Wed Aug 26 2026

Logo

શ્રેયસ જીતની સફળતાની શરૂઆતમાં આજે આ વિશ્વવિક્રમ તોડી શકે

Harare   2026-07-25 15:15:19
Author: Ajay Motiwala
શ્રેયસ જીતની સફળતાની શરૂઆતમાં આજે આ વિશ્વવિક્રમ તોડી શકે

BCCI


હરારે: શ્રેયસ ઐયરે ટી-20ની કેપ્ટન્સીમાં વિજય મેળવવાની શરૂઆત હજી બે દિવસ પહેલાં જ કરી અને હવે આજે તે નવો વિશ્વ વિક્રમ રચી શકે.

આજે (બપોરે 4:30 વાગ્યાથી) ઝિમ્બાબ્વે સામે સિરીઝની જે બીજી ટી-20 શરૂ થશે એનો ટૉસ (Toss) જો શ્રેયસે જીત્યો હશે તો કેપ્ટન તરીકેની પોતાની પહેલી સતત નવ મૅચમાં ટૉસ જીતનાર વિશ્વનો પહેલો ખેલાડી કહેવાશે. આયરલૅન્ડમાં બે અને ઇંગ્લૅન્ડમાં પાંચ એમ કુલ મળીને સાત ટી-20 બાદ ઝિમ્બાબ્વેમાં પહેલી ટી-20માં પણ ટૉસ તેણે જ જીત્યો હતો.

શ્રેયસ (Shreyas)એ સુકાની તરીકે ભારત વતી પહેલી તમામ નવ મૅચમાં ટોસ જીત્યો છે. ઇંગ્લૅન્ડના વૉલી હેમન્ડ લાગલગાટ આઠ ટેસ્ટમાં ટૉસ હતા.

ભારત અત્યાર સુધીમાં ઝિમ્બાબ્વેમાં જે 13 ટી-20 રમ્યું છે એ તમામ મૅચ હરારે સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ પર રમાઈ છે.