ, બગસરામાં 2.17 ઇંચ, જોટાણામાં 2.13 ઇંચ, દીયોદરમાં 2.09 ઇચ, જામકંડોરણામાં 2.05 ઇંચ વરસાદ વરસ્યો હતો.

આ સિવાય ગળતેશ્વરમાં 1.97 ઇંચ, સાંતલપુરમાં 1.57 ઇંચ, બેચરાજીમાં 1.26 ઇંચ, લુણાવાડામાં 1.26 ઇંચ, જામનગરમાં 1.22 ઇંચ, મહેમદાબાદમાં 1.18 ઇંચ, કલોલમાં 1.18 ઇંચ, ડેસરમાં 1.18 ઇંચ, બાલાસિનોરમાં 1.18 ઇંચ, ઉમરપાડામાં 1.10 ઇંચ, કોઠંબામાં 1.10 ઇંચ, ઉકાઈમાં 0.98 ઇંચસ ભેસાણમાં 0.98 ઇંચ, માતરમાં 0.87 ઇંચ,  ઉમરેઠમાં 0.87 ઇંચ, જસદણમાં 0.79 ઇંચ, ચાણસ્મામાં 0.79 ઇંચ, પોશીનામાં 0.79 ઇંચ, વસોમાં 0.71 ઇંચ, ડેડીયાપાડામાં 0.71 ઇંચ, ગોંડલમાં 0.71 ઇંચ, અમરેલીમાં 0.71 ઇંચ, કડીમાં 0.67 ઇંચ, કાલાવાડમાં 0.67 ઇંચ વરસાદ પડ્યો હતો.

આજની શું છે આગાહી

આજે હવામાન વિભાગ દ્વારા સમગ્ર રાજ્યમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ભારેથી અત્યંત ભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જેમાં અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુર ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી તેમજ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 255 તાલુકામાં વરસાદ વરસ્યો છે. એક તાલુકામાં 20 ઇંચ, એક તાલુકામાં 19 ઇંચથી વધારે,  ચાર તાલુકામાં 17 ઇંચથી વધારે, એક તાલુકામાં 16 ઇંચથી વધારે, ચાર તાલુકામાં 14 ઇંચથી વધારે, એક તાલુકામાં 13 ઇંચથી વધારે, એક તાલુકામાં 12 ઇંચથી વધારે,  નવ તાલુકામાં 11 ઇંચથી વધારે,  પાંચ તાલુકામાં 10 ઇંચથી વધારે,  ચાર તાલુકામાં 9 ઇંચથી વધારે,  ચાર તાલુકામાં 8 ઇંચથી વધારે, પાંચ તાલુકામાં 7 ઇંચથી વધારે,  આઠ તાલુકામાં 6 ઇંચથી વધારે, 13 તાલુકામાં 5 ઇંચથી વધારે વરસાદ નોંધાયો હતો.